લવ જેહાદી સુધરી જજો, નહીં તો ચાલશે `દાદા`નો ડંડો! દીકરીને હેરાન કરી તો નહીં છોડે પોલીસ
સુરત જેવી તો અનેક ઘટનાઓ ગુજરાતમાં બને છે. કેટલાક ગુનેગારો તો એવા છે કે તેમને કાયદાનો જરા પણ ડર નથી..પરંતુ હવે તેમને ડર રાખવો પડશે...કારણ કે ગુજરાત પોલીસની મહેમાનગતિ કરતાં આરોપીઓની ચાલ બદલાઈ જાય છે.
અમદાવાદઃ ગુજરાતમાં ક્રાઈમ રેટ વધી રહ્યો છે, કેટલાક તો એવા આરોપીઓ છે જેમને પોલીસને જાણે કોઈ ખૌફ જ રહ્યો નથી. મનભાવે તેમ આ અપરાધીઓ અપરાધ કરી રહ્યા છે. પોલીસ માટે પણ આ ગુનેગારો સૌથી મોટો પડકાર બન્યા છે...સુરતમાં દીકરીઓની સુરક્ષા સામે મોટો સવાલ કરતી એક ઘટના સામે આવી હતી...આ ઘટનામાં પોલીસે આરોપીને ઝડપી લીધો છે..વિધર્મી આ આરોપી સળિયા ગણતો થઈ ગયો છે...પરંતુ હવે લવજેહાદ આરોપીઓને ગૃહમંત્રીએ શાનમાં સમજી જવા સલાહ આપી છે...જુઓ ગૃહ રાજ્યમંત્રીના સ્પોટક અંદાજનો આ અહેવાલ....
સુધરી જજો લવ-જેહાદના આરોપીઓ
કોઈ દીકરીને પ્રેમ જાળમાં ન ફસાવતાં
દીકરીને હેરાન કરી તો નહીં છોડે પોલીસ
'દાદા'નો ડંડો લવજેહાદ સામે છે સક્રિય
સુરતમાં છેડતીનો આરોપી ઝડપાયો
વિધર્મી આરોપીને પોલીસે દબોચી લીધો
11 વર્ષની સગીરા જેને મામા કહેતી તે હેવાને તેના પર આચર્યું દુષ્કર્મ
અરમાન નામના આ નરાધમ વિધર્મી આરોપીને પકડવા માટે પોલીસે મોટી મહેનત કરવી પડી...પોલીસે આ માટે 800થી વધુ CCTV તપાસ્યા, આખી રાત કોમ્બિંગ કરીને તપાસ હાથ ધરી હતી...અલગ અલગ ટીમોની તપાસ બાદ આ આરોપી હાથ લાગ્યો છે...ઉના પાટિયાનો રહેવાસી નૈયમુદ્દીન ઉર્ફે અરમાન નામના આ આરોપીને કડક સજા થાય તેવા પોલીસે પ્રયાસો શરૂ કર્યા છે....
કેવી રીતે પકડાયો આરોપી?
પોલીસે 800થી વધુ CCTV તપાસ્યા
આખી રાત કોમ્બિંગ કર્યું
અલગ અલગ ટીમો બનાવીને તપાસ કરી
આ પણ વાંચોઃ હવે ટ્રાફિકના નિયમ તોડવા પડશે ભારે! પોલીસ કરશે કડક કાર્યવાહી, લાયસન્સ થશે સસ્પેન્ડ
લહજેહાદ જેવી કહી શકાય તેવી આ ઘટના સુરતમાં બની છે. પરંતુ હવે આ પ્રકારની કોઈ ઘટના ન બને તે માટે રાજ્યના ગૃહ મંત્રી એક્ટિવ મોડમાં કામ કરી રહ્યા છે...ગૃહરાજ્યમંત્રીએ પોલીસને આવા વિધર્મીઓને પકડવા માટે આદેશ આપ્યો છે...અને રાજ્યની દીકરીઓને સુરક્ષિત રાખવા માટે જે કરવું પડે તે કરવા સુચન કર્યું છે...હર્ષ સંઘવીએ કહ્યું કે, દાદાની સરકારમાં ભોળી દીકરીઓને ફસાવનારા આરોપીઓ ન ચ બચવા જોઈએ...
સુરત જેવી તો અનેક ઘટનાઓ ગુજરાતમાં બને છે. કેટલાક ગુનેગારો તો એવા છે કે તેમને કાયદાનો જરા પણ ડર નથી..પરંતુ હવે તેમને ડર રાખવો પડશે...કારણ કે ગુજરાત પોલીસની મહેમાનગતિ કરતાં આરોપીઓની ચાલ બદલાઈ જાય છે. દોડ-ભાગ મચાવનારા ગુનેગારો સરખી રીતે ચાલી પણ નથી શક્તા...બેસી પણ નથી શક્તા...આપણે સૌએ તે દ્રશ્યો જોયા છે...તેથી જ ગૃહરાજ્ય મંત્રીની સલાહ ગુનાની દુનિયામાં મોટું નામ રાખનારા લોકોએ માની લેવાની જરૂર છે.