મોતનો મલાજો ન જાળવનાર આરોપીની પોલીસે કરી ધરપકડ, કરતો હતો આ કામ

શાહીબાગ પોલીસે (Shahibag Police) કસ્ટડીમાં લીધેલા આરોપીનું નામ સાહિલ ઉર્ફે ભુરિયો મકવાણા છે. આરોપી સિવિલ 1200 બેડમા વોર્ડ બોય તરીકે મૃતદેહ પ્લાસ્ટિકમાં બંધ કરવાનું કામ કરે છે.

મોતનો મલાજો ન જાળવનાર આરોપીની પોલીસે કરી ધરપકડ, કરતો હતો આ કામ

મૌલિક ધામેચા, અમદાવાદ: એશિયા(Asia) ની સૌથી મોટી અસારવા સિવિલ હોસ્પિટલ (Civil Hospital) માં મોતનો મલાજો ન જાળવનાર આરોપીની પોલીસે (police) ધરપકડ કરી છે. આરોપી 1200 બેડ કોરોના હોસ્પિટલમા મૃત્યું પામેલા દર્દીના મૃતદેહ (Deadbody) પરથી દાગીનાની ચોરી કરી હતી. જોકે પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

શાહીબાગ પોલીસે (Shahibag Police) કસ્ટડીમાં લીધેલા આરોપીનું નામ સાહિલ ઉર્ફે ભુરિયો મકવાણા છે. આરોપી સિવિલ 1200 બેડમા વોર્ડ બોય તરીકે મૃતદેહ પ્લાસ્ટિકમાં બંધ કરવાનું કામ કરે છે. પરંતુ આરોપીની ધરપકડ ચોરીના ગુનામા કરવામા આવી છે. તે પણ કોરોનામાં મૃત્યુ પામેલ મહિલા દર્દીના સોનાની બંગડી ચોરી કરવાના ગુનામાં આરોપી સાહિલે 11 તારીખે દર્દી મોહિની બેનના મૃત્યુ બાદ 4 તોલા સોનાની બે બંગડી ચોરી કરી હતી. જેની ફરિયાદ મળતા પોલીસે આરોપીની ધરપકડ કરી છે.

1200 બેડ સિવિલ કોરોમાં હોસ્પિટલમાંથી કોરોના (Corona) દર્દીના મોત બાદ તેના મૃતદેહ (Deadbody) પરથી કિમતી દાગીનાની ચોરી થઈ હોય તેવો બનાવ પ્રથમ વખત નથી બન્યો. અગાઉ પણ શાહીબાગ પોલીસે 2  આરોપીની ધરપકડ કરી ચુકી હતી જેઓ કોરોનાના મૃતદેહો પર સેનેટાઇઝિંગ કરવાનું કામ કરતા હતા. હાલ તો ઝડપાયેલ આરોપી સાહિલ ઉર્ફે ભુરિયા એ 4 ચોરી કર્યા ની કબુલાત કરી છે. 

ઉલ્લેખનીય છે કે સિવિલ હોસ્પિટલમાં જ ભુરિયો કોન્ટ્રાક્ટ બેઝ પર કામ કરતો હતો અને જે દિવસે તેને ચોરીને અંજામ આપ્યો હતો. તે દિવસે સાહિલની ડ્યુટી મૃતદેહ પરિવારને સોંપવાની હતી. માટે તે મૃતદેહ લિફ્ટમાં લઈને ઉતરી રહ્યો હતો. તે સમયે તેને ચોરીને અંજામ આપ્યો હતો. પોલીસે ચોરીનો તમામ ₹1.60 લાખના કિંમતની સોનાની બંગડી કબ્જે કરી છે. 

પોલીસે હાલ તો શાહીબાગ (Shahibag) ના એક ચોરીના ગુનામા આરોપીની ધરપકડ કરી મુદ્દામાલ કબ્જે કર્યો છે. સાથે સાથે પોલીસે અન્ય કોઈ ચોરી હોસ્પિટલમા થઈ છે કે કેમ ? ઉપરાંત આરોપીના ગુનાઈત ઈતિહાસ અને ચોરી કરવા પાછળનો આશય જાણવા માટે તપાસ તેજ કરી છે. ત્યારે જોવુ એ રહ્યુ કે પોલીસ તપાસમાં શું નવા ખુલાસા થાય છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news