બસ સ્ટેન્ડની અંદર એક યુવક-યુવતીની જાહેરમાં કામલીલા, સોશિયલ મીડિયામાં વાયરલ થયો વીડિયો

રાજકોટ જિલ્લાના જસદણના જૂના બસ સ્ટેન્ડનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક કપલ બસ સ્ટેન્ડની અંદર જાહેરમાં કામલીલા કરી રહ્યું છે.   

Updated By: Aug 24, 2021, 12:36 PM IST
બસ સ્ટેન્ડની અંદર એક યુવક-યુવતીની જાહેરમાં કામલીલા, સોશિયલ મીડિયામાં વાયરલ થયો વીડિયો

રાજકોટઃ રાજકોટ જિલ્લાના જસદણના જૂના બસ સ્ટેન્ડમાં એક કપલ કામલીલા કરી રહ્યું છે. આ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જસદણમાં આવેલા જૂના બસ સ્ટેન્ડ બહાર યુવતીઓ વાહનની રાહ જોઈને બેઠી છે. તો બસ સ્ટેન્ડની અંદરના ભાગે એક યુવક અને યુવતી કામલીલા કરી રહ્યાં છે. શહેરમાં આવી રીતે જાહેરમાં કામલીલા કરી રહેલા લોકોનો વાયરલ વીડિયો હાલ શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે. 

No description available.

સોશિયલ મીડિયામાં વીડિયો થયો વાયરલ
રાજકોટ જિલ્લાના જસદણમાં આવેલા જૂના બસ સ્ટેન્ડ પાસે હંમેશા ટ્રાફિક રહેતો હોય છે. લોકો બસ સ્ટેન્ડ બહાર વાહનની રાહ જોઈને બેઠા હોય છે. જ્યારે બસ સ્ટેન્ડની હાલત જૂનુ હોવાને કારણે સારી નથી. જેથી લોકો તેની અંદર બેસતા નથી. ત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયો પ્રમાણે એક કપલ બસ સ્ટેન્ડની અંદર જાહેરમાં કામલીલા કરી રહ્યાં છે. આ કામલીલાનો વીડિયો બનાવી કોઈ વ્યક્તિએ સોશિયલ મીડિયામાં વાયરલ કરી દીધો છે. હજુ આ વીડિયો અંગે કોઈ પુષ્ટિ થઈ શકી નથી. 

No description available.

શહેરમાં ચર્ચાનો વિષય બન્યો વીડિયો
જસદણના જૂના બસ સ્ટેન્ડ બહાર લોકોની ભીડ રહેતી હોય છે. વાયરલ વીડિયોમાં પણ જોઈ શકાય છે કે બસ સ્ટેન્ડની બહાર યુવતીઓ બેઠી છે. ત્યારે બસ સ્ટેન્ડની અંદર કામલીલા થતી હોવાથી પોલીસની કામગીરી પર પણ સવાલ ઉઠ્યા છે. આ રીતે જાહેરમાં કામલીલા કરતા કપલનો વીડિયો વાયરલ થયા બાદ શહેરમાં પણ આ બાબતે ચર્ચાઓ થઈ રહી છે. હાલ તો વીડિયોમાં જોવા મળતા યુવક અને યુવતી કોણ છે તેની ખાતરી થઈ શકી નથી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube