Nikhil Savani એ યુથ કોંગ્રેસ પર લગાવ્યા ગંભીર આક્ષેપો, પૈસાદાર લોકો જ બની શકે યુથ કોંગ્રેસના પ્રમુખ

આ ઘટના પૂર્વ તૈયારીઓ સાથે કરવામાં આવી હતી અને આ ઘટનાને અંજામ આપનાર વ્યક્તિ અગાઉ પાર્ટીમાંથી બે વખત સસ્પેન્ડ પણ થઇ ચુક્યા છે.

Updated By: Jul 9, 2021, 01:37 PM IST
Nikhil Savani એ યુથ કોંગ્રેસ પર લગાવ્યા ગંભીર આક્ષેપો, પૈસાદાર લોકો જ બની શકે યુથ કોંગ્રેસના પ્રમુખ

ગૌરવ પટેલ, અમદવાદ: નિખિલ સવાણી (Nikhil Savani) આજે પત્રકાર પરિષદ બોલાવી જેમાં કોંગ્રેસ (Congress) યુથ કોંગ્રેસ (Youth Congress) પર ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા. બે દિવસ પહેલાં યુથ કોંગ્રેસ (Youth Congress) ના મેમ્બરશિપ લોચિંગમાં હોબાળો થયો હતો. ત્યારબાદ તેમને ડીસમીસ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ આજે પત્રકાર પરિષદમાં વાત કરતાં જણાવ્યું હતું કે આજની આ પ્રેસ કોન્ફરન્સ બોલવાનું કારણ એ છે કે બે દિવસ અગાઉ રાજીવ ગાંધી ભવન અમદાવાદ (Ahmedabad) ખાતે પ્રદેશ યુવક કોંગ્રેસની મેમ્બરશીપ લોન્ચિંગ દરમિયાન ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડા વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકી AICCના મહામંત્રી દીપક બાબરીયા બાપુનગર વિધાનસભાના ધારાસભ્ય હિંમતસિંહ પટેલ અને ગુજરાત યુથ કોંગ્રેસના બંને પ્રભારીની હાજરીમાં મારા તથા મારા સાથી મિત્રો સાથે જે ઘટના બની છે તે ખૂબ જ દુઃખદ છે. 

Gandhinagar: અષાઢીબીજથી ખૂલશે અક્ષરધામ મંદિરના દ્વાર, કરવું પડશે આ નિયમોનું પાલન

આ ઘટના પૂર્વ તૈયારીઓ સાથે કરવામાં આવી હતી અને આ ઘટનાને અંજામ આપનાર વ્યક્તિ અગાઉ પાર્ટીમાંથી બે વખત સસ્પેન્ડ (Suspend) પણ થઇ ચુક્યા છે. તેમની સાથે રહેલા અન્ય લોકો એન.એસ.યુ.આઈ અને યુથ કોંગ્રેસ (Youth Congress) ને પોતાના બાપ-દાદાની પેઢી સમજી એનએસયુઆઇ (NSUI) અને યૂથ કોંગ્રેસ (Youth Congress) ની અંદર નવા જોડાતા યુવાનોને કોઈને કોઈ રીતે માનસિક ટોર્ચર અને અપમાનિત કરી કેવી રીતે પાર્ટી તોડે તેવા આયોજનો કરતા રહે છે. 

ભૂતકાળમાં ગુજરાત યુનિવર્સિટી (Gujarat University) ના વેલફેર મેમ્બર હોય કે સેનેટ મેમ્બર હોય કે સિન્ડીકેટ મેમ્બર હોય કે એન.એસ.યુ.આઈ (NSUI) ના નેશનલ ડેલીગેટરો હોય કે યુવક કોંગ્રેસ અને એનએસયુઆઈ (NSUI) ના પદાધિકારી હોય જે સારી રીતે પાર્ટીમાં કામ કરી રહ્યા હોય છતાં પણ એમને પાર્ટી છોડવાનો વારો આવી ચૂક્યો છે. 

Bhavnagar: સમયસર વરસાદ ના પડે તો સિંચાઇ માટે પરિસ્થિતિ બનશે વિકટ, જાણો જળાશયો સ્થિતિ

ઉદાહરણ તરીકે રાજકોટ (Rajkot) ના મેયર પ્રદીપ ડવ એક સમયે રાજકોટ (Rajkot) ના પ્રમુખ હતા. હાલના બાપુનગર વિસ્તારમાંથી કોર્પોરેટર પ્રકાશ ગુર્જર એક સમયે ગુજરાત યુવક કોંગ્રેસના ઉપાધ્યક્ષ રહી ચૂક્યા છે. આવા અનેક એનએસયુઆઇ અને યુવક કોંગ્રેસના નેતાઓ ષડયંત્ર કરનારી ટીમનો ભોગ બની ચૂક્યા છે. છતાં પણ પ્રદેશ કોંગ્રેસ સમિતિએ આંખ આડા કાન કરીને તેમના પર આજદિન સુધી કોઈપણ પ્રકારની કડક કાર્યવાહી કરી નથી.

વધુમાં યુથ કોંગ્રેસ (Congress) દ્વારા ગુજરાત (Gujarat) માં પ્રમુખ બનાવવા માટે મેમ્બરશીપ કરવામાં આવી રહી છે. જે ફક્ત અને ફક્ત પૈસા ભેગા કરવા માટે કરવામાં આવી રહી હોય તેવું સ્પષ્ટ દેખાય છે. કારણ કે ભૂતકાળમાં લાખોની સંખ્યામાં યુવક કોંગ્રેસ દ્વારા લાખો સભ્યોની મેમ્બરશીપ કરીને કરોડો રૂપીયાનું ફંડ દિલ્હી મોકલવામાં આવ્યું હતું. 

પરંતુ મેમ્બરશીપનો ડેટા આજદિન સુધી ક્યાંય પણ ઉપયોગમાં લેવામાં નથી. આવ્યો તો શું યુથ કોંગ્રેસ (Youth Congress) માં મેમ્બરશીપ માત્રને માત્ર પૈસા ભેગા કરવા માટે આવે છે ?  આમ જોતા તો એવું લાગી રહ્યું છે કે જેની પાસે પૈસા વધારે હોય એ વ્યક્તિ જ ગુજરાત યુથ કોંગ્રેસના પ્રમુખ બની શકે. 

બીજી તરફ લાખોની સંખ્યામાં મેમ્બરશીપ થકી યુવાનો યુથ કોંગ્રેસમાં જોડાયા છે. પરંતુ ગ્રાઉન્ડ ઉપર આમાંથી હજારો લોકો પણ દેખાતા નથી. એટલે સ્પષ્ટ થાય છે કે તમામ સભ્યોની નોંધણી ડમી હોય તેવું પુરવાર થાય છે અને આમ યુથ કોંગ્રેસની ચૂંટણી માત્ર ને માત્ર પૈસા કમાવાનો ખેલ હોય તેવું લાગી રહ્યું છે.

Gujarat ના ૮ મહાનગરોમાં જ રાત્રી કર્ફ્યુ રહેશે, લગ્ન અને અંતિમક્રિયામાં આટલા લોકો આપી શકશે હાજરી

તદુપરાંત પ્રદેશ કોંગ્રેસના નેતાઓ દ્વારા કોરોનાથી મૃત્યુ પામનાર પરિવારની મુલાકાત લઈને સાંત્વના પાઠવવામાં આવી રહી છે જે સારી બાબત છે. પરંતુ ગુજરાત કોંગ્રેસ (Gujarat Congress) ના કાર્યકારી અધ્યક્ષ અને મારા સાથી મિત્ર હાર્દિકભાઈના પિતાનું પણ તાજેતરમાં કોરોનાના કારણે અવસાન થયું છે. ત્યારે આ દુઃખની ઘડીમાં કોંગ્રેસના એક પણ સિનિયર નેતાએ હાર્દિક પટેલના પરિવારને મળવાની તસ્દી પણ લીધી નથી. કોંગ્રેસના નેતાઓને હાર્દિક પટેલના પરિવારને સાંત્વના પાઠવવાનો સમય પણ મળ્યો
 નથી.

Surat Police માસ્કનો દંડ વસૂલવામાં મોખરે, વસૂલ્યા 15 કરોડ 23 લાખ 29000 હજાર રૂપિયા

પ્રદેશના નેતાઓની આ ભેદભાવવાળી એકમાત્ર ઘટના નથી. હાલમાં જ ફેબ્રુઆરી મહિનામાં જિલ્લા પંચાયત અને કોર્પોરેશનની ચૂંટણીમાં પ્રદેશ કોંગ્રેસ સમિતિ તરફથી કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલનો એક પણ કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો ન હતો. ત્યારબાદ વધુમાં કોઈપણ મહત્વના નિર્ણયમાં, મહત્ત્વની મિટિંગમાં અને ગુજરાત કોંગ્રેસનું ડેલિગેશન જ્યારે જ્યારે રાજ્યપાલને મળવા ગયું હોય એવા સમયે પણ હાર્દિક પટેલને આમંત્રિત કરવામાં આવ્યા નથી. 

ત્યારે આ તમામ કારણોથી સ્પષ્ટ દેખાય છે કે કોંગ્રેસમાં મોટા પ્રમાણમાં જૂથબંધી ચાલી રહી છે. કોંગ્રેસની આવી નીતિઓના કારણે હું ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસના પ્રદેશ ઉપાધ્યક્ષ અને ગુજરાત કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદેથી રાજુનામું આપું છું. પરંતુ આવનારા દિવસોમાં ગુજરાતના યુવાનોને મહિલાઓને અને ખેડૂતોને થતા અન્યાયો બાબતે સતત લડતો રહીશ.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube