ઈફકોએ ખાતરના ભાવમાં વધારો કરતા ખેડૂતોમાં નારાજગી, સરકાર પાસે કરી આ માંગ

ખેડૂતોની મુશ્કેલી સતત વધી રહી છે. એક તરફ મોંઘા બિયારણ અને દવાઓથી પરેશાન કિસાનોની વરસાદે પણ ચિંતા વધારી હતી. હવે ઇફકોએ ખાતરના ભાવમાં વધારો કરતા ખેડૂતો ફરી મુશ્કેલીમાં મુકાયા છે. 

Updated By: Oct 18, 2021, 11:18 AM IST
ઈફકોએ ખાતરના ભાવમાં વધારો કરતા ખેડૂતોમાં નારાજગી, સરકાર પાસે કરી આ માંગ

ઝી બ્યૂરો, અમદાવાદઃ મોંઘા બિયારણ, મોંઘી દવાઓ અને અનિયમિત વરસાદથી પરેશાન ખેડૂતોને વધુ એક ઝટકો લાગ્યો છે. હવે ઇફકો દ્વારા ખાતરના ભાવમાં વધારો કર્યો છે. ઇફકો દ્વારા ખાતરના ભાવ વધારો કરાતા ખેડૂતોમાં નારાજગી જોવા મળી છે. દેશમાં રાસાયણિક ખાતર બનાવતી સંસ્થા ઇફકોએ ખાતરમાં ભાવ વધારો કર્યો છે. ખાતરની પ્રતિ બેગ 265 નો વધારો કર્યો છે. આ અગાઉ પ્રતિ બેગ ઇફકોએ NPK 10-26-26 નો ભાવ 1175 રૂપિયા હતો જેનો ભાવ હવે 1440 રૂપિયા થયો, જેમાં 265 રૂપિયાનો વધારો થયો છે.

એ જ રીતે ઇફકોએ NPK 12-32-16 નો ભાવ અગાઉ 1185 રૂપિયા હતો જેનો વધી 1450 રૂપિયા થયો, જેમાં પણ 265 રૂપિયા નો વધારો થયો છે. ભાવ વધારાને લઈને અમરેલી જિલ્લાના ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે. ખેડૂતોની માંગ છે કે ખાતરના ભાવમાં સરકારે ભલે વધારો કર્યો પરંતુ ખેડૂતોને કપાસ અને મગફળીના ભાવ રૂપિયા 2000 કરે અને ટેકાના ભાવે સરકાર કપાસ, મગફળી, ચણા તેમજ અન્ય ખેત જણસો છે તેમાં પૂરતા પ્રમાણમાં સરકાર ભાવ આપે. જો યોગ્ય ભાવ નહિ મળે તો ખેડૂતો કહી રહ્યા છે કે આવનારા દિવસોમાં ખેતી કરવી ખુબજ ખર્ચાળ થઈ જશે. 

આ પણ વાંચોઃ રાજ્યમાં આ વર્ષે 34.44 લાખ ટન મગફળીના ઉત્પાદનનો અંદાજ, આ જિલ્લામાં થશે સૌથી વધુ પાક  

ભાવ વધારો પાછો ખેંચવા ખેડૂતોની માંગ
એકબાજુ મોંઘું ડીઝલ,મોંઘા બિયારણ હોવાથી ખેડૂતો પહેલેથીજ નુકશાન કરીને ખેતી રહ્યા છે અને તેની સામે પોષણસમ ભાવ તો મળતાં જ નથી. એવામાં હવે ખાતરમાં ધરખમ ભાવ વધારો કરી દેતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. એકબાજુ પાણીની મુશ્કેલી પહેલેથી જ હતી હવે ખાતરનો ભાવ વધારો ખેતી છોડાવશે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. જો ખાતરનો ભાવ વધારો પાછો નહિ ખેંચાય તો ખેડૂત પાયમાલ બની જશે અને ખેતી કરશે નહીં. જેથી તાત્કાલિક ખાતરના વધેલા ભાવ પાછા ખેંચવા ખેડૂતો માંગ કરી રહ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube