ગુજરાતી ન્યૂઝGujaratકચ્છમાં સાયરન વગાડીને નાગરિકોને કરાયા એલર્ટ, ડ્રોન હુમલા બાદ કલેક્ટરે કરી આ અપીલ

કચ્છમાં સાયરન વગાડીને નાગરિકોને કરાયા એલર્ટ, ડ્રોન હુમલા બાદ કલેક્ટરે કરી આ અપીલ

Drone Attack In Kutch : ભારતમાં 26 જગ્યાએ પાકિસ્તાને ડ્રોનથી હુમલાનો પ્રયાસ કર્યો... એલર્ટ વચ્ચે ભુજમાં લોકોને એલર્ટ કરતા સાયરન વગાડવામાં આવ્યા છે... તો સાથે જ લોકોને કારણ વગર ઘરની બહાર ન નીકળવા જણાવાયું 

કચ્છમાં સાયરન વગાડીને નાગરિકોને કરાયા એલર્ટ, ડ્રોન હુમલા બાદ કલેક્ટરે કરી આ અપીલ

Kutch News : વહેલી સવારે પાકિસ્તાને ભારતના 26 શહેરો પર ડ્રોન હુમલો કર્યો. જેમાં ગુજરાતના ભુજ પર પણ હુમલા થયાનો રક્ષા મંત્રાલયે ખુલાસો કર્યો. કચ્છમાં તણાવભરી સ્થિતિ વચ્ચે ભુજમાં લોકોને સાયરન વગાડીને એલર્ટ કરાયા છે. તેમજ લોકોને ઘરની બહાર ન નીકળવા અપીલ કરાઈ છે. 

ભારત પાકિસ્તાન વચ્ચે તણાવભરી પરિસ્થિતિમાં ગુજરાતના 15 જિલ્લાઓમાં એલર્ટ જોવા મળ્યું છે. બનાસકાંઠા, પાટણ અને કચ્છ જિલ્લા હાઈઅલર્ટ મોડમાં છે. ત્યારે કચ્છમાં વહેલી સવારે પાકિસ્તાનનું નાપાક કૃત્ય જોવા મળ્યું. કચ્છના સરહદી વિસ્તારોના ગામડાઓ પર ડ્રોન હુમલા કરવામાં આવ્યા હતા. કચ્છના અબડાસા વિસ્તારના નાની ધુફી ગામમાં પાકિસ્તાની ડ્રોન જોવા મળ્યું. 

Add Zee News as a Preferred Source

 

-જિલ્લા વહીવટી તંત્ર, કચ્છ@CMOGuj

 

એર ડિફેન્સ સિસ્ટમ દ્વારા ડ્રોનને હવામાં મારવાનો લાઈવ વીડિયો સામે આવ્યો છે. ભારતીય સેના ડ્રોન હુમલાનો જડબાતોડ જવાબ આપી રહી છે. હાલ આ વિસ્તારમાં ડ્રોનનો કાટમાળ શોધવાના પ્રયાસો ચાલુ છે. તેમજ જ્યાં ડ્રોન હુમલો થયો ત્યાં સમગ્ર વિસ્તારને કોર્ડન કરી દેવાયો છે. ત્યાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. 

 

— Collector & DM, Kachchh (@collectorkut) May 10, 2025

 

તો બીજી તરફ કચ્છમાં હાઈએલર્ટ વચ્ચે ભુજમાં સાયરન વગાડી લોકોને એલર્ટ કરાયા છે. લોકોને ઘરથી બહાર ન નીકળવા અપીલ છે. 

કચ્છ કલેકટરની જીલ્લા લોકોને અપીલ
કચ્છના કલેક્ટર દ્વારા ટ્વિટ કરીને નાગરિકોને એલર્ટ રહેવા જણાવાયું છે. તેમણે કહ્યું કે, તમામ નાગરિકો ઘરની અંદર સુરક્ષિત રહે. બિનજરૂરી ઘરની બહાર નીકળવું નહીં અને કોઈ પણ અફવા પર ધ્યાન આપવું નહીં. ગભરાશો નહીં.

રક્ષા મંત્રાલયે આપી ટ્વિટ
રક્ષા મંત્રાલયે ટ્વિટ કરીને માહિતી આપી કે, પાકિસ્તાન સાથેની આંતરરાષ્ટ્રીય સરહદ અને નિયંત્રણ રેખા પર 26 સ્થળોએ ડ્રોન જોવા મળ્યા છે. આમાં શંકાસ્પદ સશસ્ત્ર ડ્રોનનો સમાવેશ થાય છે. સ્થાનોમાં બારામુલ્લા, શ્રીનગર, અવંતીપોરા, નગરોટા, જમ્મુ, ફિરોઝપુર, પઠાણકોટ, ફાઝિલ્કા, લાલગઢ જટ્ટા, જેસલમેર, બાડમેર, ભુજ, કુઆરબેટ અને લાખી નાલાનો સમાવેશ થાય છે. દુઃખની વાત છે કે, એક સશસ્ત્ર ડ્રોને ફિરોઝપુરમાં એક નાગરિક વિસ્તારને નિશાન બનાવ્યો, જેના પરિણામે એક સ્થાનિક પરિવારના સભ્યો ઘાયલ થયા. ઘાયલોને તબીબી સહાય પૂરી પાડવામાં આવી છે અને સુરક્ષા દળો દ્વારા વિસ્તારને સેનિટાઇઝ કરવામાં આવ્યો છે. ભારતીય સશસ્ત્ર દળો ઉચ્ચ સ્તરની સતર્કતા જાળવી રહ્યા છે, અને આવા તમામ હવાઈ જોખમોને ટ્રેક કરવામાં આવી રહ્યા છે અને કાઉન્ટર-ડ્રોન સિસ્ટમનો ઉપયોગ કરીને કાર્યરત છે. પરિસ્થિતિ પર નજીકથી નજર રાખવામાં આવી રહી છે અને જ્યાં જરૂર પડે ત્યાં તાત્કાલિક પગલાં લેવામાં આવી રહ્યા છે. નાગરિકો, ખાસ કરીને સરહદી વિસ્તારોમાં, ઘરની અંદર રહેવા, બિનજરૂરી હિલચાલ મર્યાદિત કરવા અને સ્થાનિક અધિકારીઓ દ્વારા જારી કરાયેલ સલામતી સૂચનાઓનું કડક પાલન કરવાની સલાહ આપવામાં આવે છે. ગભરાવાની કોઈ જરૂર નથી, પણ વધુ સતર્કતા અને સાવચેતી રાખવી જરૂરી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

About the Author
author img
Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છ

...और पढ़ें

Trending news