પાકિસ્તાની પ્રેમી યુગલ ગેરકાયદેસર સરહદ પાર કરી કચ્છ પહોંચ્યું, પોલીસે શરૂ કરી પૂછપરછ
પાકિસ્તાનથી ભારતની સરહદમાં ગેરકાયદેસર પ્રવેશ કરી કચ્છ પહોંચેલા એક પ્રેમી યુગલની પોલીસે અટકાયત કરી પૂછપરછ શરૂ કરી છે. આ બંનેએ ભારત-પાક સરહદ પરથી ગેરકાયદેસર રીતે કચ્છમાં પ્રવેશ કર્યો હતો.
Trending Photos
)
કચ્છઃ એક પાકિસ્તાની પ્રેમી યુગલ ગેરકાયદેસર સરહદ પાર કરી કચ્છમાં પહોંચ્યું છે. કચ્છના ખડીર બેટના રતનપર ગામના મંદિરની પાસે ભારત-પાકિસ્તાન સરહદ પાર કરી આવેલા પાકિસ્તાની યુવક અને યુવતી ઝડપાયા છે. ગ્રામજનોને જાણ થતાં તેમણે પોલીસને માહિતી આપી હતી. પોલીસે બંનેની અટકાયત કરી તપાસ શરૂ કરી છે.
ગેરકાયદેસર રીતે કચ્છમાં કર્યો પ્રવેશ
પ્રાપ્ત વિગત અનુસાર પાકિસ્તાની એક પ્રેમી કપલે ગેરકાયદેસર રીતે કચ્છમાં પ્રવેશ કર્યો હતો. રતનપર ગામમાં મંદિર પાસે ભારત-પાક સરહદ પાર કરી આ યુવક અને યુવતીએ ભારતમાં પ્રવેશ કર્યો હતો. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે બંને પાકિસ્તાનથી ભારતની સરહદમાં ગેરકાયદેસર પ્રવેશ્યા છે.
પોલીસે હાલ બંનેની પૂછપરછ શરૂ કરી છે. પોલીસ તપાસ બાદ અન્ય ખુલાસા થઈ શકે છે. પ્રાપ્ત માહિતી અનુસાર યુવકનું નામ તોતો ઉર્ફે તારા રણમલ ભીલ, ઉંમર વર્ષ 16 અને યુવતીનું નામ મીના ઉર્ફે પૂજા ભીલ, ઉંમર વર્ષ 15 છે. બંને શિવ મંદિરની પાસે, લસરી, ઇસ્લામકોટ, જિલ્લો થાર પારકર, પાકિસ્તાનથી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે














