એક છત નીચે રહેતી પાટીદાર સમાજની સાસુ-વહુઓનું સન્માન, પરિવારને જોડી રાખવાનું કર્યું કામ

Sasu Vahu Nu Sanman : કુંટુંબને જોડી રાખતા પાટીદાર સમાજની 91 સાસુ-વહુનું સન્માન કરવામાં આવ્યું હતું... ઉત્તર ગુજરાતના પાંચ ગામ લેઉવા પાટીદાર સમાજની અનોખી પહેલ 

 

એક છત નીચે રહેતી પાટીદાર સમાજની સાસુ-વહુઓનું સન્માન, પરિવારને જોડી રાખવાનું કર્યું કામ

Patidar Samaj : પાટીદાર સમાજ સતત નવું કરતો રહે છે. ત્યારે પાંચ ગામ લેઉવા પાટીદાર સમાજે સમાજના એક છત નીચે રહેતા 91 સાસુ-વહુનું સન્માન કર્યું છે. સમાજ માટે આ એક અનોખી કામગીરી છે. જ્યાં સંયુક્ત કુટુંબની પ્રથાને જાળવી રાખતી મહિલાઓનું સન્માન કરાય છે. 

ઉત્તર ગુજરાતના પાંચ ગામ લેઉવા પાટીદાર સમાજના વિદેશમાં રહેતા બાળકોના વાલીઓના બનેલા એબ્રોડ 5LP પેરેન્ટ ફાઉન્ડેશન દ્વારા ભાન્ડુ ખાતે કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમાં 10 વર્ષથી વધુ સમયથી એક જ છત નીચે રહેતી સાસુ-વહુનું સન્માન કરાયું. આ સાસુ-વહુનું સન્માન એટલા માટે કરાયું, જેઓએ સંયુક્ત કુટુંબ અને સમાજ કેળવણીની ભાવના પરિવારમાં જાળવી રાખી છે. 

સમાજની કુલ 91 સાસુ-વહુનું હાર-તિલક તથા સન્માન પત્રથી સન્માન કરાયુ. આ ઉપરાંત સમાજ માટે કામ કરીને પોતાનું યોગદાન આપતા 41 સામાજિક આગેવાનોનું સમાજરત્ન પુરસ્કાર આપીને સન્માન કરાયું હતું. 

 5LP પેરેન્ટ ફાઉન્ડેશન શું છે 
પાંચ ગામ લેઉવા પટેલ સમાજમાં સંડેર, મણુંદ, બાલીસણા, વાલમ અને ભાન્ડુ આવે છે. આ ગામોના રહેવાસી લોકોના સંતાનો વિદેશમાં રહેતા હોય કે વિદેશમાં સ્થાયી થયા હોય, તેમને પડતી મુશ્કેલીઓના નિવારણ માટે તથા તેમને મદદરૂપ થવા માટે  5LP પેરેન્ટ ફાઉન્ડેશનની સ્થાપના કરવામાં આવી હતી. આ ફાઉન્ડેશન પાટીદાર સમાજ માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરે છે. આ ફાઉન્ડેશન જરૂરિયાતમંદ પરિવારોને મદદ, સામાજિક, શૈક્ષણિક, આર્થિક રીતે મદદ, સામાજિક ઉત્થાનના કામ કરે છે. આ ઉપરાંત પરણવા ઈચ્છતા યુવક યુવતીઓ માટે વૈવાહિક યાદી વિમોચન કરવાનું પણ કામ કરે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news