"જગતના તાતને, જીવવા દેજો", ધાનાણીએ કહ્યું 'સરકારી ભીખ નહીં જોઈએ, ખેડૂતને કપાસમાં વીઘે 18 હજારનો ખર્ચ'

Paresh Dhanani: પુર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીની અપીલ. સોશિયલ મિડિયા પ્લેટફોર્મ એક્સ પર મુક્યો ખેતીનો હિસાબ. ખેડૂતોને પુરતુ વળતર આપવા કરી માંગ. ખેતીમાં બિયારણ દવા ખાતર અને મજુરી સહિત કેટલે ખર્ચે થાય છે તે કહ્યું. ખર્ચ પ્રમાણે કેટલો ભાવ મળવો જોઇએ તે પણ ઉલ્લેખ

"જગતના તાતને, જીવવા દેજો", ધાનાણીએ કહ્યું 'સરકારી ભીખ નહીં જોઈએ, ખેડૂતને કપાસમાં વીઘે 18 હજારનો ખર્ચ'

Paresh Dhanani: પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' (ટ્વિટર) પર ખેડૂતોની વેદનાને વાચા આપતો એક ખેતીનો હિસાબ રજૂ કર્યો છે. તેમણે કમોસમી માવઠાના કારણે થયેલા પાક નુકસાનનો વિગતવાર હિસાબ મૂકીને સરકારને સવાલ કર્યો છે કે ખેડૂતોને તેમના નુકસાનનું પૂરતું વળતર મળવું જોઈએ કે માત્ર નજીવી સરકારી સહાય? પરેશ ધાનાણીએ ખેતીમાં બિયારણ, દવા, ખાતર અને મજૂરી સહિતના ખર્ચાઓનો ઉલ્લેખ કરીને ખેડૂતોને ખર્ચ પ્રમાણે કેટલો ભાવ મળવો જોઈએ તે દર્શાવ્યું છે.

Add Zee News as a Preferred Source

કપાસની ખેતીનો વિઘા દીઠ હિસાબ
ધાનાણીએ ખેતીવાડી ખાતાની સલાહ, કૃષિ તજજ્ઞોના અભિપ્રાય અને ખેડૂતોની કોઠાસૂઝથી તૈયાર કરેલા પ્રાથમિક અંદાજો રજૂ કર્યા છે, જે નીચે મુજબ છે. ખરીફ -2025 ની મોસમ દરમિયાન વાવેતર કરેલ કપાસનો વિઘા દીઠ ઓછામાં ઓછો અંદાજિત ઉત્પાદન ખર્ચ 18,370/, પ્રાથમિક ઉતારાના અંદાજો મુજબ વિઘા દીઠ સરેરાશ 20 મણ ઉપજની ટેકાના ભાવે કિંમત 31,640/. આ ગણતરી મુજબ કમોસમી માવઠાની મોકાણથી સરેરાશ ખેડૂતોને કુલ મળીને અંદાજિત 50,010/- જેટલું પાક નુકસાન થયું હોવાનો અંદાજ છે.

ખેતીવાડી ખાતાની સલાહ, કૃષી તજજ્ઞોના
અભિપ્રાય તેમજ ખેડૂતોની કોઠા સૂઝથી
કાઢેલા પ્રાથમીક અંદાજો મુજબ..,

ખરીફ -2025 ની મોસમ દરમિયાન વાવેતર
કરેલી કપાસનો વિઘા દીઠ ઓછામાં ઓછો
અંદાજીત ઉત્પાદન ખર્ચ રુ. 18370/- તથા
પ્રાથમીક ઉતારાના અંદાજો મુજબ વિઘા દીઠ
સરેરાશ… pic.twitter.com/ivKDl45L5D

— Paresh Dhanani (@paresh_dhanani) November 3, 2025

ધાનાણીનો આક્રોશપૂર્ણ સવાલ
ખેતીના આ તમામ ખર્ચ અને નુકસાનનો આંકડો રજૂ કર્યા પછી, પૂર્વ નેતા વિપક્ષે સરકારને સીધો સવાલ પૂછ્યો છે. "હવે તમે જ કહો કે ખેડૂતોને વિઘા દીઠ નુકસાનીનું અધિકારીક વળતર મળવું જોઈએ કે પછી માત્ર 8000/-ની સરકારી ભીખ..?" પરેશ ધાનાણીની આ અપીલ અને હિસાબ સ્પષ્ટ દર્શાવે છે કે ખેડૂતોને તેમના ઉત્પાદન ખર્ચ અને નુકસાનના પ્રમાણમાં પૂરતું અને સન્માનજનક વળતર મળવું જોઈએ, જેથી જગતનો તાત આ કપરા સંજોગોમાં પણ જીવી શકે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

About the Author
author img
Kinjal Patel

કિંજલકુમાર પટેલ, ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર તરીકે કાર્યરત છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. કારકિર્દીની શરૂઆતથી ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતની રાજનીતિ, ગુજર

...और पढ़ें

Trending news