ખેતરમાં લઈ જઈને વિધર્મી વકીલે MSUની વિદ્યાર્થિની સાથે બાંધ્યા સંબંધ, પછી આ સિલસિલો થયો રોજ, આખરે કંટાળીને...

પાદરા તાલુકાનો ચકચારી બનાવ: પોલીસ સ્ટેશન બહાર હિંદુ સંગઠનો ઊમટ્યાં. MSUની વિદ્યાર્થિનીને બ્લેક મેઈલિંગ કરીને દુષ્કર્મ ગુજારનાર પાદરાના વકીલની ધરપકડ. એડવોકેટ કાસમ ચૌહાણ બે વર્ષ પહેલાં પોતાના ઘરે ટ્યૂશન ક્લાસ ચલાવતો હતો : ધો.૧૧ અને ૧૨માં વિદ્યાર્થિની તેના ઘરે ભણવા જતી હતી.

ખેતરમાં લઈ જઈને વિધર્મી વકીલે MSUની વિદ્યાર્થિની સાથે બાંધ્યા સંબંધ, પછી આ સિલસિલો થયો રોજ, આખરે કંટાળીને...

ઝી બ્યુરો/વડોદરા: આજકાલ લવજેહાદના અનેક કેસ સામે આવી રહ્યા છે, ત્યારે વડોદરામાં એમ એસ યુનિ.ની વિધાર્થીનીને બ્લેકમેઇલ કરીને વિધર્મી વકીલે દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે.  પીડિત વિધાર્થીની વિધર્મી વકીલના ઘરે ટ્યુશન ક્લાસમાં ભણવા જતી હતી. જ્યાં વિધર્મી એડવોકેટ કાસમ ચૌહાણે વિદ્યાર્થિનીનો ફોટો પાડી બ્લેક મેઇલિંગ કરી હતી. ત્યારબાદ વિધાર્થીનીને ધમકી આપી વિધર્મી કાસમ ચૌહાણ તેણે અવાર નવાર ફરવા લઈ જતો હતો અને વિધાર્થીનીને અવાવરુ જગ્યાએ ખેતરમાં લઈ જઈ વિધર્મી કાસમ ચૌહાણે દુષ્કર્મ આચર્યું હતું.

પોલીસ સ્ટેશન પર હિન્દુ સંગઠનોનું મોટી સંખ્યામાં ટોળું ભેગું થયું
વિધર્મી એડવોકેટ કાસમે વિધાર્થીને ધમકી આપી હતી કે , 'તું મારી સાથે રિલેશન નહીં રાખે તો તારા ફોટો વાયરલ કરી દઈશ' આ ધમકીના કારણે વિદ્યાર્થીની ડરી ગઈ હતી. આ તકનો લાભ ઉઠાવીને વિધાર્થીની પર વિધર્મી કાસમે એક બે વાર નહીં, અનેક વખત દુષ્કર્મ આચર્યું હોવાની વાત સામે આવી છે. આ ઘટનામાં પોલીસ ફરિયાદ નોંધાતા અટલાદરા પોલીસે એડવોકેટ કાસમ ચૌહાણ સામે દુષ્કર્મની ફરિયાદ દાખલ કરીને ધરપકડ કરી હતી. ત્યારબાદ અટલાદરા પોલીસ સ્ટેશન પર હિન્દુ સંગઠનોનું મોટી સંખ્યામાં ટોળું ભેગું થયું હતું. 

કોણ છે ભોગ બનનાર યુવતી?
આ ઘટના વિગતવાર જાણીએ તો વડોદરામાં એમ એસ યુનિ.માં બી કોમ ફર્સ્ટ ઈયરમાં ભણતી પાદરાની 19 વર્ષીય વિદ્યાર્થિનીને બ્લેક મેઈલ કરીને અનેક વખત દુષ્કર્મ ગુજારનાર 28 વર્ષીય એડવોકેટની અટલાદરા પોલીસે ધરપકડ કરી છે. એ.સી.પી. અશોક રાઠવાએ મંગળવારે સાંજે પ્રેસ કોન્ફરન્સ યોજીને આરોપી એડવોકેટ કાસમની ધરપકડ અંગેની વિગતો જાહેર કરી હતી. આ કિસ્સામાં ભોગ બનનાર યુવતી 19 વર્ષની છે અને પાદરા તાલુકામાં રહે છે અને હાલમાં એમ.એસ. યુનિવર્સિટીના ફર્સ્ટ ઈયરમાં સેકન્ડ સેમિસ્ટરમાં ભણે છે. 

અગાઉ પડાવેલા ફોટા વાઈરલ કરવાની આપી ધમકી 
ભોગ બનનાર યુવતી ધો.11-12માં ભણતી હતી ત્યારે આરોપી કાસમ સલીમભાઈ ચૌહાણ (રહે,અંબાસક્રી, રણુ રોડ, પાદરા) તેના ઘરે ટ્યુશન ક્લાસ ચલાવતો હતો. પીડિતા સાંજે 5 થી 6 સુધી આરોપીના ઘરે ટ્યુશન ક્લાસ માટે જતી હતી. બે વર્ષ સુધી ટ્યુશન ક્લાસ કર્યા હતા. ધો. 12 પાસ કર્યા પછી પણ બંન્ને જણાં ટેલિફોનથી એક બીજા સાથે સંપર્કમાં રહેતા હતા. આજથી લગભગ 6 મહિના પહેલાં કાસમે ભોગ બનનારને ફોન કર્યો હતો અને આપણે ફરવા જઈએ તેમ જમાવ્યુ હતું અને બાઈક પર બન્ને જણા ફરવા ગયા હતા. જયાં અવાવરુ જગ્યામાં લઈ જઈને તેને ધમકી આપી હતી કે આપણે અગાઉ પડાવેલા ફોટા વાઈરલ કરી દઈશ.

અનેક વખત શરીર સબંધ બાંધ્યો
જો તુ મારી સાથે રિલેશન નહિં રાખે તો આ ફોટો વાઈરલ કરીશ તેવી ધમકી આપી હવસખોર કાસમે દુષ્કર્મ આચર્યુ હતુ. ત્યાર પછી પણ અનેક વખત શરીર સબંધ બાંધ્યો હતો. આરોપી કાસમ સલીમ ચૌહાણ (ઉ.વ.૨૮) હાલમા એડવોકેટ છે અને વકીલાત કરે છે. પીડિતાએ આ મામલે અટલાદરા પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. જે સંદર્ભમાં આરોપી એડવોકેટ કાસમ ચૌહાણની ધરપકડ કરીને પૂછપરછ શરુ કરવામાં આવી છે,

વકીલે પ્રેગ્નેન્સી ટેસ્ટ કિટ આપી 
ગત જાન્યુઆરી પછી પીડિતાને માસિક ધર્મ નહિં આવતાં આરોપીએ પ્રેગ્નન્સી કિટ લાવી આપીને ટેસ્ટ કરવા જણાવ્યું હતું. આ દરમિયાનમાં ઘરે માતાને પણ પ્રેગ્નન્સી અંગે જાણ થઈ હતી. આરોપી દ્વારા બ્લેક મેઈલિંગ કરીને ગુજારવામાં આવેલા દુષ્કર્મ અંગે જાણ કરી હતી.આ ઘટનાના સમગ્ર પાદરા તાલુકામાં ઘેરા પ્રત્યાઘાત પડયાં હતાં. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news