ખેડૂત બન્યો લાચાર! રવિ પાકમાં મહેનત કરી, ને હવે લાંબી લાઈનમાં ઉભા રહીને પણ માત્ર 3 થેલી ખાતર મળે છે
Fertilizer Shortage In Gujarat : પાટણમાં પૂરતા પ્રમાણમાં યુરિયા ખાતર ના મળતા ખેડૂતોને હાલાકી પડી. પાટણ જિલ્લામાં ખેડૂતોએ મોટા ખર્ચાઓ કરી વાવેતર કર્યું છે, પરંતું હવે પૂરતા પ્રમાણમાં યુરિયા ખાતર ના મળતા ખેડૂતો રોષે ભરાયા
Trending Photos
)
Patan News પ્રેમલ ત્રિવેદી/પાટણ : પાટણ જિલ્લામાં ખેડૂતોએ મોટા ખર્ચાઓ કરી શિયાળુ પાક વાવેતર કર્યું છે. પણ પૂરતા પ્રમાણમાં ખાતર ન મળતા ખેડૂતો ને ભારે હાલાકી ભોગવવી પડે છે. પાટણ માર્કેટ યાર્ડ ખાતે આવેલ ગુજકોમાસોલ ખાતર ડેપો અને પ્રધાન મંત્રી કિસાન સમૃદ્ધિ ખાતર ડેપો ખાતે યુરિયા ખાતર લેવા માટે ખેડૂતોની લાબી લાબી કતારો જોવા મળી રહી છે. પરંતું એક ખેડૂતને માત્ર બે થી ત્રણ થેલી યુરિયા ખાતર આપવામાં આવતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
- ગુજકો માસોલ ડેપો અને પ્રધાનમંત્રી કિસાન સમૃદ્ધિ કેન્દ્ર ખાતે ખેડૂતોની લાંબી લાંબી કતારો
- એક ખેડૂતને માત્ર બે કે ત્રણ યુરીયા ખાતરની થેલી મળતા ખેડૂતોમાં અસંતોષ
- પૂરતા પ્રમાણમાં યુરિયા ખાતર ના મળે તો વાવેતર માં મોટું નુકસાન થવાની ભીતિ
પાટણ જિલ્લાના ખેડૂતોએ ચોમાસું પૂર્ણતા તરફ જઈ રહ્યું છે, ત્યારે ખેડૂતોએ મોંઘા ભાવની ખેડ, બિયારણ અને કાળી મજૂરી કરી પાક વાવેતર કર્યું. પણ હાલ પાકને તાતી જરૂરિયાત ખાતરની ઉભી થઈ છે. ત્યારે પાટણ નવા ગંજ માર્કેટ યાર્ડમાં આવેલ ગુજકોમાસોલ ડેપો અને પ્રધાનમંત્રી કિસાન સમૃદ્ધિ ડેપો ખાતે યુરિયા ખાતર મેળવવા માટે ખેડૂતોની લાંબી લાંબી કતારો જોવા મળી રહી છે. છતાં પણ પૂરતા પ્રમાણમાં ખાતર ન મળતા ખેડૂતોની હાલત કફોડી બનવા પામી છે.
હાલ પાટણ જિલ્લાના ખેડૂતોએ એરંડા, કપાસ, સહિતના પાકોનું મોટા પ્રમાણમાં વાવેતર કર્યું છે. પણ પૂરતા પ્રમાણમાં ખાતર ન મળતા ખેડૂતોનો પાક મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. ખાતર મેળવવા માટે ખેડૂતોને ખેતીની કામગીરી પડતી મૂકી ખાતર માટે લાઈનમાં ઉભા રહેવાની ફરજ પડી રહી છે. તેમાં પણ પૂરતા પ્રમાણમાં ખાતર ન મળવાને લઈ ખેડૂતોમાં રોષ જોવા મળ્યો છે.
ખાતરની અછત વિશે ઈન્ચાર્જ ડેપો મેનેજર ભાવિન પટેલે જણાવ્યું કે, જે પ્રમાણે ખાતરની ગાડીઓ આવે છે તે પ્રમાણે ખેડૂતોની ત્રણ થેલી ખાતર આપવામાં આવે છે. પરંતુ જિલ્લામાં તમાકુનું વાવેતર મોટા પ્રમાણમાં હોઈ ખાતરની માંગ વધુ રહે છે. માટે ખાતરની અછત રહે છે.
પાટણ જિલ્લામાં આ મહિનામાં 10 હજાર મેટ્રિક્સ ટનનો સ્ટોક જિલ્લાના વિવિધ ડેપોમાં ઉપલબ્ધ છે. પણ આગોતરા આયોજનમાં તમાકુનું વાવેતર વધુ થવાનું હોઈ ખેડૂતો અત્યારે ખાતરનો સંગ્રહ કરતા હોય તેવું તેવું લાગી રહ્યું છે, હાલ રવિ સીઝનમાં ખાતરની જરૂર હોતી નથી તેવું નાયબ ખેતી નિયામક એ.આર. ગામીએ ઝી 24 કલાકને જણાવ્યું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે














