Patidar Vs Kshatriya : અલ્પેશ કથીરિયા, ગણેશ ગોંડલ વચ્ચે સોશિયલ મીડિયા વોર.. અલ્પેશ કથીરિયાના ગોંડલ પ્રવાસના પોસ્ટ બાદ ગણેશ ગોંડલનો જવાબ.. લખ્યું, જાતિવાદી માનસિકતા ધરાવતા લોકોનું સ્વાગત કરવા તૈયાર..

Ganesh Gondal Challenge : રાજકોટના ગોંડલમાં અલ્પેશ કથીરિયા અને ગણેશ જાડેજાની પોસ્ટ વાયરલ થઈ છે. ‘27 એપ્રિલે અલ્પેશ કથીરિયા ગોંડલ આવશે’ તેવી પોસ્ટ વાયરલ થઈ છે. ગોંડલને બદનામ કરનાર લોકોનું સ્વાગત કરવા તૈયાર તેવી ગણેશ જાડેજાની પોસ્ટ વાયરલ થઈ છે. બંનેના સમર્થકોએ પણ સામસામે પોસ્ટ કરી છે.
ગોંડલનું રાજકારણ ગરમાયું
ગોંડલમાં ફરીથી રાજકારણ ગરમાયું છે. ગણેશ ગોંડલ અને ગુજરાતના પાટીદાર નેતાઓ વચ્ચે શાબ્દિક વોર ચાલી રહ્યો છે. આવામાં અલ્પેશ કથીરિયા અને ગણેશ જાડેજાની પોસ્ટ વાયરલ થઈ છે. 27 એપ્રિલે અલ્પેશ કથીરિયા ગોંડલ આવશે તેવી પોસ્ટ વાયરલ થઈ છે. તો જ્યારે ગોંડલને બદનામ કરનાર તેમજ જાતિવાદી માનસિકતા ધરાવતા લોકોનું સ્વાગત કરવા ગોંડલ તૈયાર તેવી ગણેશ જાડેજાની પોસ્ટ પણ વાયરલ થઈ છે.
ગણેશ ગોંડલનું શક્તિ પ્રદર્શન
ત્રણ દિવસ પહેલા ગોંડલના સુલતાનપુર ગામે ગણેશ જાડેજાનું શક્તિ પ્રદર્શન યોજાયું હતું. સુલતાનપુર ગામે જયરાજસિંહ જાડેજા અને ગણેશ જાડેજાના સમર્થનમાં જનાક્રોશ સભાનું આયોજન કરવામા આવ્યું હતું. તો પાટીદાર આગેવાનો દ્વારા ગણેશ જાડેજા અને જયરાજસિંહ જાડેજાને સમર્થન જાહેર કરવામાં આવ્યું હતું. આ શક્તિ પ્રદર્શનમાં ગણેશ જાડેજાએ અલ્પેશ કથીરિયા, મેહુલ બોઘરા અને જિગીષા પટેલ પર આકરા પ્રહારો કર્યા હતા.
ગણેશ જાડેજાનું નિવેદન
ગણેશ જાડેજાએ અલ્પેશ કથીરિયા, મેહુલ બોઘરા અને જિગીષા પટેલને આડે હાથ લીધા હતા. ગણેશ જાડેજાએ કહ્યું હતું કે, સુરતમાં બેસેલા ક્રાંતિકારી કીડાઓ સુધી આ વાત પહોંચવી જોઈએ. તેણે અલ્પેશ કથીરિયાનું નામ લઈને કહ્યું હતું કે, તારા પર 14-14 પાટીદાર દીકરાઓના મૃત્યુનું પાપ છે, પહેલા એ ધો પછી ગોંડલ આવજે. ગણેશની ગાડી અડધી રાત્રે ગોંડલ તાલુકામાં જોવા મળશે,માં નું ધાવણ પીધું હોય તો આવી જજો મેદાનમાં.
ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા સુરતમાં ગણેશ જાડેજા અને જયરાજસિંહ જાડેજા વિરુદ્ધમાં સુરતમાં એક સભા મળી હતી. જેમાં મેહુલ બોઘરા, અલ્પેશ કથીરિયા અને જીગીશા પટેલે જયરાજસિંહ જાડેજા અને ગણેશ જાડેજા પર ગુંડાગીરીના આક્ષેપો કર્યા હતા.
થોડા સમય પહેલા ગોંડલમાં ક્ષત્રિય અને પાટીદાર સમાજના દીકરાનો વિવાદ થયો ત્યારથી અલ્પેશ કથીરિયા, મેહુલ બોઘરા અને જિગીષા પટેલ સતત ગણેશ જાડેજા અને જયરાજસિંહ જાડેજા વિરુદ્ધમાં મીડિયામાં નિવેદનો આપી રહ્યા છે. ત્યારે પહેલી વાર ગણેશ જાડેજા દ્વારા આ અંગે પ્રતિક્રિયા આપવામાં આવી હતી.
ગણેશ જાડેજાના પડકારને અલ્પેશ કથીરિયાએ ઝીલી લીધો છે. અલ્પેશ કથીરિયાએ ગણેશ જાડેજાની પડકાર ઝીલતા 27 એપ્રિલે ગોંડલ આવવાનું આહવાન કર્યું છે. 27 તારીખે અલ્પેશ કથીરિયા, મેહુલ બોધરા, જિગીશા પટેલે ભવ્ય રેલીનુ આયોજન કરાયું છે.