ઈતિહાસ રચશે પાટીદારો! પહેલીવાર સાત સમુદ્ર પાર યોજાશે ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ, એવું આયોજન કરશે આખી દુનિયા જોતી રહી જશે

Global Patidar Business Summit : 2026ની ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ અમેરિકામાં થશે... ઓગસ્ટ મહિનાના પહેલા સપ્તાહમાં કરાશે આયોજન... PM મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રંપને અપાશે આમંત્રણ... મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને સમિટ માટે આમંત્રણ અપાશે

ઈતિહાસ રચશે પાટીદારો! પહેલીવાર સાત સમુદ્ર પાર યોજાશે ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ, એવું આયોજન કરશે આખી દુનિયા જોતી રહી જશે

Patidar Samaj ગૌરવ પટેલ/અમદાવાદ: પાટીદાર સમાજ હંમેશા કંઈક નવું કરવામાં માને છે. અત્યાર સુધી આ સમાજે કંઈક નવું કરીને બતાવ્યુ છે. સાત સમુદ્ર પાર વસવાટ કરી ગયેલા પાટીદારો હવે કંઈક નવું કરવા જઈ રહ્યાં છે, જેથી વિશ્વભરમાં પાટીદારોનું નામ ગુંજતુ થશે. પહેલીવાર વર્ષ 2026ની ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ અમેરિકામાં યોજવાની જાહેરાત કરવામાં આવી છે. ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટમાં પહેલીવાર ઈતિહાસ રચાશે તેવું ભવ્ય આયોજન થવા જઈ રહ્યું છે. 

ક્યાં યોજાશે પાટીદાર બિઝનેસ સમિટ
વર્ષ 2026 માં ઓગસ્ટ મહિનાના પ્રથમ સપ્તાહમાં ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ યોજાશે. જેમાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ, ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને આમંત્રણ આપવામાં આવશે. ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ માટે અમેરીકાના ફ્લોરીડાની ખાતે થશે. પાટીદાર બિઝનેસ સમિટ-2026 માટે ઓર્લાન્ડોની પસંદગી કરાઈ છે. 

આ વિશે માહિતી આપતા સરદાર ધામના પ્રમુખ ગગજી સુતરીયાએ જણાવ્યું કે, 2026 ની ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટમાં ડિફેન્સ સેક્ટરને પ્રાધાન્ય અપાશે. અમેરિકા ખાતે યોજાનાર 2026ની ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટમા ભારતમાંથી નિકાસ થતી વસ્તુઓના સ્ટોલ લગાવવામાં આવશે. એન્જિનિયરિંગ, ફૂડ, કેમિકલ સેક્ટરને પણ સ્થાન અપાશે. અલગ અલગ સેક્ટર માટે કુલ 10 ડોમ બનાવાશે. સમિટમાં એગ્રીકલ્ચર ડોમની જગ્યાએ રેડી ટુ ઇટ ડોમને સ્થાન અપાશે. 
અમેરિકામાં યોજાનારી સમિટનું ફોક્સ બીટુબી (બિઝનેસ ટુ બિઝનેસ) બીટુસી (બિઝનેસ ટુ કન્ઝ્યુમર) રહેશે.

2026ની ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ માટે સરદાર ધામની ટીમે અમેરિકામાં અત્યારથી જ કામ શરૂ કરી દીધું છે. બે દિવસની સમીટ માટે 1500 થી 2000 સ્ટોલની સરદારધામને આશા છે. આ સમિટમા ઈન્ટરનેશનલ સ્તરે નામાંકિક હસ્તીઓ આવવાની સરદાર ધામમે આશા છે. અમેરિકામાં રહેતા અને મોટેલ, રેસ્ટોરન્ટ, ગ્રોસરી સાથે સંકળાયેલા લોકો આ સમિટમાં વધુ ભાગ લેશે તેવી સરદારધામને આશા છે. 

સરદાર ધામના પ્રમુખે કહ્યું કે, અમે વિશ્વને આ સમિટ થકી કનેક્ટ કરવા માંગીએ છીએ. ખાસ કરીને યુરોપ, અમેરિકા, કેનેડા, આફ્રિકન દેશો આ બધાને કનેક્ટ કરવા માંગીએ છીએ. જેથી ગ્લોબલ બિઝનેસનું ટાઇઅપ થાય. ઇન્ડિયન વેપારીઓને ગ્લોબલનું પ્લેટફોર્મ મળે તેવી સમિટની અમે રચના કરી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news