ભાવનગર : બાળકને જન્મ આપ્યા બાદ મહિલાઓ લોબીમાં રહેવા મજબુર

હોસ્પિટલમાં જગ્યા નહી હોવાનાં કારણે માતા નવજાત બાળકને ત્યજી લોબીમાં રહેવા મજબુર

ભાવનગર : બાળકને જન્મ આપ્યા બાદ મહિલાઓ લોબીમાં રહેવા મજબુર

ભાવનગર : ભાવનગરની સર ટી હોસ્પિટલ અવાર નવાર વિવાદોનાં કારણે ચર્ચામાં રહેતી હોય છે. સરટી હોસ્પિટલમાં નિયોનેટલ ઇન્ટેન્સિવ કેર યુનિટમાં આવતા દર્દીઓ કરતા રૂમ અને બેડ ઓછા હોવાની ફરિયાદ થતી રહી છે. હાલ પરિસ્થિતી એટલી કથળી છે કે દર્દીઓને બહારની લોબીમાં રાખવાની તંત્રને ફરજ પડી છે. 

દર્દીઓને જ જ્યારે લોબીમાં રાખવામાં આવી રહ્યા છે ત્યારે તેમનાં સગાઓ તો બહાર ખુલ્લામાં નિરાશ્ચિતોની જેમ રહેવું પડે છે. લોકોની પ્રબળ માંગ છે કે હોસ્પિટલનું વિસ્તરણ કરવામાં આવવું જોઇએ. હોસ્પિટલનાં નિયોનેટલ ઇન્ટેન્સિવ કેર યુનિટમાં નવજાત બાળકોને અંદરનાં ભાગે રાખવામાં આવે છે. જો કે જગ્યાનાં અબાવે કેટલીક વાર બાળકને જન્મ આપનાર મહિલાને બહાર લોબીમાં રાખવાની ફરજ પડે છે. 

ઉપરાંત દર્દીનાં સગાઓએ બહાર ખુલ્લામાં રહેવું પડે છે. રેનબસેરામાં અંદર ખુબ જ ગંદકી હોવા ઉપરાંત કોઇ સ્વચ્છતા પણ નહી રખાતી હોવાનાં કારણે બહાર રહેવાની ફરજ પડી છે. જેનાં પગલે દર્દીઓ દ્વારા વિભાગનાં વિસ્તરણની લાંબા સમયથી માંગ છે. જો કે નઘરોળ તંત્રનાં કાને હજી સુધી આ વાત પહોંચી હોય તેવું નથી લાગી રહ્યું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news