`પવન` નામનું નવું વાવાઝોડું સક્રિય, સોમાલિયાથી ગુજરાત તરફ આવી રહ્યું છે
દક્ષિણપશ્ચિમ અરબી સમુદ્રમાં(Southwest Arabian Sea) સોમાલિયા(Somalia) નજીક `પવન`(Pavan) નામનું એક નવું વાવાઝોડું(Cyclonic System) સક્રિય થયું છે. હાલ તેની ઝડપ 10 કિમી પ્રતિ કલાકની છે અને છેલ્લા 6 કલાકથી તે એક જ જગ્યાએ સ્થિર છે. આગામી 24 કલાકમાં આ વાવાઝોડું સોમાલિયાના સમુદ્ર કિનારે ડીપ ડિપ્રેશનમાં ફેરવાય તેવી સંભાવના છે. એટલે કે, પવન વાવાઝોડાની ગુજરાત પર આગામી દિવસોમાં કોઈ અસર થશે નહીં.
અર્પણ કાયદાવાલા/અમદાવાદઃ દક્ષિણપશ્ચિમ અરબી સમુદ્રમાં(Southwest arabian sea) લો પ્રેશર સિસ્ટમ યથાવત રહેવાના કારણે ગુજરાતના(Gujarat) વાતાવરણમાં પલટો આવ્યો છે. રાજ્યના મોટાભાગના શહેરોમાં શુક્રવારે વાદળિયું વાતાવરણ સર્જાયું છે. વાદળછાયા વાતાવરણના કારણે મોટાભાગના શહેરોમાં ઠંડીનો પણ ચમકારો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં લઘુત્તમ તાપમાન(Lowest Temprature) નીચું ગયું છે અને ડીસામાં 18.2 ડીગ્રી, નલીયામાં 20.8 ડીગ્રી તાપમાન નોંધાયું છે. હવામાન વિભાગે (Indian Metrological Department) સૌરાષ્ટ્રના(Saurashtra) દરિયાકાંઠે હળવા વરસાદની આગાહી કરી છે.
સોમાલિયામાં વાવાઝોડું 'પવન' સક્રિય
દક્ષિણપશ્ચિમ અરબી સમુદ્રમાં(Southwest Arabian Sea) સોમાલિયા(Somalia) નજીક 'પવન'(Pavan) નામનું એક નવું વાવાઝોડું(Cyclonic System) સક્રિય થયું છે. હાલ તેની ઝડપ 10 કિમી પ્રતિ કલાકની છે અને છેલ્લા 6 કલાકથી તે એક જ જગ્યાએ સ્થિર છે. દક્ષિણ પશ્ચિમ અરબી સમુદ્રમાં તે યમનના સોકોતરા અને સોમાલિયાના બોસાસો વચ્ચે સક્રિય થયું છે. આગામી 12 કલાકમાં આ વાવાઝોડું તીવ્ર બનશે પરંતુ ત્યાર પછી તેની તીવ્રતા ઘટતી જશે.
ડોલર કરતાં પણ મોંઘી બનેલી ડુંગળી મામલે સારા સમાચાર...ગોંડલ માર્કેટયાર્ડમાં ડુંગળીની બમ્પર આવક
આગામી 24 કલાકમાં આ વાવાઝોડું સોમાલિયાના સમુદ્ર કિનારે ડીપ ડિપ્રેશનમાં ફેરવાય તેવી સંભાવના છે. જેના કારણે 55થી 65 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના છે. જોકે, પવન વાવાઝોડાની ગુજરાત પર આગામી દિવસોમાં કોઈ અસર થશે નહીં.
હવામાન ખાતાની આગાહી
- પવન વાવાઝોડાના કારણે ભારતમાં ક્યાંય પણ વરસાદ પડવાની સંભાવના નથી.
- દક્ષિણપશ્ચિમ અરબી સમુદ્ર અને સોમાલિયાના સમુદ્ર કિનારે 65-75 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાવાની સંભાવના છે.
- દક્ષિણપશ્ચિમ અરબી સમુદ્રમાં આગામી 12 કલાકમાં ઊંચા મોજા ઉછળવાની સંભાવના છે.
- આથી, માછીમારીઓને આગામી 36 કલાક સુધી દક્ષિણપશ્ચિમ અરબી સમુદ્ર અને સોમાલિયા તરફનો દરિયો ન ખેડવા સુચના અપાઈ છે.
હૈદરાબાદના તમામ આરોપીઓનું એન્કાઉન્ટર... જુઓ વીડિયો...
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube