ઝી બ્યુરો/બનાસકાંઠા: બનાસકાંઠા જિલ્લાનું દાંતા તાલુકો મહત્તમ આદિવાસી વિસ્તાર છે ને હાલમાં દાતા તાલુકામાં એ ઇ કેવાયસી ને લઇ રાશનકાર્ડ ધારકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે ઇ કે વાઈસી સેન્ટર ઉપર વહેલી સવારથી લોકોની લાંબી કતારો જોવા મળે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Weekly Horoscope: કર્ક અને મિથુન રાશિના જાતકો માટે આ અઠવાડિયું ભાગ્યશાળી


અહી અંતરિયાળ વિસ્તારમાંથી આદિવાસી લોકો પોતાની રોજગારી છોડીને પણઇ કેવાયસી માટે અંબાજી ગ્રામ પંચાયત કચેરી પહોંચે છે જ્યાં લાંબી કતારોમાં સમયસર નંબર ના આવતા તેમને રોજગારી ખોવાનો પણ વારો આવે છે એટલું જ નહીં એક તરફ લાંબી લાઈનો તો બીજી તરફ સર્વર ડાઉન નો પ્રોબ્લેમ આ રાશન કાર્ડ ધારકો માટે મોટી મુશ્કેલી ઊભી કરી છે. 


અદાણી-અંબાણી નહીં! આ વ્યક્તિની પાસે છે દુનિયાનો સૌથી મોંઘો ઘોડો, એટલી કિંમતમાં તો...


અંબાજીની ગ્રામ પંચાયત કચેરી ખાતે વહેલી સવારથી જ લાંબી લાઈનો ઇ કેવાયસી માટે લાગી જાય છે કાર્ડ ધારકો વારવાર ધક્કા ખાવા છતાં નંબર n આવતા ભારે રોષ વ્યક્ત કરતા હોય છે, જ્યાં બીજી તરફ ગામે ગામ શિક્ષકો દ્વારા મોબાઈલ થી કેવાયસી કરાવવાની પણ માં કરાઈ રહી છે એટલું જ નહીં જે રીતે ભાજપ પક્ષમાં મિસ કોલ કરવાથી પ્રાથમિક સભ્ય બની જવાય છે તેવી જ વ્યવસ્થા આ રાશન કાર્ડમાં એ કેવાયસી માટે લોકો માંગ કરી રહ્યા છે. 


વિશ્વની સૌથી મોટી સોશિયલ ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ, ફાઈનલ દુબઈમાં, 4800 પાટીદારો


જોકે આ મામલે દાંતા મામલતદાર જણાવ્યું હતું કે હાલમાં શનિ- રવિની રજા હોવા છતાં ઇ કેવાયસીની કામગીરી ચાલુ રાખવામાં આવી છે ને સમગ્ર તાલુકામાં વધુમાં વધુ કોમ્પ્યુટર સિસ્ટમમાં ગોઠવી લોકોને વહેલી તકે કેવાયસી થાય તે માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે, જ્યાં બીજી તરફ તાલીમ બધ્ધ શિક્ષકો દ્વારા પણ મોબાઈલથી ઇ કેવાયસી કરવા કામગીરી હાથ ધરાઈ હોવાનું મામલતદાર એ જણાવ્યું હતું. જેથી કરીને ધારો કોને ઓછામાં ઓછી તકલીફ પડે તેવા પ્રાસ કરવામાં આવી રહ્યા છે.


હવે કોઈ વસ્તુ ખોવાય કે ચોરાઈ જાય તો ચિંતા ના કરતા! ધક્કા ખાધા વિના પોલીસ શોધીને આપશે