અમદાવાદમાં Live Video: આગ લાગતા મહિલાએ મોત ભાળ્યું! લગાવી છલાંગ, અનેક લોકો જીવ બચાવવા કૂદ્યા
અમદાવાદની આગમાં સર્જાયા તક્ષશિલા કાંડ જેવા દ્રશ્યો, અમરાઇવાડીના પારિષ્કાર ફ્લેટમાં આગની દુર્ઘટનાથી લોકો જીવ બચાવવા કૂદ્યા. આગ લાગતા મહિલાએ મોત ભાળ્યું!, જીવ બચાવવા માટે નીચેના માળે લગાવી છલાંગ, માંડ-માંડ બચી! અમદાવાદનો વીડિયો વાયરલ
Trending Photos
Ahmdaabad News: અમદાવાદ શહેરના ખોખરામાં એક મોટી આગની દુર્ઘટના સામે આવી છે. ખોખરાના પરિષ્કા ફ્લેટના પાંચમા માળે આગ ફાટી નીકળતા સોસાયટીમાં અફરાતફડીનો માહોલ સર્જાયો છે. C બ્લોકના પાંચમાં માળે લાગી હતી ભીષણ આગ. લોકો જીવ બચાવવા બાલ્કનીમાંથી નીચે ઉતરવા લાગ્યા હતા. એક સમયે તો અમદાવાદની આગમાં તક્ષશિલા કાંડ જેવા દ્રશ્યો સર્જાયા હતા.
અમરાઇવાડીના પારિષ્કાર ફ્લેટમાં આગની દુર્ઘટનાથી લોકો જીવ બચાવવા રીતસરના કૂદ્યા હતા. આ ઘટનાના અનેક વીડિયો સામે આવ્યા છે. જેમાં આગ લાગતા એક મહિલાએ મોત ભાળી જતા જીવ બચાવવા માટે નીચેના માળે છલાંગ લગાવી હતી. જોકે મહિલાનો માંડ-માંડ જીવ બચ્યો હતો. સોશિયલ મીડિયામાં અમદાવાદની આગનો વીડિયો જોરદાર વાયરલ થઈ રહ્યો છે.
આગ લાગતા મહિલાએ મોત ભાળ્યું!, જીવ બચાવવા માટે નીચેના માળે લગાવી છલાંગ, માંડ-માંડ બચી! અમદાવાદનો વીડિયો વાયરલ
#fire #ahmedabad #viralvideo #trendingvideo #ahmedabadfire #flatfire pic.twitter.com/z3vleHYv1p
— Zee 24 Kalak (@Zee24Kalak) April 11, 2025
ખોખરામાં આગ લાગવાના સમાચાર મળતા જ અમદાવાદ ફાયર બ્રિગેડની 7થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે રવાના થઈ છે. રહેણાક ફ્લેટના પાંચમા માળે આગ લાગી હોવાથી અમદાવાદ ફાયરના અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા છે. આગ લાગતા ફ્લેટના તમામ રહીશો નીચે દોડી આવ્યા હતા. ફાયર વિભાગે અત્યાર સુધીમાં 18 લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. ભારે જહેમત બાદ આગ કાબુમાં આવી હતી. શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
C બ્લોકનાં 5 માળે આગ લાગી હતી. ફોયરના ઇલેક્ટ્રિક ડકમાં આગ લાગી હતી. જોત જોતામાં તેણે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. જો કે ફાયર વિભાગ દ્વારા આગ પર સંપૂર્ણ કાબુ મેળવામાં આવ્યો છે. લોકો ડરના માર્યા બાલ્કનીમાંથી નીચે ઉતરવા લાગ્યા હતા. આગ વધારે ફેલાય નહી તે માટે ટોરેન્ટને તત્કાલ સોસાયટીનો પાવર કટ કરવા માટે જણાવાયું હતું.
આ વીડિયો જોઈને તમારું હૃદય ધબકારો ચૂકી જશે! આગ લાગતા માતાએ પોતાના બાળકોને આ રીતે બચાવ્યા#fire #ahmedabad #viralvideo #trendingvideo #ahmedabadfire #flatfire pic.twitter.com/SHH1ag7WsM
— Zee 24 Kalak (@Zee24Kalak) April 11, 2025
હાલ સમગ્ર સોસાયટીનો વિજપુરવઠ્ઠો અટકાવી દેવાયો છે. વીજ પુરવઠ્ઠાને કારણે ફાયરને રાહત અને બચાવકામગીરીમાં સમસ્યા થઇ રહી હતી. આ ઉપરાંત વીજ પુરવઠ્ઠો વહેતો રહેવાના કારણે 5 મા માળેલી લાગેલી આગ છેક 12 મા માળ સુધી ફેલાઇ ગઇ હતી. હાલ મૃત્યુ કે ઘાયલ થયું હોવાના અહેવાલ નથી. એક બે રહીશોને સામાન્ય ઇજાઓ પહોંચી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે