રોડ પર લોકોએ મળીને ભડભડ સળગાવી દીધી નવીનકોર કાર કારણ કે...

વેરાવળ-જૂનાગઢ રોડ પર પર ટોલનાકા પાસે રોષે ભરાયેલા લોકો કારને સળગાવી દેવાની ઘટના સામે આવી છે

રોડ પર લોકોએ મળીને ભડભડ સળગાવી દીધી નવીનકોર કાર કારણ કે...

વેરાવળ : વેરાવળ-જૂનાગઢ રોડ પર પર ટોલનાકા પાસે રોષે ભરાયેલા લોકો કારને સળગાવી દેવાની ઘટના સામે આવી છે. કારમાં એક યુવક મુંગા પશુઓને બાંધી કેશોદના રસ્તે વેરાવળના કતલખાને લઈને જતો હતો. આ પશુઓમાં પાંચ વાછરડાં કતલ માટે જતા હોવાની માહિતી મળી છે. 

આ દરમિયાન સ્થાનિક લોકોએ યુવકને રંગે હાથે ઝડપી લીધો હતો જેની જાણ પોલીસને થતા ઘટનાસ્થળ પર દોડી આવી હતી અને યુવકને ઝડપી પાડ્યો હતો.

આ સંજોગોમાં રોષે ભરાયેલા લોકોએ યુવકની ઇન્ડિકા કારને સળગાવી દીધી હતી. જોકે પોલીસે ફાયર ફાઈટરને જાણ કરતા ઘટનાસ્થળ પર આગ કારમાં લાગેલી આગ પર કાબુ મેળવ્યો હતો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news