અમદાવાદમાં 31 મે સુધી પેટ ડોગની નોંધણી ફરજીયાત, બાકી નોટિસ ફટકારશે AMC, જાણો રજીસ્ટ્રેશનની પ્રક્રિયા
અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા શહેરમાં તમામ પેટ ડોગ માલિકોને નોંધણી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. જો પાલતું ડોગની નોંધણી કરાવવામાં નહીં આવે તો એએમસી તેના માલિક સામે કાર્યવાહી કરશે.
Trending Photos
અમદાવાદઃ અમદાવાદના હાથીજણ વિસ્તારમાં આવેલી એક સોસાયટીમાં પાલતું શ્વાને ચાર મહિનાની બાળકી પર હુમલો કર્યો હતો. આ હુમલામાં બાળકીનું મોત થયું છે. આ ઘટના બાદ પોલીસે કાર્યવાહી કરતા શ્વાન કબજે કર્યું છે અને માલિકની ધરપકડ કરી છે. અમદાવાદ શહેરમાં જે લોકો પોતાના ઘરે શ્વાન રાખતા હોય તેમણે રજીસ્ટ્રેશન કરાવવું ફરજીયાત છે. લોકોને 31 મે સુધી રજીસ્ટ્રેન કરાવવાની સૂચના એએમસીએ આપી છે.
ડોગ માલિકોએ કરાવવું પડશે રજીસ્ટ્રેશન
અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા તમામ ડોગ માલિકોને રજીસ્ટ્રેશન કરાવવા માટે આદેશ આપવામાં આવ્યો છે. એક અંદાજ પ્રમાણે અમદાવાદ શહેરમાં 50 હજાર જેટલા પાલતું શ્વાન છે. પરંતુ માત્ર 5500 જેટલા લોકોએ પોતાના ડોગનું રજીસ્ટ્રેશન કરાવ્યું છે. જે લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું નથી તેને 31 મે સુધી રજીસ્ટ્રેશન કરાવવું પડશે. ત્યારબાદ એએમસી દ્વારા પેનલ્ટી ફટકારવામાં આવશે.
શ્વાન માલિકો આ વાતનું ખાસ રાખે ધ્યાન
જો તમે શ્વાન પાળેલો હોય તો કૂતરાને હડકવા વિરોધી રસી અપાવો.
એએમસીમાં જાઓ અને કૂતરાનું રજીસ્ટ્રેશન કરાવો.
આ માટે એએમસીએ નક્કી કરેલી ફી ભરવાની રહેશે.
રજીસ્ટ્રેશનની મર્યાદા પૂર્ણ થયા બાદ તેને રિન્યૂ કરાવવાનું રહેશે.
કઈ રીતે કરાવશો રજીસ્ટ્રેશન?
ડોગ રજીસ્ટ્રેશન માટે તમારે એએમસીની વેબસાઇટ Ahmedabadcity.gov.in ઓપન કરવાની રહેશે.
ત્યારબાદ important links પર ક્લિક કરો
ડોગ માલિકનું નામ અને મોબાઈલ નંબર દાખલ કરવો પડશે
ફોન પર ઓટીપી આવશે.
ત્યારબાદ પેટ ડોગ રજીસ્ટ્રેશન પર ક્લિક કરો.
તેમાં પેટ ડોગ માલિકનું સરનામું, ફોન નંબર, કૂતરો કેવો છે, તેની ઉંમર વગેરે વિગતો ભરો.
પેટ ડોગ માલિકની ઓળખના પુરાવા દાખલ કરવાના રહેશે.
ત્યારબાદ નિયત ફી ભરી તમે નોંધણી કરાવી શકશો.
પેટ ડોગ રજીસ્ટ્રેશન માટે આ પુરાવાની પડશે જરૂર
અરજીકર્તાનું આધાર/ચૂંટણી કાર્ડ
ટેક્સબિલ
લાઈટ બિલ
ફોટોગ્રાફ્સ
પાલતુ શ્વાનનો ફોટો
પાલતુ ડોગ રાખવાના સ્થળનો ફોટોગ્રાફ્સ
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે