ગુજરાતમાં રાત્રે 12 વાગ્યાથી પેટ્રોલ-ડીઝલના ભાવમાં 2 રૂપિયાનો વધારો: નીતિન પટેલ

રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. જેમાં નાણાં વિભાગ અને જીએસટીને લગતી જાહેરાત કરવામાં આવી હતી. ત્યારે આ પ્રેસ કોન્ફરન્સમાં નાણાં વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજ જોષી અને જીએસટીના જેપી ગુપ્તા હાજર રહ્યાં હતા.

ગુજરાતમાં રાત્રે 12 વાગ્યાથી પેટ્રોલ-ડીઝલના ભાવમાં 2 રૂપિયાનો વધારો: નીતિન પટેલ

હિતલ પારેખ, ગાંધીનગર: રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. જેમાં નાણાં વિભાગ અને જીએસટીને લગતી જાહેરાત કરવામાં આવી હતી. ત્યારે આ પ્રેસ કોન્ફરન્સમાં નાણાં વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજ જોષી અને જીએસટીના જેપી ગુપ્તા હાજર રહ્યાં હતા. પેટ્રોલ ડીઝલના ભાવમાં રાજ્ય સરકારે વધારો કર્યો છે. અત્યારે સમગ્ર દેશમાં ગુજરાતમાં પેટ્રોલના ભાવ સૌથી ઓછા છે. ગુજરાતમાં અત્યારે 71 રૂપિયા 88 પૈસા છે જ્યારે મધ્ય પ્રદેશમાં 83 રૂપિયા અને 82 પૈસા છે. ગુજરાતના ભાવ કરતા અન્ય રાજ્યના ભાવ 10થી 12 રૂપિયા વધારે છે. સરકારે નિર્ણય કર્યો છે કે, પેટ્રોલ-ડીઝલ ઉપર વેટ દર 2 રૂપિયા વધારવાનો નિર્ણય આજે રાત્રે 12 વાગ્યાથી લગુ થશે.

પ્રેસ કોન્ફરન્સમાં ડેપ્યુટી સીએમ નીતિન પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, વેરાકીય આવક Lockdownના કારણે ધરખમ ઘટાડો થયો છે. જીએસટીની આવકમાં પણ ઘટાડો થયો છે. રાજયની આવક પેટ્રોલ-ડીઝલ પરની આવકમાં ઘટાડો થયો છે. વાહનો પણ બંધ હોવાના કારણે હજારો પેટ્રોલ પંપ ઉપર થતી પ્રવૃતિઓ થકી થતી પેટ્રોલ પંપ પર પેટ્રોલ ડીઝલનું વેચાણ પણ સદંતર બંધ હતું. એ બે મહિના દરમિયાન આવકમાં મોટો ઘટાડો થયો છે.

દરેક રાજ્ય સરકારોની આવકમાં ઘટાડો નોંધાયો છે ગુજરાતની આવકમાં પણ એ જ પ્રકારે ઘટાડો નોંધાયો છે. રાજ્યની આવક ઘટી છતાં પણ રાજ્ય સરકાર તરફથી સરકારની દરેક યોજનાઓ દરેક પ્રવૃતિઓ ચાલુ રાખવામાં આવી છે. રાજ્ય સરકારના લગભગ 5 લાખ કરતા વધુ કર્મચારીઓના પગાર ભથ્થા પેન્શન વગેરે ચૂકવવામાં આવ્યા છે. કોન્ટ્રાક્ટરોના બિલો પણ ચૂકવવામાં આવ્યા છે. રાજ્ય સરકાર દ્વારા બોર્ડ-નિગમના જ મદદ કરવામાં આવે છે તે પણ ચૂકવી આપવામાં આવી છે.

વાહન વ્યવહાર નિગમ દ્વારા બસો ચલાવવામાં આવે છે. એસટી નિગમના કર્મચારીઓના પગાર ચૂકવી આપવામાં આવ્યો છે. કંપનીઓ તરફથી ગુજરાત વિદ્યુત બોર્ડના કર્મચારીઓના પગાર પણ ચૂકવવામાં આવ્યા છે. સરકાર નો ખર્ચ યથાવત રહ્યો છે. કોરોના માટે જે હોસ્પિટલો ઉભી કરવામાં આવી છે જેમાં જે પોઝિટિવ દર્દી દાખલ થાય તેનો તમામ ખર્ચ રાજ્ય સરકારે ઉપાડ્યો છે. કોરોના બીમારી સામે લડવાની વ્યવસ્થાને લઇ મોટો ખર્ચ કરવામાં આવે છે.

ગુજરાત રાજ્યની દ્રષ્ટિએ મુખ્ય જીએસટીની આવક છે. રાજ્યમાં હજી પણ માલ, ચીજ વસ્તુઓ વેચાય છે. તેના પર ટેક્સ લેવાય છે. એમાથી 50 ટકા હિસ્સો આજે સરકારને મળે છે. રાજ્ય સરકારની નિયમિત જીએસટીની આવક 55,560 કરોડની અંદાજ હતો તેમાં ઘટાડો આવ્યો છે. જીએસટીની આવકમાં પણ ધરખમ ઘટાડો થયો છે. ભારત સરકાર આપણને વળતર આપે છે પણ એ વળતર હજુ મળ્યો નથી. રાજ્યમાં પેટ્રોલ-ડીઝલ પરના ટેક્સની બીજી મોટી આવક છે.

દર વર્ષે અંદાજે 23,230 કરોડ આવક અંદાજ સામે 30થી 35 ટકાનો ઘટાડો થયો છે. સાડા આઠ હજાર કરોડ રૂપિયાનો ઘટાડો થશે. સ્ટેમ્પ ડ્યુટીની આવકમાં પણ ઘટાડો થયો છે. દર વર્ષે 8 હજારથી લઇને 9000 કરોડની આવક થાય છે. નવા મકાન તો નવી દુકાનો કે નવી જમીન આ બધું મેળવવાનું અત્યારે મર્યાદિત થઈ ગયું છે. દર માસે 700 કરોડ રૂપિયાની આવક થતી હતી તેની સામે માત્ર 5 કરોડ રૂપિયાની આવક થઈ છે. વાર્ષિક ચાર હજાર કરોડથી વધુ આવકનો ઘટાડો હશે.

રાજ્ય સરકારની બીજી એક મોટી આવક મોટર વાહનોની ખરીદી ઉપરની ટ્રાન્સપોર્ટ સર્વિસ ટેક્સ છે. ગુજરાતમાં દર વર્ષે 4500 કરોડ ટેક્ષ આવક થાય છે. દર મહિને 800 કરોડનો ખર્ચ થાય તેની સામે માત્ર 60 કરોડની આવક થઇ છે. વર્ષે 2 હજાર કરોડની આવકમાં ઘટાડો થશે. ઈલેક્ટ્રીક સીટીમાં ટેક્સની આવક મુખ્ય છે. ઈલેક્ટ્રીક સીટીની ડ્યુટી માં 1300 કરોડનો ઘટાડો થશે. લોકોને લાભ કરવા 20 ટકાની જગ્યાએ 15 ટકા કરીએ છીએ તેનાથી પણ આવક ધટશે. 10,000 કરોડ જીએસટીમાં ઘટશે.

મોટર વાહનના વેચાણ ઉપર વેચાણવેરામાં 2000 કરોડની આવકમાં ઘટાડો થશે. કોરોના કારણે આ અસર ઉભી થઈ એ વર્ષે રાજ્ય સરકારની આ વર્ષની આવકમાં 24,500 કરોડથી લઇને 26,000 કરોડ સુધીનો ઘટાડો થશે. આ ઘટનાને પહોંચી વળવા માટે રાજ્ય સરકારે પગલાં લીધા છે. ધારાસભ્યો મંત્રીઓના પગારમાં 30 ટકાનો ઘટાડો કર્યો છે. તેવી જ રીતે રાજ્ય સરકારના કર્મચારીઓ, અધિકારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો મુલતવી રાખ્યો છે. રાજ્ય સરકારે પણ મોંઘવારી ભથ્થું નહીં વધારવાનો નિર્ણય લીધો છે.

રાજ્ય સરકાર દ્વારા જુદા જુદા કરકસરના પગલા લેવામાં આવ્યા છે. નવું ફર્નિચર, નવા વાહનો કે બીજા કોઈપણ નવા ખર્ચની મંજૂરી આપવામાં આવશે નહીં. કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો નહી આપવામાં આવતા 3400 કરોડ રૂપિયાની બચત થશે. આવકમાં વધારો પ્રયત્ન કરવામાં આવે છે અને ખર્ચામાં ઘટાડો કરવાનો પ્રયત્ન છે. મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કોર કમિટીની બેઠક દરરોજ મળશે. કોર ગ્રુપની કમિટીમાં મુખ્યમંત્રીની હાજરીમાં તમામ મંત્રીઓને હાજરીમાં લેવામાં આવ્યા છે.

સમગ્ર દેશમાં ગુજરાત માત્ર એકલા જ એવું છે કે, બીપીએલ લાભાર્થીઓ અને એ.પી.એલ લાભાર્થીઓને છ વખત વિનામૂલ્યે અનાજનું વિતરણ કર્યું છે. 4 કરોજ ગુજરાતીઓને તેનો લાભ આપ્યો છે. 14,000 કરોજ રૂપિયાનો ઉદ્યોગો માટેનું પેકેજ જાહેર કર્યું છે. ખેડૂતો માટે પણ ભારત સરકાર અને ગુજરાત સરકારના સહયોગથી તમામ વ્યવસ્થાઓ સહાય યોજના મંજૂર કરી છે. ખેડૂતોએ 34 હજાર કરોડની લોન લીધી છે. માર્ચના અંતમાં રકમ ભરવાની હતી તે રકમ ભરવાની મુદ્દત વધારવામાં આવી છે. જે વ્યાજ ભરવાનું બોજો આવે છે તે ખેડૂતો વતી રાજ્ય સરકાર ભરશે.

ટેકાના ભાવે ખરીદી સમયસર થઇ શકી નહતી કે, તેથી ભારત સરકારને વિનંતી કરી કે મુદ્દતમાં વધારો કર્યો છે. આવક અને જાવકના બે છેડા મેળવા જરૂરી છે. મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં ગઈ કાલે મિટિંગ મળી હતી. આ મિટિંગમાં કોર ગ્રુપે આ નિર્ણય કર્યો છે. પેટ્રોલ ડીઝલના ભાવમાં રાજ્ય સરકારે વધારો કર્યો છે. અત્યારે સમગ્ર દેશમાં ગુજરાતમાં પેટ્રોલના ભાવ સૌથી ઓછા છે. ગુજરાતમાં અત્યારે 71 રૂપિયા 88 પૈસા છે જ્યારે મધ્ય પ્રદેશમાં 83 રૂપિયા અને 82 પૈસા છે. ગુજરાતના ભાવ કરતા અન્ય રાજ્યના ભાવ 10થી 12 રૂપિયા વધારે છે. સરકારે નિર્ણય કર્યો છે કે, પેટ્રોલ-ડીઝલ ઉપર વેટ દર 2 રૂપિયા વધારવાનો નિર્ણય આજે રાત્રે 12 વાગ્યાથી લગુ થશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news