મેડિકલ કોલેજના રેસિડન્ટ ડોક્ટર સાથે જાતિના આધારે ભેદભાવ? આવો આરોપ મૂકીને કર્યો આત્મહત્યાનો પ્રયાસ

મા્રિરાજનના આરોપોને કોલેજ અને સિવિલ હોસ્પિટલના અધિકારીઓએ ખોટા ગણાવીને સ્પષ્ટતા કરી છે

મેડિકલ કોલેજના રેસિડન્ટ ડોક્ટર સાથે જાતિના આધારે ભેદભાવ? આવો આરોપ મૂકીને કર્યો આત્મહત્યાનો પ્રયાસ

અમદાવાદ : અમદાવાદની જાણીતી મેડિકલ કોલેજ બીજે મેડિકલ કોલેજના રેસિડન્ટ ડોક્ટર એવા 30 વર્ષીય મારિરાજને આત્મહત્યાનો પ્રયાસ કરતા ભારે વિવાદ સર્જાઈ ગયો છે. તેણે આરોપ મૂક્યો છે કે ‘જાતિના ભેદભાવ’ના આધારે તેને કામ સોંપવામાં આવતું નથી. આ અંગે તેણે પહેલા પણ ફરિયાદ કરી હતી અને આત્મહત્યા કરવાની ધમકી આપી હતી.

SC ક્વોટામાં લીધું હતું એડમિશન
પોસ્ટગ્રેજ્યુએશનમાં અભ્યાસ કરતા મારિરાજને અનુસૂચિત જાતિ(SC)ક્વોટામાં તમિલનાડુથી અખિલ ભારતીય કોટમાં એડમિશન લીધું હતું. તેણે વધુ માત્રામાં ઊંઘની ગોળીઓ ખાઈ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. હાલમાં તેની સારવાર સિવિલ હોસ્પિટલમાં કરવામાં આવી રહી છે. ડોક્ટરનો આરોપ છે કે જાતિને કારણે તેને કામની વહેંચણી કરવામાં આવતી નથી. તેને કોઈ સર્જરી કરવા દેવામાં આવતી નથી તેમજ વોર્ડની બહાર રાખવામાં આવે છે. 

અધિકારીઓની સ્પષ્ટતા
મા્રિરાજનના આરોપોને કોલેજ અને સિવિલ હોસ્પિટલના અધિકારીઓએ ખોટા ગણાવીને સ્પષ્ટતા કરી છે કે આ વિદ્યાર્થી હંમેશા કામથી દૂર રહે છે. હકીકતમાં વિદ્યાર્થીની ફરિયાદ પર તપાસ કરવા માટે એક સમિતિ બનાવવામાં આવી હતી, જેમાં સમિતિને ખબર પડી કે મેરિરાજન કામ નહોતો કરો અને તે કોલેજમાં હંમેશા 5 વાગ્યા પછી ગાયબ રહેતો હતો. મારિરાજન તેની બેચના અન્ય વિદ્યાર્થીઓને ફાળવવામાં આવેલા કામને કરવા માટે તૈયાર નહોતો. તેનું દબાણ હતું કે તેને સર્જરી કરવા દેવામાં આવે જે સંભવ નહોતું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news