અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં સામે આવ્યું કુદરતનું કિસ્મત કનેકશન; રૂવાટાં ઉભા કરી દે તેવી છે કેસ સ્ટડી

Ahmedabad plane crash: અમદાવાદના મેઘાણીનગરમાં પ્લેન ક્રેશ સ્થળ મેઘાણી નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવે છે. મેઘાણીનગર પોલીસ સ્ટેશનના PI ડી.બી.બસિયા છે. પ્લેન ક્રેશની માહિતી સૌ પ્રથમ PI ડી. બી બસિયાને મળી હતી. PI ડી.બી બસિયા નો પુત્ર મેડિકલ MBBS ના બીજા વર્ષમાં અભ્યાસ કરે છે. PIનો પુત્ર રંજત બસીયા ડોક્ટર હોસ્ટેલની મેસનો એક ગ્રુપનો ઇન્ચાર્જ છે. 

અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં સામે આવ્યું કુદરતનું કિસ્મત કનેકશન; રૂવાટાં ઉભા કરી દે તેવી છે કેસ સ્ટડી

ઉદય રંજન/અમદાવાદ: 12 જૂન 2025 આ દિવસ ગુજરાત કે ભારત નહીં પણ વિશ્વ નહીં ભૂલે કેમ કે આ ગુજારો દિવસ અમદાવાદના મેઘાણીનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ મેડિકલ હોસ્ટેલ અને મેડિકલ મેસ પર આ વિમાન ધરાશાય થયું હતું. જેમાં 241 મુસાફરો સહિત સ્થાનિકના મોત થયા હતા. આ વિમાન પડતાની સાથે જ ભયંકર આગ ફાટી નીકળી હતી અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

આ ઘટના બનતાની સાથે જ દરેક ઇમરજન્સીની તમામ ફોર્સ ઘટના સ્થળ પર આવી પહોંચી હતી. જેમાં સૌથી પહેલા સ્થાનિક પોલીસ એટલે કે મેઘાણીનગર પોલીસ વિમાન જ્યાં કેશ થયું તે ઘટના સ્થળે પહોંચી હતી અને બચાવ કાર્ય શરૂ કરી દીધું હતું. ત્યારે જ મેઘાણીનગર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ડી બી બસીયા પણ આ ઘટના સાથે આવી પહોંચીને રાહત અને બચાવ કર્યા શરૂ કર્યું હતું. ભયાનક આગ અને ધુમાડો થોડો ઓછો થતા મેડિકલ ડોકટરની બિલ્ડીંગ અતુલ્યમ પર નજર પડી ત્યારે મેઘાણીનગર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ડી બી બસીયા ફરજ પૂરી કરી રહ્યા હતા અને અચાનક બાપની લાગણી બહાર આવી ગઈ હતી, કેમ કે આ અતુલ્યમ મિડિલ હોસ્ટેલમાં તેમનો પોતાનો દીકરો રાજત બસીયા MBBSના બીજા વર્ષમાં અભ્યાસ કરે છે અને અતુલ્યમ હોસ્ટેલમાં રહે છે. સાથે જ જે મેડિકલ મેસ પર પણ વિમાન પડ્યું હતું, એ મેસમાં ડોકટરના એક ગ્રુપનો ઈન્ચાર્જ છે અને દરોજ આ બનાવના સમયે ત્યાં જમવા જતો હતો. 

આ બનાવમાં એક પીઆઈ ફરજની કામગીરી કરી રહ્યા હતા, ત્યારે સાથે સાથે એક બાપની ચિંતા પણ હતી કે દીકરા રજતનું શું થયું હશે ત્યારે તરત જ પહેલો ફોન ઘરે પત્નીને કરવાનો વિચાર કર્યો કે દીકરા સાથે ક્યારે વાત થઈ હતી કે દીકરો રજત ક્યાં છે એ પુછવા પણ એ વિચાર ટાળી વાળતો હતો કેમ કે જો પત્નીને ફોન કરતા તો પરિવારમાં આવું સાંભળી વાતાવરણ બગડી શકતું હતું. જેથી પીઆઈ ડી બી બસીયાએ પહેલો ફોન દીકરા રજતને કરવાનો વિચાર કર્યો અને ફોન કરતા બેથી ત્રણ રિંગ બાદ દીકરા રજતે ઉપડતા ના સમય સુધીમાં એક પીઆઈને આ ઘટનાની સાથે બાપના દીકરા પ્રત્યેના વિચારો અનેક પ્રકારના આવી ચૂક્યા હતા અને ત્યાં જ દીકરા રજતે ફોન ઉપાડતા પીઆઈ ડી બી બસીયા બાપ તરીકે પુત્રને પહેલો પ્રશ્ન કર્યો કે રજત ક્યાં છે ત્યારે સામેથી રજતે જવાબ આપતા કહ્યું હતું કે પપ્પા ઘરે છું ત્યારે બીજો પ્રશ્ન પૂછતા ડી બી બસીયા કહ્યું કે કેમ આજે કોલેજ નથી ગયો ત્યારે પુત્ર રજતે કહ્યું કે પરીક્ષા આવે છે તો વાચવા ની તૈયારી કરતો હતો અને બપોર બાદ હોસ્ટેલ જાવ છું અને પીઆઈ ડી બી બસીયા એ આ વાતથી સંતોષ ન થતા પત્નીને પૂછ્યું ફોન કરીને કે રજત ક્યાં છે ત્યારે રજતની માતાએ પણ જણાવ્યું કે રજત ઘરે છે ત્યારે પીઆઈ ડી બી બસીયાએ રાહતનો શ્વાસ લઈને ફરી ફરજ પોતાની ધરી કરી દીધી હતી અને સાત સાત દિવસથી ઘરે ન જઈને કે ન પરિવારને મળીને પોલીસ સ્ટેશન અને ઘટના સ્થળે વિમાન દુર્ઘટનાના મામલામાં જોડાયેલા છે. 

આ વાત પુત્ર રજત બસીયાને માલુમ થઈ કે તેની જ મેડિકલ મેસ અને મેડિકલ હોસ્ટેલ પર વિમાન પડ્યું છે અને પિતા પીઆઈ તે કામમાં અટવાયેલા છે અને તેના માટે જ ફોન કરી જાણ્યું હતું કે પુત્ર ક્યાં છે ત્યારે પુત્ર રજત પીઆઈ પિતાને મળવા માટે ઘટના સ્થળે અને પોલીસ સ્ટેશન આવ્યો હતો પણ પીઆઈ ડી બી બસીયા કામમાં વ્યસ્ત હોવાના કારણે રૂબરૂ મળી શક્યા ન હતા ત્યારબાદ પુત્ર અને પરિવાર સાથે વીડિયો કોલ કરી બનાવના સમયેની લાગણી વ્યક્ત કરી હતી, ત્યારે પીઆઈ ડી બી બસીયા સહિત પરિવાર પણ રડી ગયો હતો. 

વિમાન દુર્ઘટનામાં 242 પેસેન્જર પૈકી એક જ પેસેન્જર બચ્યો છે જેને લોકો કુદરતની કરામત કહી રહ્યા છે. એ જ રીતે પોલીસ વિભાગમાં મેઘાણીનગર પોલીસ સ્ટેશનના પીઆઇ ડી બી બસીયા ના આ કિસ્સાને કુદરતનું કિસ્મત કનેકશન કહી રહ્યા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news