ગુજરાત હાઈકોર્ટ પહોંચ્યું દાદાનું બુલડોઝર, વસ્ત્રાલ ઘટનામાં કોર્ટે આપી કડક શબ્દોમાં ચેતવણી
Plea On Bulldozer Action In Gujarat Highcourt : અમદાવાદ વસ્ત્રાલ વિસ્તારમાં આતંક ફેલાવનારા આરોપી તરફથી તંત્રના બુલડોઝર એક્શન સામે હાઈકોર્ટમાં રિટ કરાઈ... આજે વધુ સુનાવણી થશે
Trending Photos
Ahmedabad News : ગુજરાતમાં આતંક ફેલાવનારા અસામાજિક તત્વોના ઘર પર સરકાર બુલડોઝર ફેરવી રહી છે. હાલમાં જ અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં આતંક ફેલાવનારા અસામાજિક તત્વોના મકાન પર તંત્રએ બુલડોઝર ફેરવ્યું હતું. ત્યારે વસ્ત્રાલમાં અસામાજિક તત્વોના આતંકનો મુદ્દો ગુજરાત હાઇકોર્ટ પહોંચ્યો છે. વસ્ત્રાલની ઘટનામાં હાઈકોર્ટની ચેતવણી આપી છે કે, ગેરકાયદે બાંધકામ તોડવા મુદ્દેની રિટ બદ ઈરાદાવાળી હશે તો દંડ થશે.
સરકાર અસામાજિક તત્વો નહિ ચલાવી લે - સરકારી વકીલ
ગુજરાતમાં આંતક ફેલાવનારા આરોપી તરફથી કરાયેલી રિટ મામલે હાઈકોર્ટમાં સુનાવણી શરૂ થઈ છે. ત્યારે આ રિટનો સરકાર દ્વારા ઉગ્ર વિરોધ કરાયો છે. રાજ્ય સરકારે હાઈકોર્ટ સમક્ષ પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે. સરકારી વકીલ જીએચ વિર્કે કોર્ટમાં રજૂઆત કરી કે, ગૃહ મંત્રાલયની સ્પષ્ટ સૂચના છે કે શહેરો સુરક્ષિત હોવા જોઈએ. રાજ્ય સરકાર શહેરમાં અસામાજિક તત્વોના આતંકને ચલાવી નહીં લે.
ભાવનગર અને વડોદરામાં ગેરકાયદે દબાણો પર ફરી વળ્યું બુલડોઝર, લારી ગલ્લા સહીતના દબાણો દૂર કરાયા #gujarat #bhavnagar #vadodara #demoilition #news #ZEE24KALAK pic.twitter.com/8ThhTveeSL
— Zee 24 Kalak (@Zee24Kalak) March 17, 2025
નાગરિકોને આતંકીત સ્થિતિમાં જોવા નથી માંગતી
રાજ્યના પોલીસ વડાએ રાજ્યભરમાં અસામાજિક તત્વો, તોફાની તત્વો, દારૂ જુગાર સહિતની બદીઓ સાથે સંકળાયેલા વ્યક્તિઓ, અને શરીર સંબંધિત ગુનાઓ સાથે જોડાયેલા વ્યક્તિઓના ગુનાહિત ઈતિહાસનો અહેવાલ માંગ્યો છે. રાજ્યભરમાં આવા તત્વોની સામે 100 કલાકમાં કડક પગલાં લેવાશે. સરકારી વકીલે કહ્યું કે, વસ્ત્રાલમાં આતંક મચાવનારા તત્વોના ગેરકાયદેસર દબાણો પર બુલડોઝર ફર્યુ છે. 10-10 જેટલા ગુનાહિત ઈતિહાસ ધરાવનાર વ્યક્તિ સામે લોખંડી હાથે પગલાં લેવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે. રાજ્ય સરકાર શહેરોને સુરક્ષિત જોવા માંગે છે, નાગરિકોને આતંકીત સ્થિતિમાં જોવા માંગતી નથી. શહેરોની સુરક્ષા માટે પોલીસ અને કોર્પોરેશનના સંકલનમાં કડક કાર્યવાહી થશે.
કેડિલા કંપનીમાં રહસ્યમયી દુર્ઘટના, વોશરૂમમાં 4 કર્મચારી બેભાન થયા, એકનું મોત
પોતાના પૌત્રના ગુનાના કારણે પોતાના ઘર પર બુલડોઝર ફરશે તેવા ડરથી હાઇકોર્ટમાં થયેલી પિટીશનમાં રાજ્ય સરકારે વલણ સ્પષ્ટ કર્યું છે. અરજદાર તરફથી થયેલ પિટિશન ટકવા પાત્ર નહીં લાગે તો કોર્ટ ભારે દંડ સાથે અરજી ફગાવશે તેવું કોર્ટે પ્રાથમિક તબક્કે કોર્ટમાં જણાવ્યું. ત્યારે આ મામલે આજે વધુ સુનાવણી હાથ ધરાશે.
બે દિવસની નોટિસ આપી મકાન તોડાયું - અરજદાર
વસ્ત્રાલમાં આંતક ફેલાવવાના પ્રકરણમાં પકડાયેલા આરોપીના પિતા અને દાદા તરફથી કરાયેલી અરજીમાં એવો આક્ષેપ કરાયો હતો કે, ડિમોલીશન મુદ્દે સુપ્રીમકોર્ટે તાજેતરમાં જ આપેલા ચુકાદા મુજબ, સત્તાવાળાઓએ પંદર દિવસની નોટિસ આપવી પડે પરંતુ અરજદારના કિસ્સામાં તેમને બે દિવસની જ નોટિસ અપાઈ છે. જયારે છ આરોપીઓના બાંધકામ તો પહેલા જ તોડી પાડવામાં આવ્યા છે. જેથી મુખ્ય સરકારી વકીલે આ આરોપનું ખંડન કરતાં જણાવ્યું કે, અમ્યુકોએ અરજદારને બે દિવસનો સમય નોટિસનો જવાબ આપવા માટે આપ્યો છે, અરજદાર ખોટી રીતે રજૂઆત કરી રહ્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે