)
PM Modi Visit Dev Mogra Dham : આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે છે. જેમાં તેઓ સવારે સુરતમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સમીક્ષા કરશે. ટ્રેન જેવા દેખાતા ટ્રેક મશીનમાં બેસીને રિવ્યૂ કરશે. તો બપોરે નર્મદાના દેવમોગરા મંદિરમાં પૂજા કરશે. તેઓ બિરસા મુંડાની 150મી જન્મજયંતિના સમારોહમાં ભાગ લઈને ડેડિયાપાડાથી 9,700 કરોડના વિકાસકાર્યોની ભેટ આપશે.
સવારે 9 વાગ્યે પીએમ મોદી સુરત એરપોર્ટ પર ઉતરશે. એરપોર્ટથી હેલિકોપ્ટર મારફતે સીધા અંત્રોલી તરફ રવાના થશે. અંત્રોલીમાં નિરીક્ષણ પૂરું થતાં ડેડિયાપાડા કાર્યક્રમ માટે રવાના થશે. આ મુલાકાતને લઈને સુરત જિલ્લા પ્રશાસન તરફથી એલર્ટ કરાયુ છે. અંત્રોલી વિસ્તારમાં 15 નવેમ્બરે ‘નો ડ્રોન ફ્લાય ઝોન’ જાહેર કરાયો છે. પોલીસના સિવાય અન્ય કોઈ ડ્રોન ઉડાવવો સંપૂર્ણ પ્રતિબંધિત કરાયો છે.
PM નરેન્દ્ર મોદીનો કાર્યક્રમ
પીએમ મોદી આજે અંત્રોલી બુલેટ ટ્રેન સ્ટેશનનું 45 મિનિટ નિરીક્ષણ કરશે. ટ્રેન જેવા દેખાતા ખાસ ટ્રેક મશીનમાં બેસીને રિવ્યૂ કરવાના છે. પ્રોજેક્ટ માટે બીજું ટ્રેક મશીન ખાસ અંત્રોલી પર મંગાવવામાં આવ્યું છે. ટ્રેક-લેયિંગ અને સ્ટેશન વર્કના પ્રાથમિક તબક્કાનું સીધું નિરીક્ષણ કરશે. ટ્રેક મશીનમાં ઉપલબ્ધ આધુનિક સુવિધાઓ વડાપ્રધાનને રિયલ અનુભવ કરાવશે. બુલેટ ટ્રેન જેવા મશીન મારફતે ટ્રેકની ચોકસાઈની ચકાસણી કરશે. ઓવરહેડ ઇક્વિપમેન્ટ અને ઇલેક્ટ્રિકલ કનેક્શનનું નિરીક્ષણ થશે. અહી વડાપ્રધાનને NHSRCLના સિનિયર અધિકારીઓ અને ટેક્નિકલ ટીમ મોદીને પ્રેઝન્ટેશન આપશે.