PM મોદી ગુજરાતમાં 25 રેલી કરીને 150 બેઠક પર ગજવશે સભાઓ! જાણો કઈ જગ્યાએ PM કરશે રોડ શો?

PM Modi Gujarat Visit: પીએમ મોદી ગુજરાતમાં લગભગ 25 રેલી કરીને 150 બેઠક કવર કરશે. એવું ભાજપનાં સૂત્રો જણાવી રહ્યાં છે. આ રેલીઓની તારીખોને PMOમાંથી મંજૂરી મળ્યા બાદ અંતિમ રૂપ આપવામાં આવશે.

PM મોદી ગુજરાતમાં 25 રેલી કરીને 150 બેઠક પર ગજવશે સભાઓ! જાણો કઈ જગ્યાએ PM કરશે રોડ શો?

Gujarat Election 2022: ગુજરાત ચૂંટણીના મતદાનને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, પ્રચાર કરવાનો સમય ખૂબ જ ઓછો છે. ત્યારે ભાજપે ચૂંટણી જીતવા માટે માસ્ટર પ્લાન બનાવ્યો છે. ત્યારે પીએમ મોદીને લઈને એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. પ્રધાનમંત્રી મોદી ગુજરાત વિધાનસભાની ચૂંટણી ટાણે રાજ્યમાં પ્રચાર કરશે એટલે કે પીએમ મોદી ભાજપના પ્રચાર માટે ફરી ગુજરાત આવશે. ગુજરાતમાં પીએમ નરેન્દ્ર મોદી 25 સભાઓ યોજશે. જેમાં પીએમ મોદીનો અમદાવાદ, સુરત સહીતના શહેરી વિસ્તારમાં રોડ શો પણ યોજશે. ભાજપના ચૂંટણી પ્રચારનું પીએમ મોદી નેતૃત્વ કરશે. 

પીએમ મોદી ગુજરાતમાં લગભગ 25 રેલી કરીને 150 બેઠક કવર કરશે. એવું ભાજપનાં સૂત્રો જણાવી રહ્યાં છે. આ રેલીઓની તારીખોને PMOમાંથી મંજૂરી મળ્યા બાદ અંતિમ રૂપ આપવામાં આવશે. પીએમ મોદી ઉપરાંત ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ ભાજપના સ્ટાર પ્રચારક તરીકે ગુજરાતનો પ્રવાસ કરશે.

પીએમ મોદી માત્ર ગણતરીના દિવસોમાં 150 બેઠક પર પ્રચાર કરે એવું આયોજન ભાજપ દ્વારા હાથ ધરવામાં આવ્યું છે. એ ઉપરાંત સ્ટાર પ્રચારકોને પણ મેદાનમાં ઉતારવા માટેની તૈયારીઓ કરી દેવાઈ છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ભાજપે નેતાઓની ફોજ મેદાનમાં ઉતારી છે. ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતમાં સભાઓ ગજવશે. તો આ તરફ ગુજરાતમાં 10થી વધુ કેન્દ્રીય નેતાઓ પ્રચાર કરશે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા ગુજરાતમાં 20થી વધુ સભાઓ કરશે. 

કેન્દ્રીય મંત્રી રાજનાથસિંહ, નીતિન ગડકરી, અર્જુન મુંડા, સ્મૃતિ ઈરાની, ધર્મેન્દ્ર પ્રધાન અને ભૂપેન્દ્ર યાદવ પણ ગુજરાતમાં સભાઓ ગજવશે. આ તરફ વાત કરીએ તો મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શીવરાજસિંહ ચૌહાણ અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ સભાઓ કરશે. દેવેન્દ્ર ફડણવીસ પણ ગુજરાતમાં પ્રચાર કરશે. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ ચૂંટણી પ્રચાર કરશે.

ચૂંટણીના સ્ટાર પ્રચારકો માટે ભાજપે વિશેષ હેલિકોપ્ટરની વ્યવસ્થા કરી છે. પ્રદેશ કાર્યાલય કમલમના પાછળા ભાગમાં વિશેષ હેલિપેડ પણ તૈયાર કરવામાં આવ્યું છે. ગુજરાત ભાજપે 5 વિશેષ હેલિકોપ્ટર તૈયાર કર્યા છે. આ વિશેષ હેલિકોપ્ટર દિલ્લી, બેંગ્લોર અને મુંબઈથી પ્રદેશ કાર્યાલય કમલમમાં આવ્યા છે.

બીજી તરફ કોંગ્રેસમાંથી રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીના ગુજરાત પ્રવાસની પણ તૈયારીઓ કરી દેવાઈ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news