ગુજરાતના આ બે શહેરોમાં Metro Train Projectનું PM Modi કરશે ભૂમિપુજન

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Modi) આજે 18 જાન્યુઆરીના રોજ વીડીયો કોન્ફરન્સના માધ્યમથી અમદાવાદ (Ahmedabad) અને સુરત મેટ્રો ટ્રેન પ્રોજેકટનું (Metro Train Project) ભૂમિપુજન (Bhumi Pujan) કરશે

ગુજરાતના આ બે શહેરોમાં Metro Train Projectનું PM Modi કરશે ભૂમિપુજન

ઝી મીડિયા/ બ્યૂરો: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Modi) આજે 18 જાન્યુઆરીના રોજ વીડીયો કોન્ફરન્સના માધ્યમથી અમદાવાદ (Ahmedabad) અને સુરત મેટ્રો ટ્રેન પ્રોજેકટનું (Metro Train Project) ભૂમિપુજન (Bhumi Pujan) કરશે. આ વેળાએ ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણી (CM Rupani) તેમજ સુરત (Surat) ખાતેના ડાયમંડ બુર્સ ખાતે આયોજીત કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ (DyCM Nitin Patel), સામાજિક ન્યાય અને અધિકારીતામંત્રી ઈશ્વરભાઈ પરમાર, આરોગ્યમંત્રી કિશોરભાઈ કાનાણી, સાંસદ દર્શનાબેન જરદોશ, સાંસદ સી.આર.પાટીલ, પ્રભુભાઈ વસાવા, ધારાસભ્યઓ ઉપસ્થિત રહેશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની (PM Modi) વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં અમદાવાદ ફેઝ 2ના મેટ્રો ટ્રેન પ્રોજેકટનું ખાતમુહૂર્ત થશે. મોટેરાથી ગાંધીનગરને જોડતા મેટ્રો ટ્રેન પ્રોજેકટનું (Metro Train Project) ખાતમુહૂર્ત કરવામાં આવશે. મોટેરા સ્ટેડિયમથી મહાત્મા મંદિર 22.8 કિમિનું નિર્માણ થશે. આ રૂટમાં ગુજરાત નેશનલ લો યુનિવર્સિટીથી (Gujarat National Law University) ગિફ્ટ સીટીને જોડવામાં આવશે જેનું અંતર 5.4 કિમી રહેશે. ફેઝ 2માં કુલ 22 એલિવેટેડ મેટ્રો સ્ટેશન હશે. જો કે, ભવિષ્યમાં સરદાર પટેલ અંતરરાષ્ટ્રીય હવાઈ મથકને (Sardar Patel International Airport) જોડવાની પણ જોગવાઈ કરવામાં આવી રહી છે.

તો બીજી તરફ ડાયમંડ સીટી સુરત (Surat Diamond City) ખાતે મેટ્રો ટ્રેન પ્રોજેકટ કરોડના ખર્ચે સાકારિત થશે. જેમાં સુરત મેટ્રો પ્રોજેકટ (Metro Train Project) ફેઝ-1 અંતર્ગત સરથાણાથી ડ્રીમ સીટી 21.61 કિ.મી. વિસ્તારમાં 20 જેટલા સ્ટેશનોનું નિર્માણ થશે. સરથાણાથી નેચર પાર્ક, વરાછા ચોપાટી ગાર્ડન, સ્વામિનારાયણ મંદિરના સ્ટેશનો એલીવેટેડ જયારે કાપોદ્રા થી લાભેશ્વર ચોક, સેન્ટ્રલ વેરહાઉસ, સુરત રેલ્વે સ્ટેશન, મસ્કતી હોસ્પિટલ, ચોકબજાર સુધીના અંડરગ્રાઉન્ડ સ્ટેશનો બનશે. આગળ જતા કાદરશાની નાળ, મજુરાગેટ(ઈન્ટર કનેકટેડ સેન્ટર), રૂપાલી કેનાલ, અલથાણ ટેનામેન્ટ, વી.આઈ.પી. રોડ, વુમન આઈ.ટી.આઈ., ભીમરાડ, કન્વેન્શન સેન્ટર તથા ડ્રીમ સીટી સુધી એલીવેટેડ સ્ટેશનો બનશે.

કાપોદ્રાથી ગાંધીબાગ સુધીના 6.47 કિ.મી.ના છ જેટલા અન્ડર ગ્રાઉન્ડ સ્ટેશનો બનશે. જેમાં પ્રથમ ફેઝની ડ્રીમ સીટી ખજોદથી કાદરશાની નાળ સુધી 11.6 કિ.મી. માટે રૂપિયા 997 કરોડનું ટેન્ડર મંજુર થયું છે. જયારે કાપોદ્રાથી સુરત રેલ્વે સ્ટેશન (Surat Railway Station) સુધી 3.55 કિ.મી. સુધી રૂપિયા 1073 કરોડના ખર્ચે તથા રેલ્વે સ્ટેશનનાથી ચોકબજાર સુધી 3.46 કિ.મી. સુધી રૂપિયા 941 કરોડના ખર્ચે ટેન્ડરો મંજુર કરવામાં આવ્યા છે. 

મેટ્રો ટ્રેનના બીજા ફેઝમાં ભેસાણથી સારોલી સુધીના 18.74 કિ.મી.ના વિસ્તારમાં 18 સ્ટેશનોનું નિર્માણ થશે. જેમાં ભેસાણ, બોટનિકલ ગાર્ડન, ઉગત વારીગૃહ, પાલનપુર રોડ, એલ.પી.સવાણી રોડ, પરફોર્મિંગ આર્ટ સેન્ટર, અડાજણ ગામ, એકવેરીયમ, બંદરીનારાયણ મંદિર, અઠવા ચોપાટી, મજુરાગેટ, ઉધના દરવાજા, કમેલા દરવાજા, આંજણા ફાર્મ, મોડલ ટાઉન, મગોબ, ભરત કેન્સર હોસ્પિટલથી સારોલી સુધી મેટ્રો ટ્રેનનું નિર્માણ થશે. મેટ્રો ટ્રેનનું નિર્માણ થવાથી લોકોને યાતાયાતની સગવડામાં વધારાની સાથે નિયત સમયમર્યાદામાં ગતવ્ય સ્થાનો પર પહોચી શકશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news