ભારે વરસાદને કારણે વડાપ્રધાન મોદીનો ગુજરાત પ્રવાસ રદ્દ
ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપવા માટે ગુજરાતના પ્રવાસે આવવાના હતા.
અમદાવાદઃ રાજ્યના અનેક વિસ્તારોમાં પડી રહેલા ભારે વરસાદને કારણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ગુજરાત પ્રવાસ રદ્દ કરી દેવામાં આવ્યો છે. આગામી દિવસોમાં પીએમના ગુજરાતના પ્રવાસને લઈને નવી તારીખો જાહેર કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 20 જુલાઈએ ગુજરાતના પ્રવાસે આવવાના હતા. આ દરમિયાન પીએમ વલસાડ તથા જુનાગઢની મુલાકાત લેવાના હતા. જ્યાં અનેક કાર્યક્રમમાં પીએમ હાજરી આપવાના હતા. પરંતુ છેલ્લા ઘણા દિવસથી વલસાડ તથા જુનાગઢમાં ભારે વરસાદ પડી રહ્યો છે. અનેક ગામોમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. આ કારણે વડાપ્રધાન મોદીનો ગુજરાત પ્રવાસ રદ્દ કરવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી પણ ગુજરાતના પ્રવાસે આવવાના હતા પરંતુ વરસાદને કારણે તેમનો પ્રવાસ પણ રદ્દ કરવામાં આવ્યો હતો.