'મોબાઈલ પર વાત નહીં કરે તો મમ્મી-પપ્પાને મારી નાખીશ', વિધર્મી યુવકે જબરદસ્તીથી સગીરા સાથે બાંધ્યો સંબંધ
Banaskatha News: થરાદમાં વિધર્મી યુવકે 14 વર્ષની સગીર વિદ્યાર્થીની પર દુષ્કર્મ આચર્યું. વિધર્મી યુવકે તેના મિત્રની મદદથી આચર્યું દુષ્કર્મ. મોબાઈલ ઉપર વાત નહીં કરે તો તારા મમ્મી પપ્પાને મારી નાખીશ એવી આપી હતી વિધર્મી યુવકે ધમકી. એક મહિના અગાઉ શાળાએ જતી વિદ્યાર્થીનીને રિક્ષામાં બેસાડી હોટલમાં લઈ જઈ આચર્યું હતું દુષ્કર્મ.
Trending Photos
)
Banaskatha News: બનાસકાંઠા જિલ્લાના થરાદમાં એક સનસનીખેજ ઘટના સામે આવી છે, જેમાં એક વિધર્મી યુવકે 14 વર્ષની સગીર વિદ્યાર્થીની પર દુષ્કર્મ આચર્યું હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આ યુવકે તેના મિત્રની મદદથી આ કૃત્ય આચર્યું હોવાનું જાણવા મળ્યું છે.
મળતી માહિતી પ્રમાણે, એક મહિના અગાઉ વિધર્મી યુવકે શાળાએ જઈ રહેલી સગીર વિદ્યાર્થીનીને રિક્ષામાં બેસાડી હતી અને તેને એક હોટલમાં લઈ જઈ દુષ્કર્મ ગુજાર્યું હતું. આ કૃત્ય દરમિયાન વિધર્મી યુવકે વિદ્યાર્થીનીને મોબાઈલ ઉપર વાત નહીં કરે તો તેના માતા-પિતાને મારી નાખવાની ધમકી પણ આપી હતી, જેના કારણે ડરી ગયેલી વિદ્યાર્થીનીએ આ વાત કોઈને કરી ન હતી.
જોકે, બાદમાં વિદ્યાર્થીનીએ સમગ્ર હકીકત તેના પરિવારજનોને જણાવી હતી. આ ગંભીર ઘટનાની જાણ થતાં પરિવારે તાત્કાલિક થરાદ પોલીસ મથકે પહોંચી દુષ્કર્મ ગુજારનાર વિધર્મી યુવક અને તેને મદદ કરનાર તેના મિત્ર સામે ફરિયાદ નોંધાવી છે. થરાદ પોલીસે આ સંવેદનશીલ કેસમાં સગીરાની ફરિયાદના આધારે આરોપી વિધર્મી યુવક અને તેના મિત્ર સામે પોક્સો (POCSO) એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે આરોપીઓને ઝડપી પાડવા અને કેસની વધુ તપાસ શરૂ કરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે














