બોટાદમાં બબાલ બાદ મોટું એક્શન : પ્રવીણ રામ ,રાજુ કરપડા સહિત 85 સામે ફરિયાદ

Farmers Protest In Botad : ભારે બબાલ બાદ આજે બોટાદના હડદડ ગામમાં અજંપાભરી શાંતિ.. ગઈકાલે આપ કાર્યકરો અને પોલીસ વચ્ચે થયું હતું ઘર્ષણ... આજે પોલીસ છાવણીમાં ફેરવાયું હડદડ ગામ.. 
 

બોટાદમાં બબાલ બાદ મોટું એક્શન : પ્રવીણ રામ ,રાજુ કરપડા સહિત 85 સામે ફરિયાદ

Botad Marketing Yard : કડદા' પ્રથા સામે ખેડૂતોના વિરોધને પગલે છેલ્લા ત્રણ દિવસથી બંધ યાર્ડ આજે શરૂ થયું છે. રવિવારે આમ આદમી પાર્ટીની યોજાયેલી ખેડૂત મહાપંચાયત દરમિયાન પોલીસ અને સ્થાનિકો વચ્ચે હિંસક ઘર્ષણ થતા સમગ્ર પંથકમાં તંગદિલીનો માહોલ સર્જાયો હતો. ત્યારે બોટાદમાં બબાલ બાદ મોટું એક્શન લેવાયું છે. 

બોટાદના હડદડ ગામે રવિવારે સાંજે ખેડુતો અને પોલીસ વચ્ચે થયેલા ઘર્ષણ સર્જાયું હતું. બોટાદના હડદડ ગામે લોકોએ પોલીસ પર પથ્થરમારો કરી હુમલો કર્યો હતો. જેમાં બોટાદ DYSP મહર્ષિ રાવલ, LCB PI એ. જી. સોલંકી સહિત ચારથી વધુ પોલીસ કર્મચારીઓને ઈજા પહોંચી છે. બોટાદમાં પથ્થરમારાની ઘટના બાદ આપના નેતાઓ સામે FIR થઈ છે. આપ નેતા પ્રવીણ રામ, રાજુ કરપડા સહિત 85 લોકો સામે ફરિયાદ કરવામાં આવી છે. હત્યાનો પ્રયાસ, ષડયંત્ર અને ગેરકાયદેસર મંડળીનો આરોપ લગાવાયો છે. આ કેસમાં અનેક લોકોની ધરપકડના ભણકારા છે. 

Add Zee News as a Preferred Source

હાલ સમગ્ર બોટાદમાં ઘર્ષણ બાદ હાલ સ્થિતિ કાબૂમાં છે. હડદડ ગામે હાલ પરિસ્થિતિ સામાન્ય છે. હડદડ ગામે મસમોટો પોલીસ કાફલો ગોઠવ્યો અને ગામ પોલીસ છાવણીમાં ફેરવાયું છે. હડદડ ગામે ખેડુતો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું તેમા મોટાભાગના ગામ બહારના લોકો હોવાનું ચર્ચાઈ રહ્યુ છે. સ્થાનિક આગેવાન મયુરભાઈ જમોડે કહ્યું કે, પોલીસે ગામના કેટલાક નિર્દોષ લોકોને માર મારીને પકડ્યા છે તે વ્યાજબી નથી. પોલીસે જે પણ નિર્દોષ લોકોને પકડયા છે તેને છોડવામાં આવે તેવી આગેવાને માંગ કરી. 

સમગ્ર મામલે આપના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ઇસુદાન ગઢવીએ કહ્યું કે, 250 જેટલા લોકોની ધરપકડ કરી છે  જેમને પાણી કે જમવાનું નથી અપાયું. આ હદે અત્યાચાર કરશો. આ નિમ્ન કક્ષાની રાજનીતિથી લોકોમાં રોષ છે. પોલીસને કહેવા માગું છું કે ભાજપના ઈશારે ક્યાં સુધી ચાલશો. હજારો પોલીસ કર્મચારી ગામડે ગામડે ગોઠવી દીધા છે. હિંસા કોઈ પણ જગ્યા પર છે તે સ્વીકાર્ય નથી. એક apmc નહિ બીજે પણ વિરોધ થશે. Aap પાર્ટી 100 ની ટીમ બનાવી apmc જઇ વિરોધ કરશે. વેપારીઓને વિનંતી કે કૌભાંડ થાય તો જાણ કરે અમે નંબર જાહેર કરીશું. આજે અમે આ ઘટનાને લઈને કાળી પટ્ટી બાંધી કાળો દિવસ તરીકે ઉજવી રહ્યા છે. ખેડૂતો પર ગોળીબાર, ટીયરગેસ  છોડશો એ નહિ ચાલે. અમે 9104918196 હેલ્પલાઈન નંબર જાહેર કરીએ છીએ. કોઈ પણ અત્યાચાર હોય આ નંબર પર સંપર્ક કરે. અમે જેલ જવા પણ તૈયાર છીએ.  

બોટાદમાં શાંતિભર્યો માહોલ
બોટાદના હડદડ ગામે સ્થિતિ વણસ્યા બાદ આજે પોલીસે રૂટિન ચેકીંગ હાથ ધર્યું હતું. ગઈ કાલે થયેલ ખેડૂત માટે મહાપંચયતમાં આમ આમદી પાર્ટીના કાર્યકરો અને પોલીસ વચ્ચે થયેલા ઘર્ષણને પગલે જૂનાગઢ રેન્જ આઈજી નિલેશ જાજડિયા હડદાડ ગામે પહોંચ્યા હતા. સમગ્ર ગામ હાલ પોલીસ છવાણીમાં ફેરવાયું છે. બોટાદ એસપી સહિતનો કાફલો હડદડ ગામે જોવા મળ્યો છે. 

બોટાદની ઘટનાના પગલે ગુજરાત ભરમાં આજે આપ દ્વારા ખેડૂત વિરોધી કાળો દિવસ મનાવાયો છે. કાળી પટ્ટી ધારણ કરી આમ આદમી પાર્ટીના નેતા, આગેવાનો દ્વારા શાંતિપૂર્ણ વિરોધ દર્શાવાયું. મગફળીના ટેકાના ભાવે 300 મણથી વધારે ખરીદવી તેમજ પાછોતરા વરસાદથી કપાસ મગફળીના પાકને થયેલ નુકશાનીનું સર્વે કરી યોગ્ય વળતર ચુકવવા રજુઆત કરી. 

આજે ફરી ચાલુ થયું બોટાદ યાર્ડ 
બોટાદ કોટન યાર્ડમાં કપાસની આવક આજે શરૂ થઈ ગઈ છે. અચોક્કસ મુદતની કરાયેલ હડતાળ બાદ યાર્ડ દ્વારા હરાજી શરૂ રાખવાની જાહેરાત થતા ખેડૂતો કપાસ લઈ યાર્ડ પહોંચી રહ્યા છે. રાબેતા મુજબ આજથી કપાસની હરાજી શરૂ થઈ છે. વેપારીઓ, કમિશન એજન્ટો દ્વારા હરાજી શરૂ કરાઈ. શાંતિ પૂર્ણ માહોલ માં હરાજી થાય તેને લઈ ગેટ પર પોલીસ બંદોબસ્ત મુકાયો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

About the Author
author img
Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છ

...और पढ़ें

Trending news