હેલમેટ માટે પોલીસે 500 રૂપિયાની જગ્યાએ ફટકારી દીધો 10 લાખનો દંડ, મુશ્કેલીમાં મુકાયો વાહનચાલક
અમદાવાદ ટ્રાફિક પોલીસની ભૂલને કારણે એક યુવકે હેરાન થવાનો વારો આવ્યો છે. પોલીસની ભૂલને કારણે યુવક છેલ્લા 8 મહિનાથી પરેશાન છે. ટ્રાફિક પોલીસે ઓનલાઈન દંડની સ્પીલ ફાડતી વખતે એક મોટી ભૂલ કરી દીધી હતી.
Trending Photos
અમદાવાદઃ વાહનચાલકો ટ્રાફિકના નિયમનું પાલન કરે તે જરૂરી છે. દેશમાં દર વર્ષે રોડ અકસ્માતને કારણે લાખો લોકોના મોત થાય છે. લોકો ટ્રાફિકના નિયમનું પાલન કરે તે માટે સરકારે દંડની રકમ પણ વધારી છે. ટ્રાફિક પોલીસ નિયમોનો ભંગ કરતા લોકોને પકડી તેની સામે કાર્યવાહી કરતી હોય છે. પરંતુ અમદાવાદમાં એક એક્ટિવા ચાલલે ટ્રાફિક પોલીસની ભૂલને કારણે હેરાન થવાનો વારો આવ્યો છે.
પોલીસે કરી મોટી ભૂલ
અમદાવાદ ટ્રાફિક વિભાગ દ્વારા હેલમેટ ન પહેરનાર એક્ટિવા ચાલકને 500 રૂપિયાની જગ્યાએ 10 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. અમદાવાદના શાંતિપુરા સર્કલ પાસે ટ્રાફિક પોલીસે એક્ટિવા ચાલક અનિલ હડિયાને હેલમેટ વગર પકડ્યો હતો. ત્યારબાદ ટ્રાફિક પોલીસે તેને ઓનલાઈન મેમો આપ્યો હતો. પોલીસે આ દંડ જુલાઈ 2024માં ફટકાર્યો હતો. પરંતુ પોલીસે 500 રૂપિયાની જગ્યાએ 10 લાખનો મેમો જનરેટ કરી દીધો હતો.
મુશ્કેલીમાં મુકાયો વાહન ચાલક
પોલીસ દ્વારા 10 લાખનો દંડ ફટકારવાને લઈને વાહન ચાલક ચોંકી ગયો હતો. પોલીસે કરેલી ભૂલ આ વાહન ચાલકને ભારે પડી છે. પોલીસ પોતાની ભૂલ સુધારે તે માટે વાહન ચાલક પોલીસ કમિશનર કચેરીએ ધક્કા ખાઈ રહ્યો છે. આ મામલે પોલીસ કમિશનર કચેરીએ પણ રજૂઆત કરી છે. પોલીસ અધિકારીઓએ આ અંગે કહ્યું કે સિસ્ટમની ટેક્નીકલ ખામીને કારણે આટલો દંડ આવ્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે