હવે ટ્રાફિકના નિયમ તોડવા પડશે ભારે! પોલીસ કરશે કડક કાર્યવાહી, લાયસન્સ થઈ જશે સસ્પેન્ડ, ભરવો પડશે દંડ
રસ્તાઓ પર પુરપાટ વાહનો ચલાવી ટ્રાફિકના નિયમો ભંગ કરતા લોકો સામે પોલીસે લાલ આંખ કરી છે. ટ્રાફિકના નિયમોનો ભંગ કરતા લોકો સામે આકરી કાર્યવાહીનો આદેશ આપવામાં આવ્યો છે. રાજ્યભરમાં ટ્રાફિકના નિયમોનો ભંગ કરનાર લોકોને હવે પોલીસ કાયદાનો પાઠ ભણાવશે.
અમદાવાદઃ ટ્રાફિકનો નિયમ તોડનારા વાહનચાલકો હમણાં સાવધાન રહેજો. ગુજરાત પોલીસ ચાતક નજરે તમારા પર નજર રાખી રહી છે. જો તમે નિયમ તોડ્યો તો સમજો ગયા...દંડ અને વાહન જપ્તની સાથે તમારુ લાઈસન્સ પણ સસ્પેન્ડ થઈ શકે છે...જુઓ ગુજરાતમાં પોલીસે ક્યાં કેવી કરી કાર્યવાહી?...
પુરપાટ ઝડપે ન ચલાવતાં વાહન
સ્પીડ ગનની છે તમારા પર નજર
અકસ્માત સર્જ્યો તો લાઈસન્સ જશે
હેલ્મટ વગર ન નીકળતાં બહાર
વાઈટ ફોગ લાઈટ વાળી કાર કબજે
મોડી ફાઈડ સાયલેન્સર વાળા બાઈકો જપ્ત
ગુજરાત પોલીસ હમણાં વાહન ચાલકો પર ચાતક નજર રાખી રહી છે. જો કોઈએ નિયમ તોડ્યો તો સમજજો કે મેમો સીધો ઘરે આવી જશે...ટ્રાફિકનો એક પણ નિયમ ભંગ હવે નહીં ચાલે....રાજ્યમાં વધી રહેલા અકસ્માતનો કારણે પોલીસ વધારે કડક થઈ હોય તેમ લાગી રહ્યું છે....
પહેલા હેલ્મેટ કે ટ્રાફિકનો નિયમ તોડનારા લોકો સામે માત્ર દંડની કાર્યવાહી થતી હતી...પરંતુ હવે તો હેલ્મેટ વગર પણ લાયસન્સ સસ્પેન્ડની કાર્યવાહી થઈ શકે છે. અમદાવાદ RTOમાં અત્યાર સુધી 3 હજાર દરખાસ્ત મળી છે. જેમાં 850 જેટલા લાયસન્સ તો 3 મહિના માટે સસ્પેન્ડ પણ કરી દેવાયા છે...
હેલ્મેટ નહીં તો લાયસન્સ સસ્પેન્ડ
અમદાવાદ RTOમાં અત્યાર સુધી 3 હજાર દરખાસ્ત મળી
850 જેટલા લાયસન્સ 3 મહિના માટે સસ્પેન્ડ કરી દેવાયા
વાત સુરતની કરીએ તો સુરતમાં પોલીસે જોરદાર કાર્યવાહી કરી છે. જેમાં વાઈટ ફોલ લાઈટ ધરાવતી 120 જેટલી કાર કબજે કરી છે...તો મોડીફાઈડ સાયલેન્સર વાળા 98 જેટલા બાઈક જપ્ત કરાયા છે...19 થ્રિ વ્હીલર ટેમ્પો અને રિક્ષા પણ જપ્ત કરવામાં આવી છે...જ્યારે અન્ય વાહન ચાલકોને મેમો આપવામાં આવ્યો છે...
સુરતમાં પોલીસની કાર્યવાહી
વાઈટ ફોલ લાઈટ ધરાવતી 120 જેટલી કાર કબજે કરાઈ
મોડીફાઈડ સાયલેન્સર વાળા 98 જેટલા બાઈક જપ્ત
19 થ્રિ વ્હીલર ટેમ્પો અને રિક્ષા પણ જપ્ત કરવામાં આવી
ઘણા એવા વાહનચાલકો છે જે ઉપરા છપરી ઈ-મેમો આવે છતાં તેને ભરતાં નથી...આવા વાહનચાલકોની યાદી પોલીસે બનાવી લીધી છે...વડોદરામાં 20થી વધુ ઈ-ચલણ ન ભરનારા 100 વાહનચાલકોની યાદી પોલીસને મળી છે. આ વાહનચાલકોને પકડવા માટે પોલીસને સુચના અપાઈ છે....એટલું જ નહીં તેમના લાયસન્સ રદ કરવાની પણ દરખાસ્ત RTOને કરાઈ છે....
ઈ-ચલણ ભરી દેજો
20થી વધુ ઈ-ચલણ ન ભરનારા 100 વાહનચાલકોની યાદી તૈયાર
વાહનચાલકોને પકડવા માટે પોલીસને સુચના અપાઈ
લાયસન્સ રદ કરવાની પણ દરખાસ્ત RTOને કરાઈ
રાજ્યમાં ઘણા સમયથી પોલીસનું કડકાઈથી કોમ્બિંગ ચાલી રહ્યું છે...ટ્રાફિકનો નિયમ ભંગ કરનારા અનેક વાહનચાલકો સામે કાર્યવાહી થઈ રહી છે. જો કે પોલીસની આ કાર્યવાહીને કારણે લોકો હેરાન પણ થયા છે. પરંતુ નિયમ બધા માટે સમાન હોય છે. આપણે જો કંઈ ખોટું નથી કર્યું તો ડરવાની કોઈ જરૂર નથી...પરંતુ જે લોકો નિયમો તોડી રહ્યા છે તેમના માટે હાલ સાવધાન રહેવાનો સમય ચોક્કસ છે.