સુરતમાંથી શંકાસ્પદ કબૂતર મળી આવતા પોલીસે ઝડપી લીધું, IB દ્વારા તપાસ ચાલુ કરવામાં આવી

શહેરના પાંડેસરા વિસ્તારમાં શંકાસ્પદ કબુતર મળી આવતા ચકચાર મચી છે. કબુતર WNP લખેલું હતું. જેથી પોલીસે આ કબુતરને કબ્જામાં લઇને સમગ્ર મુદ્દે IB દ્વારા તપાસ આદરવામાં આવી છે. સુરતમાં છેલ્લા ઘણા સમયથી ગુનાખોરી વધી રહી છે. જેના કારણે સુરત પોલીસ સતર્ક બની છે. ત્યારે આ પ્રકારની ઘટના સામે આવતા પોલીસ દોડતી થઇ હતી.

Updated By: Nov 24, 2020, 10:08 PM IST
સુરતમાંથી શંકાસ્પદ કબૂતર મળી આવતા પોલીસે ઝડપી લીધું, IB દ્વારા તપાસ ચાલુ કરવામાં આવી
પ્રતિકાત્મક તસ્વીર

સુરત : શહેરના પાંડેસરા વિસ્તારમાં શંકાસ્પદ કબુતર મળી આવતા ચકચાર મચી છે. કબુતર WNP લખેલું હતું. જેથી પોલીસે આ કબુતરને કબ્જામાં લઇને સમગ્ર મુદ્દે IB દ્વારા તપાસ આદરવામાં આવી છે. સુરતમાં છેલ્લા ઘણા સમયથી ગુનાખોરી વધી રહી છે. જેના કારણે સુરત પોલીસ સતર્ક બની છે. ત્યારે આ પ્રકારની ઘટના સામે આવતા પોલીસ દોડતી થઇ હતી.

જો કે સુરતના પાંડેસરાના કૈલાશનગર ચોકડી પાસે કૈલાશનગર-3માં રહેતા હ્રષ રાજેન્દ્ર શુક્લા ધોરણ-9માં અભ્યાસ કરે છે. તેના ઘર પાસે એક કબુતર શંકાસ્પદ હોવાથી તેણે ઝડપી લીધું હતું. કબુતર પર WNP PIGEON એવું લખાણ કરેલો સિક્કો મળી આવ્યો હતો. જેના કારણે લોકોમાં કુતુહલ સર્જાયું હતું. આ અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે સ્ટેશન ડાયરીમાં નોંધ કરીને તપાસ આદરી છે. 

કબુતરમાંથી જો કે કોઇ શંકાસ્પદ સામગ્રી કે ઇલેક્ટ્રોનિક ગેઝેટ મળી નથી. તેમ છતા પોલીસ દ્વારા આ મુદ્દે ગંભીરતાથી તપાસ આદરવામાં આવી છે. ઇન્ટેલિજન્ બ્રાંચને આ બાબતે જાણ કરવામાં આવી છે. હાલ કબુતર એક પ્રાણીપ્રેમી સંસ્થાને સોંપવામાં આવ્યું છે. જો કે ઇન્ટેલિજન્સ એજન્સીએ કોઇ વ્યક્તિઓ દ્વારા પોતાના કબુતરની ઓળખ માટે આ સિક્કા મારવામાં આવ્યા હોવાની શક્યતા અંગે તપાસ આદરી છે. 

જો કે આ કબુતરમાં કોઇ ટ્રાન્ઝિટ સિસ્ટમ, ટ્રાન્ઝિટર, ટ્રાન્સમીટર કે અન્ય કોઇ ઉપકરણો તપાસના અંતે મળી આવ્યા નથી. જો કે સુરત શહેરમાં હજારી સહિતની મહત્વપુર્ણ ઇન્ડસ્ટ્રી છે જ્યાં રિફાઇનરી સહિતના સંવેદનશીલ ઉદ્યોગ એકમો આવેલા છે. તેથી આવી સ્થિતીમાં સુરતના આ ઘટના સામાન્ય હોા છતા પણ હળવાશથી લઇ શકાતી નથી. જેથી IBને પણ જાણ કરવામાં આવી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube