વડોદરા : કોરોનાની ઐસીતૈસી, નિયમ તોડીને ખાણીપીણીની લારીએ ભીડ જમાવવાનો કિસ્સો

યાકુતપુરાનો આ કિસ્સો મીડિયામાં પ્રકાશમાં આવતા જ પોલીસે કડક પગલાં ભર્યા છે. 

Updated By: Apr 17, 2020, 07:10 PM IST
વડોદરા : કોરોનાની ઐસીતૈસી, નિયમ તોડીને ખાણીપીણીની લારીએ ભીડ જમાવવાનો કિસ્સો
પ્રતિકાત્મક તસવીર

રવિ અગ્રવાલ, વડોદરા : હાલમાં કોરોના મહામારીને લીધે આખા દેશમાં લોકડાઉનની સ્થિતિ છે. રાજ્યના પોલીસવાડા શિવાનંદ ઝા દરરોજે પત્રકાર પરિષદ કરીને પોલીસ ડ્રોનથી સર્વેલન્સ કરવા સહિત સર્વેલન્સ અને પેટ્રોલિંગ માટે કેવા ચુસ્ત પગલાં ભરી રહી છે તેની વિગતો આપે છે. આ પરિસ્થિતિમાં આજે વડોદરા શહેરના યાકુતપુરા વિસ્તારનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે કે યાકુતપુરામાં આખો દિવસ એક લારી પર ઉસળ-પાંઉ અને ગરમાગરમ ભજીયાનો ધંધો જાહેરમાં ધમધોકાર ચાલે છે. 

યાકુતપુરાનો આ કિસ્સો મીડિયામાં પ્રકાશમાં આવતા જ પોલીસે કડક પગલાં ભર્યા છે. વડોદરા ક્રાઇમ બ્રાન્ચે આ લારી ચલાવનાર શખ્સ ઇરફાન શેખ સામે જાહેરનામાનો ભંગ અને લોકડાઉન ભંગનો ગુના નોંધીને તેની ધપકડ કરી છે. ઇરફાને લોકડાઉન વખતે પણ લારી ચાલુ રાખી હતી એટલે આ પગલું ભરવામાં આવ્યું છે. 

હાલમાં સુરતનો પણ એક વીડિયો વાયરલ થયો હતો જેમાં લોકડાઉનમાં પણ રાંદેરની આલુપુરી અને ફેમસ વાનગીઓ ખાવા માટે લાઈનો લગાવી હતી. આ મામલામાં રાંદેર પોલીસે લારીના માલિકની ધરપકડ કરી હતી કારણ કે લારી પર મોટી સંખ્યામાં લોકો ભેગા થતા સોશિયલ ડિસ્ટન્સિંગના આદેશનો ભંગ થયો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube