)
ઉદય રંજન/અમદાવાદ: અમદાવાદમાં ગુનાહિત માનસિકતા ધરાવતા ગુનેગારો વિરુદ્ધ મેઘાણીનગર પોલીસે કાર્યવાહી હાથધરી છે. મેઘાણીનગર પોલીસે મેઘાણીનગર વિસ્તારના જૂના 50થી વધુ ગુનેગારોની અટકાયત કરીને કાયદેસરની કાર્યવાહી કરી હતી. ભૂતકાળમાં ગુનામાં પકડાયેલ હિસ્ટ્રીશીટરોને કાયદાનું ભાન કરાવીને પોલીસે ગુનાખોરી નિયંત્રણમાં લાવવાની કવાયત હાથધરી છે અને ગુનેગારો ફરી ગુનોના આચરે એ માટે સુરક્ષા કવચ તૈયાર કર્યું છે.
જેમાં મેઘાણીનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં જુના ગુનેગારો પર મેગા ઓપરેશન હાથ ધર્યું હતું. જેના દૃશ્યો આ હોય શકે છે કે મેઘાણીનગર પોલીસમાં ગુનેગારોનો કાયદાની કલાસ પોલીસ અધિકારી લઈ રહ્યા છે.
50થી વધુ ગુનેગારની અટકાયત
મેઘાણીનગર પોલીસે ગુનેગાર પર કાયદાનો સંકજો કસ્યો. શહેરમાં રહેલ અગાઉના ગુનેગારમાં કાયદાનો અને પોલીસનો ડર રહે માટે મોટી કાર્યવાહી કરી છે. જેના ભાગરૂપે મેઘાણીનગર પોલીસે અલગ-અલગ ટીમ બનાવીને મેઘાણીનગર પોલીસ સ્ટેશન વિસ્તારના 50થી વધુ ગુનેગારની અટકાયત કરી છે. ગુનાહિત ઇતિહાસ ધરાવતા ઈસમો કોઈ ગુનો ના આચરે માટે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી અને કાયદામાં રહેવા સૂચન કર્યું છે. મેઘાણીનગર વિસ્તારમાં અસામાજિક પ્રવૃત્તિ નિયંત્રણ લાવવા માટે પોલીસે ગુનેગારની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી અને ગુનેગારોમાં પોલીસનો ડર ઊભો કર્યો હતો .
મેઘાણીનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં મારામારી, ચોરી, ધાક ધમકી, હત્યા પ્રયાસ સહિતના ગંભીર પ્રકાર ગુના આચરનાર હિસ્ટ્રી ચિટર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જેમાં અનેક ગુનેગાર પાસે તીક્ષ્ણ હથિયાર કબજે લઈ અલગ થી કેસમાં કરવામાં આવ્યા છે. ત્યારે આગામી સમયમાં હજી 50થી વધુ ગુનેગારની શોધખોળ કરાઈ રહી છે.
સુરક્ષાને ધ્યાન રાખીને પોલીસે કાર્યવાહી
જેનાથી શહેરમાં ગુનાખોરી અટકાવવા અને સુરક્ષાને ધ્યાન રાખીને પોલીસે કાર્યવાહી કરી છે. નોંધનીય છે કે, તાજેતરમાં એક યુવકને 10થી વધુ શખ્સો જાહેરમાં હથિયાર વડે હુમલો કરી હત્યા કરી હતી. જે આ ગંભીર પ્રકારની ઘટનાને અટકાવવા પોલીસે ગુનેગારો વિરુદ્ધ કડક પગલા લઈ કાર્યવાહી કરી રહ્યા છે.