)
Ambalal Patel Ni Agahi : જાણીતા હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ માત્ર વાતાવરણની આગાહી માટે જ નહિ, પરંતું રાજકીય આગાહી માટે પણ પ્રખ્યાત છે. ગ્રહો અને નક્ષત્રોની ચાલ જોઈને તેઓ રાજકારણમાં કેવી હલચલ થશે તેની પણ ભવિષ્યવાણી કરતા હોય છે. ત્યારે દેશના રાજકારણમાં આગામી સમયમાં કેવી ઉથલપાથલ થશે તેની આગાહી તેમણે કરી છે.
રાજકારણની ભવિષ્યવાણી
પોલિટિક્સમાં વાવાઝોડાની શક્યતાને લઈને અંબાલાલ પટેલે કહ્યું કે, 5 ગ્રહો એકત્રિત થવાના કારણે 19 મે પેહલા આસુરી તત્વોનો ઉદય થવાની શક્યતાઓ રહેશે. જેનાથી આતંકવાદી પ્રવૃત્તિ વધે. ભારતીય સીમાઓ સાચવવી પડે તેવી નોબત આવશે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે સંભાળવું રહ્યું.
તેમણે આગળ કહ્યું કે, ગુજરાત સરકારમાં સ્થિરતા રહેશે, પરંતુ તેમાં કઈ નવીનતમ સુધારા આવી શકે છે. 29 માર્ચ થી 19મી મેં વચ્ચે કેન્દ્ર સરકારમાં પણ સ્થિરતા રહેશે. પણ કંઈ નવાજૂની બની શકે છે. જો કે સ્થિરતાને વાંધો આવી શકે નહિ.
મીનનો શનિ ભારે આફત લાવશે
ગ્રહોની સ્થિતિ જોઈને તેઓએ કહ્યું કે, આ વખતે મીનનો શનિ છે એટલે 15 જૂન પેહલા ભારે પવનના તોફાનો, ભારે આંધી વંટોળ, દરિયામાં ઉંચા મોજા ઉછળવાની શક્યતાઓ રહેશે. લગભગ 10 મેં બાદ કાચા મકાનના છાપરાઓ ઉડે તેવી શક્યતાઓ છે. રાજ્યમાં કાચા મકાનના પતરા ઉડશે. 25 એપ્રિલથી હવાનું દબાણ ઘટશે. હવાનું દબાણ લગભગ 1 હજાર 4 થી 1 હજાર 1 સુધી મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, કચ્છના ભાગોમાં થઈ શકે છે.
મીન રાશિને કારણે પવનની ગતિ રહેશે
બદલાતા મોસમ અંગે અંબાલાલ પટેલે ખેડૂતોને સલાહ આપતા કહ્યું કે, પવનની ગતિના કારણે અંબાની કેરીના પાક ઉપર અસર થઈ શકે છે. ધાન્ય પાકો ઉપર જો જમીન પોચી હશે અને પિયત કરવી હશે પાકો પડી જવાની પણ શક્યતાઓ રહેશે. આ વખતે મે માસમાં બંગાળ ઉપસાગરમાં ભારે વાવાઝોડું ફૂંકાવાની શક્યતાઓ રહેશે. 10 મી મેથી અને 15 જૂન પહેલા અરબી સમુદ્રમાં પણ ચક્રવાત થવાની શક્યતાઓ રહેશે. આ વર્ષ 15 જૂન પેહલા તો મીન રાશિના શનિના કારણે પવનની ગતિ વધુ રહેશે.