ગુજરાત: વાવાઝોડા સામે લડી લેવા માટે ગુજરાત તૈયાર, તંત્રની યુદ્ધના ધોરણે તૈયારી

Updated By: Jun 1, 2020, 06:24 PM IST
ગુજરાત: વાવાઝોડા સામે લડી લેવા માટે ગુજરાત તૈયાર, તંત્રની યુદ્ધના ધોરણે તૈયારી

- સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 12 ટીમ મોકલાઇ
- મેડિકલ કીટ, રબરબોટ, વાયરલેસ સહિતની સામગ્રીથી સજ્જ છે ટીમ
- વાવાઝોડાના કારણે ઉત્પન્ન કોઇ પણ સ્થિતીને પહોંચી વળવા સક્ષમ

વડોદરા :  અરબી સમુદ્રમાં સક્રિય ડિપ્રેશન લો પ્રેશરમાં પરિવર્તિત થઇ ચુક્યું છે. જેના પગલે હવામાન વિભાગ દ્વારા વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં વાવાઝોડાની શક્યતાને પગલે જરોદ ખાતેની NDRF ના હેડ ક્વાર્ટર ખાતે 15 ટીમો તહેનાત કરવામાં આવી છે. જેમાંથી 12 ટીમને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં તહેનાત કરવામાં આવ્યા છે.

દારૂબંધી છે કે ? લોકડાઉન ખુલતાની સાથે જ અમદાવાદમાં લાંબી લાઇનો લાગી!

ટીમ કોઇ પણ સ્થિતીને પહોંચી વળવા માટે તૈયાર
ગુજરાત આગામી 4 અને 5 જૂને વાવાઝોડા સાથે ભારે વરસાદી આગાહીના પગલે તંત્ર એલર્ટ મોડ પર છે. તમામ કાંઠાળા વિસ્તારોમાં એનડીઆરએફની ટીમો મોકલી આપવામાં આવી છે. જેમાં તેમને તમામ મેડિકલ સુવિધા, રબર બોટ, વાયરલેસ ફોન સહિતની તમામ સ્થિતીને પહોંચી વળવા માટેની સુવિધા આપી દેવામાં આવી છે. જેમાંથી નવસારી, ભરૂચ, સુરત, વલસાડ, સૌરાષ્ટ્ર અને દીવ, દમણ અને દાદરાનગર હવેલી સહિતનાં કેન્દ્ર શાસિત પ્રદેશોનાં દરિયાકાંઠાના વિસ્તારોમાં ટીમો ખડકી દેવામાં આવી છે.

દારૂબંધી છે કે ? લોકડાઉન ખુલતાની સાથે જ અમદાવાદમાં લાંબી લાઇનો લાગી!

આ ઉપરાંત મોટા પ્રમાણમાં એનડીઆરએફની ટીમો સ્ટેન્ડ ટુ પણ રાખવામાં આવશે. જો જરૂર પડશે તો વધારે ફોર્સ પણ મોકલવામાં આવશે. હાલ વાવાઝોડાની આગાહી અનુસાર અંદાજ લગાવીને ટીમો મોકલી આપવામાં આવી છે. આ ઉપરાંતવધારે ફોર્સ પણ તૈયાર છે. પ્રાથમિક ટીમો ફિલ્ડ પર જઇને કાર્યરત થશે અને જરૂર પડ્યે વધારે ફોર્સ અથવા સાધન સામગ્રી મંગાવશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube