હવે પૂજા કરવામાં પણ મોંઘવારી નડશે! શ્રીફળના ભાવમાં તોતિંગ વધારો, મહિને પડશે આટલાનો ફટકો!

Sharp increase in the price of Shrifal: દર વર્ષે શ્રાવણ મહિનામાં જ શ્રીફળના ભાવમાં ઉછાળો આવે છે તેનું કારણ તહેવારના દિવસોમાં સાઉથના વેપારીઓએ બનાવેલી રીંગના કારણે શ્રીફળના ભાવમાં વધારો થાય છે. જોકે આ રીંગ તુટી જાય છે ત્યારે ભાવમાં ઘટાડો થાય છે તેવું ફરી એક વાર બન્યું છે. હવે તો એવી સ્થિતિ ઉભી થઈ છે કે લોકોને પુજા કરવામાં પણ મોંઘવારી નડી રહી છે. અત્યારે શ્રીફળના ભાવોમાં રૂ.૧૦નો વધારો થતા ભગવાનની પૂજા કરવામાં પણ મોંઘવારી નડી શકે છે. રોજબરોજ ભગવાનને પ્રસાદ સ્વરૂપે શ્રીફળ ધરાવતા ભક્તોને મહિને રૂ. ૩૦૦થી વધુનો આર્થિક બોજો પડશે.

હવે પૂજા કરવામાં પણ મોંઘવારી નડશે! શ્રીફળના ભાવમાં તોતિંગ વધારો, મહિને પડશે આટલાનો ફટકો!

About the Author

Kinjal Patel

Kinjal Patel

કિંજલકુમાર પટેલ ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. હાલ ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતના ક્રાઈમ સમાચાર, કરન્ટ અફેર્સ, ગુજરાતની રાજનીતિ, દેશ-વિદેશમાં બનતી સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓ પર મુખ્ય ફોકસ કરે છે. સંદેશ ન્યૂઝ ડિજિટલ સાથે તેમણે પત્રકારત્વ કારકિર્દીની શરૂઆત કરી હતી. ZEE 24 કલાક (ડિજિટલ) સાથે 3 વર્ષથી વધુ સમયથી જોડાયેલા છે. આ સિવાય તેમણે Sandesh ન્યૂઝ, ABP અસ્મિતા, ETV ભારતમાં કામ કર્યું છે. અમદાવાદની હિરામણી મીડિયા ઈન્સ્ટ્યૂટ્યૂટ (ગુજરાત યુનિવર્સિટી)માંથી માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમનો અભ્યાસ કર્યો છે.

Read More