પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માતા હીરા બાએ ગાંધીનગર ખાતે લીધી વેક્સિન

વડાપ્રધાન મોદીનાં માતા હિરા બાએ આજે પોતાની કોરોના વેક્સિન પ્રથમ ડોઝ લીધો હતો. ગાંધીનગર ખાતેનાં તેમના નિવાસ સ્થાન નજીક આવેલા હેલ્થ સેન્ટરમાં જઇને તેઓએ પોતાની કોરોનાની રસીનો પ્રથમ ડોઝ લીધો હતો. વડાપ્રધાન મોદીએ પણ આ અંગે ટ્વીટ કરીને માહિતી આપી હતી. તેમણે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, મારા માતા હિરા બાએ આજે કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો છે. હું દેશાં તમામ નાગરિકોને અપીલ કરૂ છું કે, તેઓ પણ પોતાનું નામ આવે ત્યારે કોરોના રસીનો પ્રથમ ડોઝ લે. 

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માતા હીરા બાએ ગાંધીનગર ખાતે લીધી વેક્સિન

ગાંધીનગર : વડાપ્રધાન મોદીનાં માતા હિરા બાએ આજે પોતાની કોરોના વેક્સિન પ્રથમ ડોઝ લીધો હતો. ગાંધીનગર ખાતેનાં તેમના નિવાસ સ્થાન નજીક આવેલા હેલ્થ સેન્ટરમાં જઇને તેઓએ પોતાની કોરોનાની રસીનો પ્રથમ ડોઝ લીધો હતો. વડાપ્રધાન મોદીએ પણ આ અંગે ટ્વીટ કરીને માહિતી આપી હતી. તેમણે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, મારા માતા હિરા બાએ આજે કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો છે. હું દેશાં તમામ નાગરિકોને અપીલ કરૂ છું કે, તેઓ પણ પોતાનું નામ આવે ત્યારે કોરોના રસીનો પ્રથમ ડોઝ લે. 

— Narendra Modi (@narendramodi) March 11, 2021

કોરોના રસી સંપુર્ણ સુરક્ષીત હોવા અંગે અનેક વાર સવાલો ઉઠતા રહ્યા છે. ત્યારે મોદી સરકારનાં મોટા ભાગના મંત્રીઓએ કોરોના રસી લઇને લોકો વચ્ચે એક પ્રકારે વિશ્વાસ સંપાદનનું કામ કર્યું છે. તેવામાં નરેન્દ્ર મોદીનાં માતા હિરાબાએ રસી લેતા વધારે મજબુતાઇથી સંદેશ નાગરિકોમાં ગયો છે કે, કોરોના રસી સંપુર્ણ સ્વસ્થ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ભારતમાં નિર્મિત કોરોના રસીની દેશ વિદેશમાં ખુબજ માંગ છે. ભારત દ્વારા રસીનું મોટા પાયે નિકાસ પણ કરવામાં આવી રહ્યો છે. 

સમગ્ર દેશમાં કોરોના વેક્સિનેશનની કામગીરી ચાલી રહી છે. આ કડીમાં ગુરૂવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બાં હીરાબેનને પણ કોરોના વેક્સીનનો પ્રથમ ડોઝ લીધો હતો. વડાપ્રધાન મોદીએ બપોરે આ અંગે ટ્વીટ કરીને માહિતી આપી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને લખ્યું કે, મને જણાવતા ખુબ આનંદ થઇ રહ્યો છે કે, મારા માતાએ કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ આજે લીધો છે. હું તમામ નાગરિકોને અપીલ કરવા માંગુ છું કે, જે પણ વેક્સિનેશન માટે યોગ્ય હોય તેઓ વેક્સિન જરૂર લે અને અન્ય લોકોને પણ પ્રેરિત કરે. 

અત્રે ઉલ્લેખનીય છે કે, નરેન્દ્ર મોદી માતા હીરા બા ગાંધીનગર ખાતે જ રહે છે. તેમની ઉંમર 100 વર્ષની આસપાસ છે. જો કે તેઓ આ ઉંમરે પણ ખુબ જ એક્ટિવ રહે છે. ઉલ્લેખનીય છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પણ કોરોના વેક્સીનનો પહેલો ડોઝ આપવામાં આવી ચુક્યો છે. વડાપ્રધાન મોદી પોતાના માં હીરા બેનના ખુબ જ નજીક છે. તેઓ મોટે ભાગે જ્યારે પણ ગુજરાત મુલાકાતે આવે ત્યારે અવશ્ય બા મળવા માટે પહોંચે છે. જન્મ દિવસે પણ તેઓ અચુક બા ને મળવા અવાય તેવો પ્રયાસ કરે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news