અયોધ્યા ભૂમિ પૂજનના સાક્ષી બન્યા પ્રધાનમંત્રીના માતા હીરાબા, ટીવી પર નિહાળ્યો કાર્યક્રમ
અયોધ્યામાં આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભગવાન રામના ભવ્ય અને દિવ્ય મંદિરના નિર્માણ માટે ભૂમિ પૂજન કર્યું હતું. ત્યારે તેમના માતા હીરાબાએ ટીવી પર ભગવાન રામના દર્શન કર્યાં હતા.
ગાંધીનગરઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે અયોધ્યામાં રામ મંદિરનું ભૂમિ પૂજન કર્યું છે. આ સાથે ભગવાન રામના ભવ્ય અને દિવ્ય મંદિરનું નિર્માણ કાર્ય પણ શરૂ થઈ ગયું છે. રામ મંદિરના ભૂમિ પૂજનના કાર્યક્રમને લઈને સમગ્ર દેશમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. કોરોનાને મર્યાદિત સંખ્યામાં લોકો આ કાર્યક્રમમાં હાજર રહ્યાં હતા. તો ટીવીના માધ્યમથી કરોડો લોકો આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બન્યા હતા. ત્યારે ગાંધીનગરમાં રહેતા પ્રધાનમંત્રીના માતા હીરાબાએ પણ આ સમગ્ર કાર્યક્રમ ટીવી પર નિહાળ્યો હતો.
હીરાબાએ ટીવી પર જોયો ભૂમિ પૂજનનો કાર્યક્રમ
પ્રધાનમંત્રીના માતા હીરાબા પણ આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા માટે સવારથી ટીવી સમક્ષ બેસી ગયા હતા. તેમણે ટીવીના માધ્યમથી ભગવાન રામના દર્શન કર્યાં હતા. તો તેમના પુત્ર અને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે ભૂમિ પૂજનનો કાર્યક્રમ જોઈને હીરાબા પણ ભાવવિભોર થયા હતા.
[[{"fid":"275778","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]
અયોધ્યામાં શું બોલ્યા પીએમ મોદી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે મારું સૌભાગ્ય છે મને ટ્રસ્ટે ઐતિહાસિક પળ માટે આમંત્રિત કર્યો. મારું આવવું સ્વભાવિક હતું, આજે ઇતિહાસ રચવામાં આવી રહ્યું છે. આજે ભારત રામમય છે, દરેક મન દીપમય છે. પીએમ મોદીએ કહ્યું કે રાજ કાજ કીન્હે બિનુ મોહિ કયાં વિશ્રામ...સદીઓનો ઇંતઝાર સમાપ્ત થઇ રહ્યો છે. વરસો સુધી રામલલા ટેંટમાં રહેતા હતા, પરંતુ હવે ભવ્ય મંદિર બનશે.
તૂટવું અને પછી ઉભા થવું, સદીઓથી ચાલતા આવતા આ વ્યતિક્રમથી રામજન્મભૂમિ આજે મુક્ત થઇ ગઇ છે. આખો દેશ રોમાંચિત છે, દરેક મન દીપમય છે. સદીઓ રાહ જોવામાં આવતી હતી તે આજે સમાપ્ત થઇ ગઇ છે.
[[{"fid":"275779","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"2":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"2"}}]]
પીએમ મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે ''આપણા સ્વતંત્રતા આંદોલન વખતે ઘણી પેઢીઓએ પોતાનું બધુ જ સમર્પિત કરી દીધું હતું. ગુલામીના કાલખંડમાં એવો સમય ન હતો જ્યારે આઝાદી માટે આંદોલન ચાલ્યું ન હોય, દેશનો કોઇ ભૂભાગ એવો નથી જ્યાં આઝાદી માટે બલિદાન ન આપ્યું હોય.
તેમણે આગળ કહ્યું કે ''રામ મંદિર માટે ચાલેલા આંદોલનમાં અર્પણ પણ હતું, તર્પણ પણ હતું, સંઘર્ષ પણ હતો. જેના ત્યાગ, બલિદાર અને સંઘર્ષથે આજે આ સપનું સાકાર થઇ રહ્યું છે. જેની તપસ્યા રામ મંદિરમાં પાયાની માફક જોડાયેલા છે, હું તે બધાને આજે 130 કરોડ દેશવાસીઓ તરફથી નમન કરું છું, પીએમ મોદીએ કહ્યું ''રામ આપણા મનમાં મઢેલા છે, આપણી અંદર ભળી ગયા છે. કોઇ કામ કરવાનું હોય તો પ્રેરણા માટે આપણે ભગવાન રામ તરફ જ જોઇએ છીએ.
જુઓ LIVE TV
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube