ઝી બ્યુરો/ગાંધીનગર: રાજ્યભરમાં બંધ કરાયેલા ગેમઝોનને લઈ એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. ગેમ ઝોનના સંદર્ભેમાં સૂચિત નવા નિયમો જાહેર કરી દેવામાં આવ્યા છે. ગૃહ વિભાગ દ્વારા સૂચિત નિયમો જાહેર કરાયા છે. ગુજરાત એમ્યુઝમેન્ટ રાઈડસ એન્ડ ગેમિંગ ઝોન એક્ટિવિટિના નામે સૂચિત નિયમો જાહેર કરાયા છે. સરકારની મંજૂરી બાદ નિયમો લાગુ થશે. ગેમિંગ ઝોન સંદર્ભે વિવિધ એક્ટિવિટિ અને રાઈડ માટેના નિયમો સૂચિત કરાયા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગણેશ ગોંડલના કાંડ મામલે જયરાજસિંહ જાડેજાએ મૌન તોડ્યું; ભીસ વધતાં શું આપ્યું નિવેદન?


ગેમ ઝોનના સંદર્ભમાં સૂચિત કરાયેલા નવા નિયમો નીચે મુજબ છે...


  • એમ્યુઝમેન્ટ રાઈડ માટે પહેલીથી પરવાનગી લેવી પડશે

  • ફાયર સેફ્ટી, બિલ્ડિંગ યુઝ, સ્ટ્રક્ચર સ્ટેબિલિટી સંદર્ભે એનઓસી લેવાનું રહેશે

  • સીટી રાઈડ સેફ્ટી એન્ડ ઈન્સ્પેક્શન કમિટી ની રચના કરવામાં આવશે

  • મંજૂરી પ્રમાણે જ ગેમ ઝોન માં રાઈડ ઈન્સ્ટોલ કરવાની રહેશે

  • મંજૂર કરેલી રાઈડ માં ફેરફાર દેખાશે તો રાઈડ ની મંજૂરી રદ્દ કરી શકાશે

  • રાઈડના સુપર વિઝન માટે ખાસ સુપરવાઈઝર ની નિમણુંક કરવાની રહેશે

  • રાઈડનું તબક્કાવાર ઈન્સ્પેક્શન કરવાનું રહેશે

  • લાઈસન્સ વગર ત્રણ માસથી વધુ એમ્યુઝમેન્ટ પાર્ક માં રાઈડ ચાલુ રાખી શકાશે નહી

  • સીટી રાઈડ સેફ્ટી કમિટીએ એમ્યુઝમેન્ટ પાર્કની રાઈડ નું કરવું પડશે ઈન્સ્પેક્શન

  • કમિટીએ દર ત્રણ માસે કરવાનું રહેશે ઈન્સ્પેક્શન

  • કમિટી દ્વારા રીપોર્ટ કરી લાઈસન્સિંગ ઓથોરીટી ને રીપોર્ટ સોંપવાનો રહેશે

  • અકસ્માત થતા રાઈડ ની સેવાઓ બંધ કરવાની રહેશે

  • અકસ્માત બાદ બંધ થયેલા સેવાઓ લાઈસન્સ મેળવ્યા બાદ જ શરૂ થઈ શકશે

  • એમ્યુઝમેન્ટ પાર્ક ના ધારકોએ ફરજીયાત વિમો લેવો પડશે

  • અકસ્માતમાં મૃત્યુના કિસ્સામાં રૂપિયા 10 સહાયનો વિમો લેવો પડશે. 

  • અકસ્માતમાં સરવાર માટે રૂપિયા 7.5 લાખથી લઈ 2 લાખની સારવાર માટે વિમો લેવો પડશે

  • સીસીટીવી નું ઈન્સ્ટોલેશન સાથે એક માસના ફૂટેજ રાખવા પડશે

  • પાર્કિંગ, ટીકીટ બૂકિંગ કાઉન્ટર ની વ્યવસ્થાઓ જાળવવાની રહેશે

  • પબ્લિક કોમ્યુનિકેશન સીસ્ટમ રાખવા ફરજીયાત રહેશે

  • રાઈડ ચલાવતા લોકોને પબ્લિક કોમ્યુન્કેશન સીસ્ટમ ચલાવવા ફરજિયાત રહેશે

  • રાઈડ શરૂ થતા પહેલા ઓપરેટરે તેની સુરક્ષા અંગે ચકાસણી કરવાની રહેશે


ચોમાસાને લાગી બ્રેક! શુ ગુજરાતમાં આ વખતનું ચોમાસું બગડશે? અંબાલાલની ચોંકાવનારી આગાહી


રાજ્ય સરકારે બંધ કરાવેલા ગેમ ઝોન મામલે મહત્વના સમાચાર આપ્યા છે. બંધ થયેલા ગેમ ઝોન નવા કાયદાની રચના બાદ ખુલશે. ગેમ ઝોન સહિત જરૂરી જાહેર જગ્યાઓ સંદર્ભે નવા કાયદાઓની રચના થશે. નવા કાયદાઓમાં ગેમ ઝોન સહિત જાહેર જગ્યાઓ બાબતે મોડેલ એક્ટની રચના થશે. નવા કાયદા પ્રમાણે ખાતરી કર્યા બાદ જ ગેમ ઝોન શરૂ કરવા મંજૂરી અપાશે. રાજ્ય સરકાર ટૂંક સમયમાં નવા કાયદાઓની જાહેરાત કરશે. 


દલિત, ઓબીસી કે મહિલા... આમાંથી કોઈ બની શકે ભાજપના આગામી અધ્યક્ષ, RSSના આશીર્વાદ પણ


પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે કે, રાજકોટ ટી.આર.પી. ઘટના જેવી ઘટનાનું રાજ્યમાં ક્યાંય પણ પુનરાવર્તન ન થાય તે હેતુથી એમ્યુઝમેન્ટ રાઇડ્સ એન્ડ ગેમીંગ ઝોનમાં આવતા નાગરિકોની સલામતી માટે ગૃહ વિભાગ દ્વારા “ધી ગુજરાત એમ્યુઝમેન્ટ રાઇડ્સ એન્ડ ગેમીંગ ઝોન એકટીવીટીઝ (સેફટી) રૂલ્સ-૨૦૨૪” બનાવવામાં આવ્યા છે. આ સૂચિત નિયમો રાજ્ય સરકારના ગૃહ વિભાગની વેબસાઈટ https://home.gujarat.gov.in/Upload/GAMINGZONE(MODELRULES2024FINALDRAFT%20_11062024.pdf પર પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે.


સૌથી મોટી ખબર: પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થશે ધડાકો, પેટ્રોલિયમ મંત્રીની મોટી જાહેરાત


તેમણે વધુમાં કહ્યું હતું કે, આ નિયમો અંગે કોઈપણ નાગરિક પોતાના વાંધા તથા સૂચનો મોકલી શકે છે. જે નાગરિકોએ આ બાબતે વાંધા- સૂચનો હોય તેમને આગામી તા. 25 જૂન, 2024 સુધીમાં ગૃહ વિભાગના મેઈલ આઈડી home@gujarat.gov.in પર મોકલી આપવાના રહેશે. નિયત તારીખ એટલે કે 25 જૂન બાદ મળેલા સૂચનો-વાંધાઓ ધ્યાને લેવાશે નહીં. ગુજરાત પોલીસ અધિનિયમ- 1951ની કલમ- 33 હેઠળ પોલીસ કમિશનર તથા જિલ્લા મેજિસ્ટ્રેટઓને આ અંગે નિયમો બનાવવાની સત્તા છે. તેઓ આ નિયમને આખરી કરશે તે બાદ તેને પ્રસિધ્ધ કરવામાં આવશે.