33 ગુજરાતીઓ સહિત 112 ભારતીયોને લઈને અમેરિકાનું ત્રીજુ વિમાન પહોંચ્યું અમૃતસર

અમેરિકી વાયુ સેનાનું વધુ એક વિમાન ભારત પહોંચ્યું છે. અમૃતસર પહોંચેલા વિમાનમાં 112 ગેરકાયદેસર ભારતીયો હોવાનું સામે આવ્યું છે. આ વિમાનમાં 20થી વધુ ગુજરાતીઓ પણ હોવાની વિગત સામે આવી છે.
 

33 ગુજરાતીઓ સહિત 112 ભારતીયોને લઈને અમેરિકાનું ત્રીજુ વિમાન પહોંચ્યું અમૃતસર

અમૃતસરઃ અમેરિકા વાયુ સેનાનું વધુ એક વિમાન ભારત પહોંચી ગયું છે. વિમાને અમૃતસર એરપોર્ટ પર લેન્ડિંગ કર્યું છે. આ વિમાનમાં 112 ગેરકાયદેસર ભારતીયો સામેલ છે, જેને અમેરિકામાંથી બહાર કરવામાં આવ્યા છે. આ વિમાનમાં 33 જેટલા ગુજરાતીઓ હોવાનું સામે આવ્યું છે. અમેરિકામાંથી ડોનાલ્ટ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા બાદ ગેરકાયદેસર રહેતા ભારતીયોને વતન પરત મોકલવામાં આવી રહ્યાં છે. આ કડીમાં ત્રીજુ વિમાન ભારત પહોંચ્યું છે. 

અમેરિકાથી ગેરકાયદેસર ભારતીય ઈમિગ્રન્ટ્સની ત્રીજી બેચ અમૃતસર પહોંચી છે, જેમાં કુલ 112 લોકો છે. વિમાન રવિવારે (16 ફેબ્રુઆરી 2025) ના રોજ એરપોર્ટ પર ઉતર્યું હતું. અમેરિકાથી ભારતમાં મોકલવામાં આવેલા 112 લોકોમાંથી 44 હરિયાણાના, 33 ગુજરાતના, 31 પંજાબના, બે ઉત્તર પ્રદેશના અને એક-એક ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશના છે.

— ANI (@ANI) February 16, 2025

No description available.

No description available.

શનિવારે 116 ભારતીયો આવ્યા
શનિવારે રાત્રે ગેરકાયદેસર ભારતીયોને લઈને અમેરિકી વિમાન અમૃતસર પહોંચ્યું હતું. આ વિમાનમાં 116 ભારતીયો હતા, જેમાં 8 ગુજરાતીઓ સામેલ હતા. આ ગુજરાતીઓ આજે સવારે અમદાવાદ આવી પહોંચ્યા હતા. જ્યાં પોલીસ બંદોબસ્ત વચ્ચે બધાને પોતાના ઘરે રવાના કરી દેવામાં આવ્યા હતા.

બીજી ફ્લાઈટમાં 8 ગુજરાતી હતા 
આઠ ગુજરાતી સહિત 119 ગેરકાયદે ભારતીયોને અમેરિકાએ ડિપોર્ટ કરી દીધા છે. 119 ગેરકાયદે ગયેલા ભારતીયોને લઈ પ્લેન આજે અમૃતસર લેન્ડ થયું હતું. જેમાં 67 પંજાબીઓ, 33 હરિયાણાના, 8 ગુજરાતી તેમજ ઉત્તર પ્રદેશના ત્રણ, ગોવા, મહારાષ્ટ્ર અને રાજસ્થાનના બે-બે અને હિમાચલ પ્રદેશ તથા જમ્મુ કશ્મીરના એક-એક વ્યક્તિનો સમાવેશ થાય છે. ત્યારે ગુજરાતીઓની વતન વાપસી થઈ ગઈ છે. આ 8 લોકોમાં એક બાળકનો પણ સમાવેશ થાય છે. તો ગુજરાતીઓને હાલ અમદાવાદ લાવીને તેમના ઘરે પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી છે. આ 8 ગુજરાતીઓ કોણ કોણ છે તે માહિતી હજી સામે આવી નથી. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news