ભારતના ફાર્માસ્યુટિકલ ઉદ્યોગના વિકાસ માટે વિજ્ઞાનનું ગુણવત્તાયુક્ત શિક્ષણ અને સંશોધન જરૂરી: એક્સપર્ટ

 ભારતમાં 600થી વધુ યુનિવર્સિટીઓ અને 30,000થી વધુ કોલેજો હોવા છતાં હજુ પણ સક્ષમ શિક્ષણ મેળવવા ઈચ્છતા યુવાનોને પૂરતી અને ગુણવત્તાયુક્ત તાલીમ મળતી નથી. આ ઉપરાંત કરોડોની સંખ્યાનો એમાં ઉમેરો થઈ રહ્યો છે. આ માટે જૂના અભ્યાસક્રમો, શિક્ષણની મર્યાદિત અને નબળી માળખાગત સુવિધાઓ, કોલેજોના શિક્ષકોમાં સંશોધનની મર્યાદિત પ્રવૃત્તિ, તથા મર્યાદિત સ્ટાફને કારણે ટર્શિયરી શિક્ષણમાં નબળી ગુણવત્તા જોવા મળે છે. 

ભારતના ફાર્માસ્યુટિકલ ઉદ્યોગના વિકાસ માટે વિજ્ઞાનનું ગુણવત્તાયુક્ત શિક્ષણ અને સંશોધન જરૂરી: એક્સપર્ટ

ગાંધીનગર: નાઈપર, અમદાવાદના ગાંધીનગર ખાતેના સંકુલમાં યોજાયેલા 5મા પદવીદાન સમારંભમાં 3 વિદ્યાર્થીને પીએચ.ડી અને 54 વિદ્યાર્થીને એમ.એસ.(ફાર્મા) ડીગ્રી એનાયત કરાઈ છે. નાઈપર અમદાવાદમાંથી કુલ 316 વિદ્યાર્થી ગ્રેજ્યુએટ થઈ ચૂક્યા છે અને હાલમાં 141 વિદ્યાર્થી એમ.એસ.(ફાર્મા) ડીગ્રી માટે વિવિધ વિદ્યાશાખાઓમાં અભ્યાસ કરી રહ્યા છે. કુલ 29 વિદ્યાર્થીઓએ પીએચ.ડીનો અભ્યાસ ચાલુ રાખ્યો છે અને 2011ની બેચમાંથી 2 વિદ્યાર્થીઓએ તેમનો ડોકટરલ અભ્યાસક્રમ પૂરો કરી દીધો છે. 

નાઈપરનું વિઝન ફાર્માસ્યુટિકલ અનેબાયોમેડિકલ સાયન્સીસનાક્ષેત્રે શિક્ષણ,સંશોધન, પ્રોફેશનલ તથા ઉદ્યોગસાહસિકતાલક્ષી તાલીમમાં દેશ-વિદેશમાં માન્યપ્રીમિયર સેન્ટર ઓફ એક્સેલન્સ બનવાનું છે. 

પદવીદાન સમારંભના મુખ્ય મહેમાન આઈઆઈએસઈઆર, તિરૂપતિ ના ડિરેક્ટર ડો. કે. એન ગણેશે જણાવ્યું હતું કે " ભારતમાં 600થી વધુ યુનિવર્સિટીઓ અને 30,000થી વધુ કોલેજો હોવા છતાં હજુ પણ સક્ષમ શિક્ષણ મેળવવા ઈચ્છતા યુવાનોને પૂરતી અને ગુણવત્તાયુક્ત તાલીમ મળતી નથી. આ ઉપરાંત કરોડોની સંખ્યાનો એમાં ઉમેરો થઈ રહ્યો છે. આ માટે જૂના અભ્યાસક્રમો, શિક્ષણની મર્યાદિત અને નબળી માળખાગત સુવિધાઓ, કોલેજોના શિક્ષકોમાં સંશોધનની મર્યાદિત પ્રવૃત્તિ, તથા મર્યાદિત સ્ટાફને કારણે ટર્શિયરી શિક્ષણમાં નબળી ગુણવત્તા જોવા મળે છે.  દેશમાં નવી પેઢી દ્વારા આર્થિક વૃધ્ધિ હાંસલ થાય તે માટે આપણે વિજ્ઞાનના શિક્ષણ અને સંશોધન પર ભાર મૂકવાની જરૂર છે. આવા પરિવર્તન માટે અંડરગ્રેજ્યુએટ ક્ષેત્રે શિક્ષણની ગુણવત્તામાં સુધારો કરવાની જરૂર છે.”

નાઈપર, અમદાવાદ આગામી દિવસોમાંવધુ મોટું અને વધુ બહેતર બનવા માટે પ્રયત્નશીલ છે. તાજેતરમાં નાઈપર, અમદાવાદે અમેરિકાની હાર્વર્ડ મેડિકલ સ્કૂલ, જ્હોન્સ હોપકિન્સમેડિકલ  સ્કૂલ, એમઆઈટી,મિલર સ્કૂલ ઓફ મેડિસિન્સ, યુનિવર્સિટી ઓફ વોશીંગ્ટન અને આયર્લેન્ડની યુનિવર્સિટી ઓફગેલ્વે સાથે સંશોધન સહયોગ કર્યો છે. 

નાઈપર, અમદાવાદના ડિરેકટર પ્રો. કિરણ કાલિયાએ જણાવ્યું હતું કે  "દેશ-વિદેશનાં પ્લેટફોર્મ સાથે ઈનોવેશન, રૂપાંતર અનેસહયોગનાસ્તંભો પર વિશ્વ સ્તરની સંસ્થાઓનું નિર્માણ થતું હોય છે. નાઈપર, અમદાવાદની મજલનો પ્રારંભ પર્ડમાં સીડીંગ ઈન્સ્ટિટ્યુટ તરીકે થયો હતો. અમે વર્ષ 2007 અને 2011માં 3 સ્પેશ્યાલાઈઝેશન સાથે સંસ્થાની શરૂઆત કરી હતી. આજે તેની સંખ્યા વધીને 7 થઈ છે, જેમાં બાયોટેકનોલોજી, નેચરલ પ્રોડકટસ, ફાર્માસ્યુટિક્સ, ફાર્માસ્યુટિકલ એનાલિસીસ,મેડિસિનલકેમિસ્ટ્રી,ફાર્મેકોલોજીઅને ટોક્સીકોલોજીઅને મેડિકલડિવાઈસિસનો સમાવેશ થાય છે. અમે દેશના ફાર્માસ્યુટિકલ હબ ગણાતા અમદાવાદ શહેરમાં હોવા માટે અમને નસીબદાર સમજીએ છીએ." 

નાઈપર, અમદાવાદ દ્વારા તાજેતરમાં નોબેલ પ્રાઈઝ વિજેતા પ્રો.એન્ડ્રુ સ્કેલી સાથે અમારા એક ફેકલ્ટીના સભ્ય સાથે કામ કરવાનો કરાર કર્યો છે. હાલમાં નાઈપર, અમદાવાદે ઝાયડસ કેડીલા જેવી દેશમાંપ્રતિષ્ઠિત સ્થાન ધરાવતી કંપની સાથે  ફેકલ્ટી વિઝીટ અને સંશોધન પ્રોજેકટસ માટે સમજૂતિના કરાર કર્યા છે. નાઈપર, અમદાવાદે સહજાનંદ બાયોટેક અને જહોનસન એન્ડ જ્હોનસન સાથે અભ્યાસક્રમના અપગ્રેડેશન માટે તથા ભવિષ્યમાં નિયમનલક્ષી સુધારા કરવા માટે સમજૂતીના કરાર કર્યા છે. 

ડો. કેતન પટેલે જણાવ્યું હતું કે આજથી દોઢ દાયકા પહેલાં ભારતના ફાર્માસ્યુટિકલ ફોર્મ્યુલેશન્સને દુનિયાના મોટાભાગના દેશોમાં ઉતરતી કક્ષાના ગણવામાં આવતાં હતાં. આથી આપણી મોટાભાગની નિકાસ નોન-રેગ્યુલેટેડ માર્કેટમાં હતી. આજે ભારત વિશ્વની ફાર્મસી બની ચૂક્યું છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news