રાફેલ વિમાનને 101 સ્ક્વૉડ્રનમાં સામેલ કરાયા, હાશીમારા ખાતે ભવ્ય કાર્યક્રમની ઉજવણી

ભારતીય વાયુ સેનાએ 28 જુલાઇ 2021ના રોજ ઇસ્ટર્ન એર કમાન્ડ (EAC)માં આવેલા એરફોર્સ સ્ટેશન, હાશીમારા ખાતા યોજાયેલા એક કાર્યક્રમ દરમિયાન નંબર- 101 સ્ક્વૉડ્રનમાં ઔપચારિક રીતે રાફેલ વિમાનને સામેલ કર્યા છે. એર સ્ટાફના વડા એર ચીફ માર્શલ આર. કે. એસ. ભદૌરિયા PVSM, AVSM, VM, ADC ના અધ્યક્ષ સ્થાને વિમાનને સામેલ કરવાનો આ કાર્યક્રમ યોજાયો હતો. હાશીમારા ખાતે રાફેલ વિમાનોના આગમનની ઘોષણારૂપે આયોજિત આ કાર્યક્રમમાં ફ્લાઇ-પાસ્ટ અને ત્યારબાદ પરંપરાગત રીતે પાણીના ફુવારાથી સલામી પણ આપવામાં આવી હતી.

Updated By: Jul 29, 2021, 06:35 PM IST
રાફેલ વિમાનને 101 સ્ક્વૉડ્રનમાં સામેલ કરાયા, હાશીમારા ખાતે ભવ્ય કાર્યક્રમની ઉજવણી

નવી દિલ્હી : ભારતીય વાયુ સેનાએ 28 જુલાઇ 2021ના રોજ ઇસ્ટર્ન એર કમાન્ડ (EAC)માં આવેલા એરફોર્સ સ્ટેશન, હાશીમારા ખાતા યોજાયેલા એક કાર્યક્રમ દરમિયાન નંબર- 101 સ્ક્વૉડ્રનમાં ઔપચારિક રીતે રાફેલ વિમાનને સામેલ કર્યા છે. એર સ્ટાફના વડા એર ચીફ માર્શલ આર. કે. એસ. ભદૌરિયા PVSM, AVSM, VM, ADC ના અધ્યક્ષ સ્થાને વિમાનને સામેલ કરવાનો આ કાર્યક્રમ યોજાયો હતો. હાશીમારા ખાતે રાફેલ વિમાનોના આગમનની ઘોષણારૂપે આયોજિત આ કાર્યક્રમમાં ફ્લાઇ-પાસ્ટ અને ત્યારબાદ પરંપરાગત રીતે પાણીના ફુવારાથી સલામી પણ આપવામાં આવી હતી.

Jamnagar: ધ્રોલના ડાંગરા ગામે કુરિવાજોના લીધે પતિએ કરી પત્નીની હત્યા, આરોપીની ધરપકડ

રાફેલ વિમાનના સમાવેલ કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત કર્મીઓને સંબોધતા CAS એ જણાવ્યું હતું કે, હાશીમારા ખાતે રાફેલનો સમાવેશ કાળજીપૂર્વક આયોજન સાથે કરવામાં આવ્યો છે. પૂર્વીય ક્ષેત્રમાં IAFની ક્ષમતાઓને વધુ મજબૂત કરવાની બાબતને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો છે. 'ચામ્બ અને અખનૂરના ફાલ્કન' તરીકેનું બિરુદ મેળવનારા 101 સ્ક્વૉડ્રનના કિર્તીમય ઇતિહાસને યાદ કરતા CASએ કર્મીઓને અનુરોધ કર્યો હતો કે, તેઓ નવા સામેલ કરવામાં આવેલા પ્લેટફોર્મની અજોડ શક્તિઓ સાથે તેમના જુસ્સા અને પ્રતિબદ્ધતા જોડે આવી જ રીતે સતત જોડાયેલા રહે. તેમણે કહ્યું હતું કે, તેમને એ બાબતે કોઇ જ શંકા નથી કે, સ્ક્વૉડ્રન જ્યારે અને જ્યાં પણ જરૂર પડશે ત્યારે તેમનું પ્રભૂત્વ જાળવશે અને સુનિશ્ચિત કરશે કે, તેમની નિર્ભેળ ઉપસ્થિતિ માત્ર ગમે તેવા વિરોધીઓ ડરી જશે.

RAJULA માં વન કર્મીઓ લાજવાના બદલે ગાજ્યા: CCTV કોઇને આપ્યા તો આખી જિંદગી જેલમાં જશે

101 સ્ક્વૉડ્રન એ IAFની બીજી સ્ક્વૉડ્રન છે. જે રાફેલ વિમાનથી સુસજ્જ છે. 01 મે 1949ના રોજ પાલમ ખાતે આ સ્ક્વૉડ્રનની રચના કરવામાં આવી હતી. તેણે ભૂતકાળમાં હાર્વર્ડ, સ્પીટફાયર, વેમ્પાયર, સુ-7 અને મિગ-21M વિમાનો ચલાવ્યા છે. આ સ્ક્વૉડ્રનના કિર્તીપૂર્ણ ઇતિહાસમાં 1965 અને 1971માં થયેલા ભારત અને પાકિસ્તાનના યુદ્ધોમાં તેમણે કરેલી કામગીરી પણ સામેલ છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube