શું ડુંગળી પકવતા ગુજરાતના ખેડૂતોના આવશે ખુશીના દિવસ? જાણો રાઘવજી પટેલે શું આપ્યું મોટું નિવેદન

અમરેલી જિલ્લામાં મુખ્યત્વે કપાસ અને મગફળીનું વાવેતર ખેડૂતો કરતા હોય છે ત્યારે બે ત્રણ વર્ષથી ખેડૂતો ડુંગળીનું પણ મોટા પ્રમાણમાં વાવેતર કરે છે.ગત વર્ષે ડુંગળીના સારા ભાવ હતા. પરંતુ આ વર્ષે ડુંગળીના ભાવ તળિયે બેસી ગયા છે ત્યારે ડુંગળીનું વાવેતર કરતા ખેડૂતોને આશા છે કે આ વર્ષે પણ ડુંગળીના સારા ભાવ મળશે.

શું ડુંગળી પકવતા ગુજરાતના ખેડૂતોના આવશે ખુશીના દિવસ? જાણો રાઘવજી પટેલે શું આપ્યું મોટું નિવેદન

કેતન બગડા/અમરેલી: ડુંગળી પકવતા ખેડૂતોને માર્કેટયાર્ડમાં ડુંગળીના પૂરતા ભાવ ન મળતાં ચિંતામાં મુકાયા છે,,જો કે આ વચ્ચે નવસારીમાં આયોજિત કૃષિ મેળામાં રાઘવજી પટેલે ડુંગળીના ભાવ મુદ્દે નિવેદન આપ્યું છે અને કહ્યું--ગુજરાતમાં ડુંગળીનું ઉત્પાદન સારૂ થયું છે,,પરંતુ ખેડૂતોને ભાવ ઓછા મળે છે આ અંગે અમે કેન્દ્ર સરકારને રજૂઆત કરીશું. સાથે ખેડૂતોને ડુંગળીના સારા ભાવ મળી શકે તેના માટે ગુજરાત સરકાર પણ વિચારણા કરીને પ્રયાસો કરશે.

અમરેલી જિલ્લાના ખેડૂતો હવે ડુંગળીનું પણ મોટા પ્રમાણમાં વાવેતર કરે છે. મુખ્યત્વે જિલ્લામાં ખેડૂતો કપાસ,મગફળી,ચણા,ઘઉંનું વાવેતર કરતા હોય છે પણ ગત વર્ષે ડુંગળીનું વાવેતર કરતા ખેડૂતોને સારા ભાવ મળ્યા હતા.ત્યારે આ વર્ષે પણ ડુંગળીના સારા ભાવ મળવાની આશાએ ખેડૂતોએ ડુંગળીનું વાવેતર કર્યું છે પરંતુ ડુંગળીના ભાવ આ વર્ષે ઓછા મળી રહ્યા છે હજુ શિયાળુ ડુંગળીને બજારમા આવતા 2 મહિના જેટલો સમય લાગી શકે છે.ત્યારે ડુંગળીનું અગાઉ વાવેતર કરનાર ખેડૂતો ને ઓછા ભાવ મળી રહ્યા છે

સૌરાષ્ટ્ર શ્રી ધન્યવાદના ખેડૂતો પણ ડુંગળીનું વાવેતર કરે છે ત્યારે ખાસ કરીને અમરેલી જિલ્લાના ખેડૂતો પણ હવે છેલ્લા બે ત્રણ વર્ષથી ડુંગળીનું વાવેતર કરવા લાગ્યા છે ત્યારે ડુંગળીના ભાવ ઓછા આવતા ખેડૂતોમાં નિરાશા જોવા મળી રહી છે. રાજ્યમાં ખેડૂતો ડુંગળીનું મોટા પ્રમાણમાં વાવેતર કરે છે ત્યારે તેનું ઉત્પાદન માર્ગથી જૂન સુધી મોટા પ્રમાણમાં થાય છે ત્યારે ડુંગળીના નિકાસમાં ૨૦ ટકા ની ડ્યુટી હોય ઉપરાંત અન્ય દેશો વેપારીના પ્રતિબંધ હોવાથી ડુંગળીના ભાવ સતત ઘટતા જાય છે ત્યારે ખેડૂતો આવનારા દેશોમાં ડુંગળીના ભાવ સારા મળે તેવી આશા રાખી રહ્યા છે.

ડુંગળીના વાવેતર ની વાત કરીએ તો એક વિઘામાં ડુંગળીનું બિયારણ 2 કિલો જોઈએ. એક વિધામાં 10 કિલો ખાતર જોઈએ. ડુંગળીમાં દવાના છટકાવ માટે 5 પંપ જોઈએ. રૂપિયા 2 હજારનું બિયારણ આવે. 500 રૂપિયા ખાતરના જોઈએ. 500 રૂપિયાની દવાનો ખર્ચ થાય. ડુંગળીના વવાવેતરનો ખર્ચો એક વિઘામાં 1000 રૂપિયા થાય. જ્યારે ડુંગળીનો પાક તૈયાર થાય ત્યારે મજૂરી ડુંગળી કાઢવાનો, ડુંગળીના થેલા ભરી દેવાનો ખર્ચો એક વિધાના રૂપિયા 15000 મજૂરી લે છે. અંદાજીત એક વિધામાં ડુંગળીનું વાવેતર કરવાનો ખર્ચો 20000 રૂપિયા થાય. આમ ખેડૂતોને બધો ખર્ચો કાઢતા માંડ રૂપિયા 150000 જેટલો મળે. 

ગત વર્ષે ડુંગળીનો મણ નો ભાવ 250 રૂપિયા થી લઈને 300 રૂપિયા હતો. આ વર્ષ 200 રૂપિયા આસપાસ ખેડૂતો ને ભાવ મળે છે જે ગત વર્ષ કરતા 100 રૂપિયા ઓછા મળે છે. આથી ગયા વર્ષની સરખામણીમાં ખેડૂતોને આ વર્ષે 100 રૂપિયા ઓછા મળી રહ્યા છે આથી ખેડૂતને યોગ્ય ભાવ મળે અને સરકાર જેમ અન્ય ખેત જણસો ટેકાના ભાવે ખરીદી કરે છે તેવી જ રીતે ડુંગળી પણ ટેકા ના ભાવે ખરીદી કરે તો ખેડૂતોને ફાયદો થાય તેવું ખેડૂત કરી રહ્યા છે. 

અમરેલી જિલ્લાના ખેડૂતો દર વર્ષે ખેતી ની પેટન બદલાવતા હોય છે ત્યારે છેલ્લા ત્રણ ચાર વર્ષથી ખેડૂતો રવિ પાકમાં ડુંગળીનું પણ વાવેતર કરે છે ગત વર્ષે સારા ભાવ હતા તેને લઈને આવશે પણ ખેડૂતોએ ડુંગળીનું મોટા પ્રમાણમાં વાવેતર કર્યું છે ખેડૂતો આશા રાખી રહ્યા છે કે ગત વર્ષની જેમ આ વર્ષે પણ સારા ભાવ ડુંગળીના મળે અને ખેડૂતો જે મહેનત કરી છે તે મહેનતના ભાવ સારા મળે તેવી ઈચ્છા રાખી રહ્યા છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news