Rahul Gandhi આવતીકાલે સુરતની કોર્ટમાં થશે હાજર, મોદી સમાજ વિરૂદ્ધ કરી હતી ટિપ્પણી

સુરતમાં અમિત ચાવડા, પરેશ ધનાણી સહિતના નેતાઓ આવી પહોચ્યા હતા. સુરતના કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો સાથે બેઠક પણ યોજાઈ હતી. 

Updated By: Jun 23, 2021, 07:05 PM IST
Rahul Gandhi આવતીકાલે સુરતની કોર્ટમાં થશે હાજર, મોદી સમાજ વિરૂદ્ધ કરી હતી ટિપ્પણી

ચેતન પટેલ, સુરત: સુરતના ધારાસભ્ય પૂર્ણેશ મોદી (Purnesh Modi) એ રાહુલ ગાંધી (Rahul Gandhi) વિરુદ્ધ માનહાનિનો દાવો કર્યો છે. જેને લઈને આવતી કાલે રાહુલ ગાંધી (Rahul Gandhi) સુરત કોર્ટ (Surat Court) માં હાજરી આપ્વા માટે 9:25 વાગ્યે સુરત એરપોર્ટ પર આવશે. સુરત એરપોર્ટ પરથી 10:30 વાગ્યે રાહુલ ગાંધી સુરતની કોર્ટમાં હાજરી આપશે. કોર્ટની કાર્યવાહી પૂર્ણ થયા બાદ તેઓ દિલ્હી જવા માટે રવાના થશે. રાહુલ ગાંધી (Rahul Gandhi) ના આગમન પૂર્વે ગુજરાત કોંગ્રેસ (Gujarat Congress) ના દિગ્ગજ નેતાઓ સુરત (Surat) આવી પહોચ્યા હતા અને સુરતમાં તેઓએ મીટીંગ પણ યોજી હતી. 

આજથી ત્રણેક વર્ષ પહેલા કર્ણાટક (Karnataka) ખાતે લોકસભાની ચૂંટણી પ્રચાર સભામાં કોગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી (Rahul Gandhi) એ મોદી સમાજ વિરુદ્ધ ટીપ્પણી કરી હતી. જેને લઈને જેથી સુરતી મોઢવણિક સમાજના પ્રમુખ તથા સુરતના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધી (Rahul Gandhi) વિરુદ્ધ માનહાનિનો દાવો કર્યો છે. હાલમાં સુરત (Surat) ની ચીફ કોર્ટમાં ચાલતી આ કેસની કાર્યવાહી દરમિયાન અગાઉ આરોપી રાહુલ ગાંધી (Rahul Gandhi) એ સુરત કોર્ટમાં હાજર રહીને ગુનાના આક્ષેપોને નકારી કેસ કાર્યવાહીનો સામનો કરવાની તૈયારી દાખવી હતી.

Nargol port ને Greenfield Port તરીકે વિકસાવવામાં આવશે, મુખ્યમંત્રીએ આપી સૈદ્ધાંતિક મંજૂરી

આ કેસની સુનવણી દરમ્યાન આવતીકાલે રાહુલ ગાંધી (Rahul Gandhi) સુરત આવી શકે છે. અને કોર્ટમાં હાજર રહી શકે છે. જેને લઈને ગુજરાત કોંગ્રેસ (Gujarat Congress) ના દિગ્ગજ નેતાઓ સુરત આવી પહોચ્યા હતા. સુરતમાં અમિત ચાવડા, પરેશ ધનાણી સહિતના નેતાઓ આવી પહોચ્યા હતા. સુરતના કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો સાથે બેઠક પણ યોજાઈ હતી. 

આ કેસ અંગે અમિત ચાવડા (Amit Chavda) એ જણાવ્યું હતું કે અનીતિ અસત્ય અને અધર્મ સામે દેશના સમાન્ય લોકોની આવાજ બનતા લોકનેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) ને બદનામ અને હેરાન પરેશાન કરવા માટે આ ખોટા માનહાનીના કેસ કરવામાં આવ્યા છે. આ કેસમાં આગામી ૨૪ તારીખે સુરત કોર્ટ (Surat Court) માં હાજરી આપી શકે છે. વિગત વાર પ્રોગ્રામ બની રહ્યો છે. 

Amrish Der ના સમર્થનમાં કોંગ્રેસનું રેલ રોકો આંદોલન, પોલીસે કરી કાર્યકર્તાઓની અટકાયત

સમગ્ર શહેર કોંગ્રેસ સમિતિ અને સુરતના પ્રજાજનો દ્વારા સત્યની લડાઈ માટે રાહુલ ગાંધી (Rahul Gandhi) સંઘર્ષ કરી રહ્યા છે ત્યારે તેઓના સમર્થનમાં સૌ લોકો જોડાશે તેવો વિશ્વાસ તેઓએ વ્યક્ત કર્યો હતો. અમિત ચાવડા (Amit Chavda) એ વધુમાં જણાવ્યું હતું કે કોરોનાની મહામારી માટે રાહુલ ગાંધીએ અગાઉથી જ ચેતવણી અને સૂચનો આપ્યા હતા પરંતુ સરકારે તે ધ્યાનમાં ન લીધું હતું અને તેનું પરિણામ લોકોની સામે છે. આવનારા સમયમાં દેશને વિઝન વાળું નેતૃત્વની જરૂર છે. અને આ નેતૃત્વ રાહુલ ગાંધી પાસે છે. 

38 વર્ષ જૂની હોનારતને યાદ કરી હજુ હિબકે ચડે છે ગ્રામજનો, દર વર્ષે પાળે છે સ્વયંભૂ બંધ

તેઓએ વધુમાં સંગઠનમાં નિર્મણક પ્રક્રિયા સતત ચાલતી પ્રક્રિયા છે. સમયાંતરે આમાં ફેરબદલ કરવામાં આવતા હોય છે. આગામી સમયમાં લોકોના પ્રશ્નોને વાચા આપવાનું કામ પણ કરવામાં આવશે. આગમી સમયમાં નવા લોકોને તક પણ આપવામાં આવશે. અને જે લોકોએ પક્ષની વિચારધારાને લોકો સુધી પહોચાડી છે તે માટે તેઓને આગળ પણ તક આપવામાં આવશે. 

આમ આદમી પાર્ટી (Aam Aadmi Party) અંગે તેઓએ જણાવ્યું હતું કે ૨૦૧૭ની ચુંટણીમાં પણ અનેક રાજકીય પાર્ટીઓ ભાગ લઇ ચુકી હતી અને આ ચુંટણીમાં પણ લીધો છે. ભૂતકાળમાં અનેક પાર્ટીઓની ડીપોઝીટ ગુમાવી હતી. આગામી સમયમાં ગુજરાતની જનતા યોગ્ય ન્યાય કરશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube