)
Rahul Gandhi: કોંગ્રેસ હવે સંગઠનને નવી રીતે મજબૂત કરવાની રણનીતિ બનાવી રહી છે. સતત ચૂંટણી પરાજય બાદ પાર્ટી જિલ્લા સ્તરે પોતાની પકડ મજબૂત કરવા પ્રયાસ કરી રહી છે. 3 એપ્રિલ ગુરુવારે રાહુલ ગાંધી રાજ્યના તમામ જિલ્લા પ્રમુખો સાથે વાતચીત કરશે. આ સમયગાળા દરમિયાન બૂથથી જિલ્લા સુધીના રિપોર્ટ એઆઈઆઈસીને આપવામાં આવશે.
આવનારા સમયમાં ગુજરાતમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીઓ અને વિધાનસભાની ચૂંટણીઓ આવી રહી છે. ત્યારે કોંગ્રેસ હવે ગુજરાતમાં પોતાના સંગઠનને મુજબૂત કરવા માટે વિચારી રહી છે. કોંગ્રેસની નવી રણનીતિ મુજબ આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય એક નવું સંગઠનાત્મક માળખું અમલમાં મૂકવાનો છે જે પાયાના સ્તરે પાર્ટીને મજબૂત બનાવશે.
મળતી માહિતી મુજબ, આ બેઠકમાં જિલ્લા અધ્યક્ષ રાહુલને સીધો ગ્રાઉન્ડ રિપોર્ટ આપશે, એટલે કે સંગઠનની વાસ્તવિક સ્થિતિથી લઈને રાજકીય સમીકરણો સુધીની તમામ બાબતો. પરંતુ હાઈકમાન્ડની આ સીધી દખલગીરીથી રાજ્યના નેતાઓની શક્તિ ઘટશે કે કેમ તે મોટો પ્રશ્ન છે. કે આ કોંગ્રેસના નવા સંગઠન મોડલની શરૂઆત છે?
હાઇકમાન્ડ સાથેની બેઠક માટે ગુજરાત કોંગ્રેસના 43 શહેર-જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દિલ્હી પહોંચી ગયા છે. તેમની સાથે પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ અને વિપક્ષ નેતા અમિત ચાવડા પણ છે. અહીં પહેલાં પ્રમુખો સમક્ષ 4 પ્રેઝન્ટેશન રજૂ કરાશે. જેમાં બુથથી લઇને મીડિયા અને સો.મીડિયાથી લઇને પ્રોપર્ટી મેનેજમેન્ટ સુધીના પાઠ ભણાવાશે. ત્યારબાદ રાહુલ શહેર-જિલ્લા પ્રમુખોની પીડા જાણશે.
સંગઠનને મજબુત બનાવવાની તૈયારી
'કોંગ્રેસ હવે તમામ રાજ્યોમાં તેના સંગઠનને મજબૂત કરવામાં વ્યસ્ત છે, આ વર્ષે અમારું ધ્યાન પણ સંગઠનને મજબૂત કરવા પર છે, તેથી જ એક વર્ષમાં અમે તેને બૂથ સ્તરથી સંગઠન સ્તર સુધી મજબૂત કરીશું. ગ્રાઉન્ડ લેવલ જાણવા માટે રાહુલ ગાંધી જિલ્લા પ્રમુખો સાથે બેઠક કરશે, જે સ્થિતિને સમજવાનો સારો પ્રયાસ છે. એવું માનવામાં આવે છે કે ગ્રાઉન્ડ રિપોર્ટના આધારે ગુજરાતમાં આગળની રણનીતિ બનાવવામાં આવશે.
શું આ બેઠકમાં કંઈ ખાસ હશે?
કોંગ્રેસ હાલ સંગઠન પુનઃનિર્માણ માટે પ્રયાસ કરી રહી છે. સતત હાર બાદ પાર્ટી નેતૃત્વ હવે જિલ્લા પ્રમુખોને વધુ સત્તા આપવા અને તેમની જવાબદારીઓ સ્પષ્ટ કરવા માટે કામ કરી રહ્યું છે. બૂથ લેવલ સુધી સંગઠનને મજબૂત કરવાની યોજના પર કામ ચાલી રહ્યું છે. બેઠકમાં સંગઠનના વિસ્તરણ માટે જિલ્લા પ્રમુખોને નવી કામગીરી સોંપવામાં આવી શકે છે.
મીટિંગ શેડ્યૂલ
બપોરે 1:30: જિલ્લા પ્રમુખોને દિલ્હીના ઈન્દિરા ભવન પહોંચવા સૂચના. બપોરે 3 વાગ્યે: રાહુલ ગાંધી સાથે સંવાદનો કાર્યક્રમ. 3 અને 4 એપ્રિલઃ કોંગ્રેસના જિલ્લા પ્રમુખો સાથે સંવાદ ચાલુ રહેશે. જિલ્લા પ્રમુખો સાથે સંવાદનો કાર્યક્રમ આજે જ નિર્ધારિત કરવામાં આવ્યો છે.
ગુજરાત કોંગ્રેસના 33 જિલ્લા પ્રમુખો અને 10 શહેર પ્રમુખ આ અગત્યની બેઠક માટે દિલ્હી પહોંચી ગયા છે. બપોરે 3 વાગ્યે કોંગ્રેસ રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, લોકસભા વિપક્ષ નેતા રાહુલ ગાંધી અને AICC મહાસચિવ કે.સી. વેણુગોપાલ 33 જિલ્લા પ્રમુખ અને 10 શહેર પ્રમુખ સાથે બેઠક કરશે. આ બેઠકમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધી સહિતના નેતાઓ સંબોધશે, ખાસ કરીને રાહુલ ગાંધી પ્રમુખોને સંગઠન, ચૂંટણી મેનેજમેન્ટ સહિતના પાઠ ભણાવશે. આ બેઠકમાં સંગઠન, કોમ્યુનિકેશન અને ઇલેકશન મેનેજમેન્ટ પર ત્રણ પ્રેઝન્ટેશન રજૂ કરાશે.