ગુજરાતમાં કમોસમી વરસાદે વિનાશ વેર્યો! ભરઉનાળે 114 તાલુકામાં વરસાદ, જાણો કયા જિલ્લામાં કેવી છે સ્થિતિ?
Gujarat Monsoon 2025: ગુજરાતમાં ભારે પવન, ગાજવીજ અને કરા સાથે પડેલા વરસાદે ભારે વિનાશ વેર્યો છે. ભરઉનાળે ગુજરાતના 114 તાલુકામાં વરસાદ વરસ્યો છે. તેમાં ભાવનગરના શિહોરમાં સૌથી વધુ દોઢ ઈંચ વરસાદ પડ્યો છે. જ્યારે હજુ પણ 4 દિવસ માવઠાની આગાહી કરવામાં આવી છે.
Trending Photos
Gujarat Monsoon 2025: ગુજરાતમાં 4 દિવસ કમોસમી વરસાદની આગાહી કરાઈ હતી. જેના ભાગરૂપે સોમવારે સાંજે સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર, કચ્છ, ભાવનગર, રાજકોટ સહિતના જિલ્લામાં માવઠા સાથે ભારે વરસ્યો હતો. આજે કચ્છ, મોરબી અને રાજકોટમાં અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. રાજકોટ અને સુરેન્દ્રનગરમાં પણ અતિભારે વરસાદની આગાહી તો બનાસકાંઠા, પાટણ, મહેસાણામાં અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. ગુજરાતમાં વાવાઝોડા સાથે ત્રાટકેલા વરસાદે 5 લોકોનો જીવ લીધો છે. જેમાં ક્યાંક વીજળી પડતાં તો ક્યાંક ઝાડ અને હોર્ડિંગ્સ પડતાં નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે. જેમાં ધોળકા, વીરમગામ, ખેડા અને વડોદરામાં મોતના બનાવ બન્યા છે.
અનેક વિસ્તારોમાં તોફાની પવન ફૂંકાયો તેમજ કરા પણ વરસ્યા
કમોસમી વરસાદથી કેરીના પાકને નુકસાનની ભીતિ સર્જાઈ છે. જેના કારણે ખેડૂતોની ચિંતા વધી ગઈ છે. ભાવનગર અને શિહોરમાં દોઢ ઇંચ વરસાદ વરસતા ઠેરઠેર પાણી ભરાયા હતા. તો ઉત્તર, દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં વાવઠાં વરસ્યા હતા. તો આણંદમાં ભારે વરસાત વરસતા બજારોમાં પાણી વહેતા થયા હતા. અનેક વિસ્તારોમાં તોફાની પવન ફૂંકાયો તેમજ કરા પણ વરસ્યા હતા.
રસ્તાઓ પર પાણી ફરી વળ્યાં
રાજકોટ શહેરમાં કાલાવડ રોડ, યાજ્ઞિક રોડ, મવડી, નાનામૌવા અને રેસકોર્સ સહિતના વિસ્તારોમાં વરસાદ પડતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યાં હતા. બોટાદમાં ભારે પવન ફૂંકાતા ભાવનગર રોડ પર રસ્તા પર લગાવેલું હોર્ડિંગ્ઝ ધરાશાયી થયું હતું. ભાવનગર શહેર અને શિહોરમાં ૩૭મીમી અને જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી વહેતા થયા હતા. સુરેન્દ્રનગર જિલ્લામાં દસાડા, લખતર અને લીંબડી પંથકમાં વરસાદ નોંધાયો હતો.
ગાજવીજ સાથે કરાનો વરસાદ પડ્યો
ચોટીલામાં માવઠું વરસ્યું હતું. જેન પગલે મુખ્ય બજારમાં ઢીંચણ સમાણા પાણી ભરાઈ ગયા હતા. આ કારણે વેપારીઓને દુકાનો બંધ કરવાની ફરજ પડી હતી. કચ્છ જિલ્લામાં રાપર તાલુકાના જાટાવાળા, કલ્યાણપર અને ખડીર બેટના ધોળાવીરા ગામે બપોર પછી કરાનો વરસાદ પડ્યો હતો. રાપર તાલુકાના જાટાવાડા, બાલાસર, ધબડા અને આણંદપર સહિતના ગામોમાં ગાજવીજ સાથે કરાનો વરસાદ પડ્યો હતો.
છોટાઉદેપુર જિલ્લાના 6 તાલુકામાં ભારે વરસાદ વરસ્યો
આણંદ શહેર અને જિલ્લામાં ઘણા લગ્ન હતા. આજે આવેલા વરસાદથી મંડપો ઉડયા હતા તેમજ ભોજન સામગ્રી અન્યત્ર શીફ્ટ કરવી પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું હતું. આ ઉપરાંત વાવાઝોડું એટલું તેજ હતું જેના કારણે ઘણી જગ્યાએ હોર્ડિંગ્સો વળી ગયા હતા ઘણી જગ્યાએ તૂટી ગયા હતા. આ ઉપરાંત ઝાડના ડાળા પણ તૂટયા હતા.
બજારમાં પાણી વહેતા થયા
આણંદમાં ભારે વરસાદથી બજારમાં પાણી વહેતા થયા હતા. વડોદરા શહેરમાં પણ ભારે પવન સાથે વરસાદ શરુ થતાં દોડધામ મચી ગઈ હતી. પાદરા અને વડુ પંથકમાં સાંજે વાતાવરણમાં અચાનક જ પલટો આવ્યો હતો. છોટાઉદેપુર જિલ્લાના 6 તાલુકામાં આજરોજ સાંજે 7 કલાકે પ્રચંડ વેગે વાવઝોડું ફૂંકાયું હતું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે