)
અમદાવાદઃ નવરાત્રીમાં આવશે વરસાદી વિઘ્ન.....અને ખેલૈયાઓની બગડશે મજા....કેમ કે, આગામી સાત દિવસ સુધી રાજ્યના અનેક વિસ્તારમાં પડશે હળવાથી મધ્યમ વરસાદ....હવામાન વિભાગે આજથી 28 સપ્ટેમ્બર સુધી વરસાદ વરસવાની આગાહી કરી છે...જેના કારણે ખેલૈયાઓ અને ગરબા આયોજકો મુકાઈ ગયા છે ચિંતામાં...
આજથી મા આદ્યશક્તિના નવલા નોરતાની શરૂઆત થઈ છે અને ખેલૈયાઓ પણ ગરબે ઘુમવા માટે થનગની રહ્યા છે....પરંતુ ગરબામાં હવે વરસાદી વિઘ્ન આવવાની શક્યતા દેખાઈ રહી છે....કેમ કે હવામાન વિભાગે રાજ્યમાં આજથી સાત દિવસ એટલે કે 28 સપ્ટેમ્બર સુધી વરસાદ વરસવાની આગાહી કરી છે....દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, દમણ અને દાદરાનગર હવેલી સહિતના વિસ્તારમાં ગાજવીજ સાથે હળવાથી મઘ્યમ વરસાદ વરસશે.
હવામાન વિભાગે કરેલી આગાહી સાચી પડી...વલસાડ જિલ્લામાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જોવા મળ્યો....વાપીમાં અચાનક વરસેલા ભારે વરસાદથી ગરબા પંડાલમાં વરસાદી પાણી ભરાઈ જતા ગરબા આયોજકો અને ખલૈયાઓ મુશ્કેલીમાં મુકાયા હતા.
ગરબાના મેદાનમાં પાણી ભરાઈ જતા ખેલૈયાઓમાં નિરાશા જોવા મળી.....જો કે ગરબા આયોજકોએ વરસાદી પાણીનો નિકાલ કરીને ગરબા યોજવામાં આવે તેવી વ્યવસ્થા કરી હતી.
અંબાલાલે પણ કરી છે આગાહી
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી દિવસોમાં વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. આગાહી મુજબ, આગામી 48 કલાકમાં ગુજરાતના અનેક ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. અંબાલાલ પટેલના મતે બંગાળના ઉપસાગરમાં એક નવી સિસ્ટમ સક્રિય થઈ રહી છે, જેના કારણે ગુજરાતમાં વરસાદ આવી શકે છે. અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે, દક્ષિણ ગુજરાતના ભાગો, સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો, મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાત, ભરૂચ, પંચમહાલ, ઉત્તર ગુજરાત અને સાબરકાંઠા સહિતના વિસ્તારોમાં વીજળીના કડાકા સાથે વરસાદ જોવા મળી શકે છે.