ગુજરાતના આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી, ત્રણ દિવસ ધોધમાર વરસશે

સમગ્ર ગુજરાતમાં હાલ વરસાદની હેલી છવાયેલી છે. રાજ્યના અનેક વિસ્તારોમાં ક્યાંક છૂટોછવાયો, ક્યાંક ધોધમાર તો ક્યાંક ઝરમર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે આ વચ્ચે હવામાન વિભાગે રાજ્યમાં આગામી 3 દિવસ વરસાદની આગાહી કરી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી હવામાન એક્સપર્ટસ દ્વારા કરવામાં આવી છે.
ગુજરાતના આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી, ત્રણ દિવસ ધોધમાર વરસશે

બ્રિજેશ દોશી/ગાંધીનગર :સમગ્ર ગુજરાતમાં હાલ વરસાદની હેલી છવાયેલી છે. રાજ્યના અનેક વિસ્તારોમાં ક્યાંક છૂટોછવાયો, ક્યાંક ધોધમાર તો ક્યાંક ઝરમર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે આ વચ્ચે હવામાન વિભાગે રાજ્યમાં આગામી 3 દિવસ વરસાદની આગાહી કરી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી હવામાન એક્સપર્ટસ દ્વારા કરવામાં આવી છે.

હવામાન ખાતાના અપડેટ્સ અનુસાર, આગામી ત્રણ દિવસમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ વરસી શકે છે. જેમાં વલસાડ, દમણ, દીવ, અમરેલી, ગીર સોમનાથમાં સૌથી વધુ વરસાદની આગાહી કરવામાં આવી છે. મોસમનો સૌથી વધુ વરસાદ અત્યાર સુધી દક્ષિણ ગુજરાતમાં જોવા મળ્યો છે. તેમા પણ નવસારી, વલસાડ, વાપી જેવા જિલ્લાઓમાં બે દિવસ પહેલા અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થાય તેવી સ્થિતિનુ નિર્માણ થયું હતું. ત્યારે હજી પણ જે આગાહી કરવામાં આવી છે, તેમાં દક્ષિણ ગુજરાત મોખરે છે. ત્યારે આ વિસ્તારોને ફરીથી વરસાદ ધમરોળી શકે છે. 

દક્ષિણ ગુજરાતમાં વ્યવસ્થિત વરસેલા વરસાદને કારણે અનેક નદીઓ બે કાંઠે વહેતી થઈ છે. નદીઓમાં નવા નીર આવવાથી સ્થાનિક લોકો પણ ખુશ થયા છે. તો વાવણીલાયક વરસાદ વરસવાથી ખેડૂતો પણ આનંદિત જોવા મળી રહ્યાં છે. અત્યાર સુધી માપસરનો વરસાદ પડ્યો હોવાથી રાજ્યના તમામ લોકો વરસાદના માહોલને એન્જોય કરી રહ્યાં છે. 

ઉલ્લેખનીય છે કે, છેલ્લા 24 કલાકમાં રાજ્યના 23 જિલ્લાના 68 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. અત્યાર સુધી મૌસમનો કુલ 15.80% વરસાદ વરસ્યો છે. છેલ્લાં 24 કલાકમાં સૌથી વધુ વરસાદ ઊંઝામાં 2.2 ઈંચ નોંધાયો છે. તો 
વલ્લભીપુરમાં 2 ઈંચ, સરસ્વતીમાં 2 ઈંચ, બરવાળામાં 2 ઈંચ વરસાદ ખાબક્યો છે. ઉંમરગામ, ઉમરાળા, પાટણ, ધંધુકામાં 1.5 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news