close

News Wrapએડિટરની પસંદગીના મુખ્ય સમાચાર મેળવો સીધા તમારા મેઇલબોક્સમાં

ભારે વરસાદના કારણે અમદાવાદમાં અનેક જગ્યાએ વૃક્ષ ધરાશયી, એક યુવતીનું મોત 

આજે અમદાવાદ, દાહોદ, અમરેલી અને સાબરકાંઠામાં મેઘરાજાની પધારામણી થઇ છે. અમદાવાદના સેટેલાઇટ, એસ જી હાઇવે, પ્રહલાદ નગર સહિતના વિસ્તારમાં વરસાદ પડ્યો છે. તો અમદાવાદના પૂર્વ વિસ્તારમાં સરસપુર, બાપુનગર સહિત ગોમતીપુરમાં વરસાદ પડ્યો છે.

Viral Raval Viral Raval | Updated: Jun 16, 2019, 08:32 PM IST
ભારે વરસાદના કારણે અમદાવાદમાં અનેક જગ્યાએ વૃક્ષ ધરાશયી, એક યુવતીનું મોત 

અમદાવાદ: આજે અમદાવાદ, દાહોદ, અમરેલી અને સાબરકાંઠામાં મેઘરાજાની પધારામણી થઇ છે. અમદાવાદના સેટેલાઇટ, એસ જી હાઇવે, પ્રહલાદ નગર સહિતના વિસ્તારમાં વરસાદ પડ્યો છે. તો અમદાવાદના પૂર્વ વિસ્તારમાં સરસપુર, બાપુનગર સહિત ગોમતીપુરમાં વરસાદ પડ્યો છે. અમદાવાદમાં વરસાદના કારણે અનેક જગ્યાએ વૃક્ષો ધરાશયી થયા છે. જેમાં એક વ્યક્તિનું મોત થયું છે. 

વધુ વિગતો માટે જુઓ વીડિયો...

મળતી માહિતી મુજબ અમદાવાદમાં આજે વરસાદે પડ્યો જેના કારણે પ્રેરણાતીર્થ દેરાસર પાસે બે અને વાડજમાં એક વૃક્ષ ધરાશાયી થયું. જ્યારે કાંકરિયામાં એક વૃક્ષ રિક્ષા પર પડતાં એક યુવતીનું મોત નિપજ્યું હોવાના અહેવાલ છે. અમદાવાદના કાંકરિયા માર્ગ પર બેસ્ટ હાઈસ્કૂલ નજીક રિક્ષામાં જઈ રહેલા પરિવાર પર ઝાડ પડતા ૨૪ વર્ષની સલમાબાનુ નામની રખિયાલની યુવતીનું મોત નીપજીયું. પરિજનો એલ જી હોસ્પિટલમાંથી મૃતદેહના પીએમની ના પાડી અને લાશને લઈ જવાના દુરાગ્રહ તબીબો સાથે કરી રહ્યા હોવાની પણ વાત બહાર આવી હતી. 

શહેરમાં કુલ 18 વૃક્ષ ધરાશયી થયાં. 

Central Zone - 1 
South Zone - 6
West Zone - 3
North Zone - Nil
East Zone - 2
North West Zone - 3
South West Zone - 3

જુઓ LIVE TV

આ ઉપરાંત સાબરકાંઠાના હિંમતનગર અને વિજયનગરમાં પણ વરસાદ વરસ્યો છે. દાહોદમાં પણ મેઘરાજાએ પધરામણી કરી છે. દાહોદ તાલુકાના અનાસ ખગેલા તેમજ કતવારા ગામમાં વરસાદ પડ્યો છે. અમરેલીના બાબરા સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો છે.. સમગ્ર વિસ્તારમાં વરસાદ ઠંડક પ્રસરી ગઇ છે. વરસાદ પડતાં ધરતીપુત્રો પણ ખુશ થયાં છે.